પ્રિય વાચકો,
ભલે આપણે યઝ 1393 ને આવકારવા માટે તૈયાર હોઈએ! પણ નવી શરૂઆત હંમેશા શુભ હોય છે – આશા અને સકારાત્મકતાની ભાવના જેઓ આશાવાદી નથી તેઓને પણ ઘેરી લે છે – નવી શરૂઆતનો જાદુ બધા પર છવાઈ જાય છે! અને આપણે બધા એક કુટુંબ અને એક સંયુક્ત સમુદાય તરીકે આપણાં અનન્ય પારસીપણુંની ઉજવણી કરવા માટે ભેગા થઈએ છીએ.
આપણે ખરેખર અનન્ય છીએ જે ઘણા લોકો સમજી શકતા નથી, પરોપકાર, ઉદ્યોગ, દવા, દેશભક્તિ, શિક્ષણ આપણી વૈશ્ર્વિક સિદ્ધિઓ અને રાષ્ટ્રીય યોગદાનથી આપણે આગળ વધીએ છીએ જે માટે આપણું રાષ્ટ્ર અને આપણું સમુદાય ગર્વ અનુભવે છે! આપણે આપણી અનોખી વિચિત્રતાઓ અને આરાધ્યની ઉજવણી કરીએ છીએ, જેને આપણે ચુસ્તપણે પકડી રાખી છે. જેમ કે પાવ-વાલાઓ અને અને બાઈ જે દિવસે નથી આવતા તે દિવસ આપણો નરક સમાન હોય છે આપણે તરત ડિપ્રેશનમાં જતા રહીએ છીએ અને દરેક પારસી ઘરોમાં કેવી રીતે છેલ્લી ઘડીએ ઈડા કામ કરી જાય છે… અથવા આઈન્સ્ટાઈન પણ પારસી લો ઓફ ફીઝીકસ જોઈ પોતાની ભ્રમરો ઉચી કરી દેશે જેમકે તમારી પાસે લગ્ન/નવજોતના ઘણા આમંત્રણો આવ્યા હોય તો તમે કેટરરનું નામ સાંભળી લગ્ન/નવજોતમાં જવાનું પસંદ કરશો અથવા તે રીતે પહેરામણી આપશો.
અથવા તો પછી, પતિ ગમે તે કહે પારસી પત્ની અંદરથી જાણે છે કે તે હંમેશા ત્રીજા નંબરે રહેશે કારણ કે નંબર 1 પર તેની બાઇક અને નંબર 2 પર તેની વહાલી મમ્મીજ હશે! અને જ્યારે લગ્નની વાત આવે ત્યારે દરેક મમ્મી માટે તેની પિસ્તાળીસ વર્ષની ઉંમરનો દીકરો કે દીકરી હમેશા (મારો નાલ્લો કે મારી નાલ્લી) રહેશે – અથવા આપણા વ્હાલાઓ માટે સ્વચ્છતા પ્રત્યેનો આપણો પ્રેમ કે નિયમ (જે કુટુંબના સભ્યોને રાત્રિભોજન ટેબલ પર અથવા સુતા પહેલા ઢોલીયા પર, જ્યાં સુધી તેઓ બધા નાહી ધોઈ ચોખ્ખા ન થાય ત્યાં સુધી જવા દેતા નથી) પરંતુ આપણા પાળતું પ્રાણીઓ જે આપણને ખુબ વ્હાલા છે તો આ માટે આ નિયમ લાગુ નથી પડતો તેઓને છૂટ હોય છે કે તે કાદવમાં સારી રીતે ફરી આવ્યા પછી પણ મખમલનો સોફા અને તમારી તાજી બનાવેલી પથારી (નવી ચાદર સાથે), પર નિશ્ર્ચિંતપણે બેસી કે સુઈ શકે છે.
આપણા અનોખા પારસીપણુની ઉજવણી કરતા અને અજોડ પારસી લક્ષણો અને વિશિષ્ટતાઓ રજૂ કરતો આપણો બમ્પર પારસી ન્યુ યર સ્પેશિયલ ઈશ્યુ તમને રજૂ કરવા હું ખુબ ઉત્સાહી છું જે તમારા ચહેરા પર ચોકકસ સ્મિત લાવી દેશે અને તમારા સપ્તાહમાં વધુ મૂલ્ય ઉમેરશે અને નવા વર્ષની ઉલ્લાસ અને ઉજવણીમાં વધારો કરશે.
પારસીપણુંના અભિન્ન અંગ તરીકે કૃતજ્ઞતા સાથે, હું આપણા જૂના અને નવા તેજસ્વી લેખકો, આપણી પ્રશંસાપાત્ર સામગ્રીને વધુ વધારવા માટે આભાર માનું છું; તેમજ આપણા ઉદાર જાહેરાતકર્તાઓ તેમના સતત સમર્થન અને અમારામાં તેઓના વિશ્વાસ માટે તથા આપણા વાચકો અને શુભેચ્છકોનો તેમને સત્ય પહોંચાડવા માટે અને સમુદાયના નંબર વન વીકલી તરીકે અમારામાંના તેમના વિશ્ર્વાસને ન્યાયી ઠેરવવા માટે તેમના અતુટ સમર્થનથી અમને સશક્ત કરવા બદલ તે બધાનો સૌથી મોટો આભાર માનુ છું.
ટીમ પારસી ટાઈમ્સ વતી સૌને સાલ મુબારક!
– અનાહિતા
- We Can’t Rise By Pulling Others Down - 18 January2025
- The Art Of Living And The Art Of Giving - 11 January2025
- Make This Your Best Year Yet! - 4 January2025