પુણેની કયાની બેકરી વિશ્ર્વના 150 સૌથી સુપ્રસિદ્ધ ડેઝર્ટ પ્લેસમાં તથા ભારતના ટોચના 6 ડેઝર્ટ સ્થળોમાં ક્રમાંકિત

પ્રતિષ્ઠિત, પુણે સ્થિત ક્યાની બેકરી, જે તેના શ્યુઝબરી બિસ્કિટ માટે વિશ્ર્વભરમાં લોકપ્રિય છે, તેણે ટેસ્ટ એટલાસ દ્વારા વિશ્ર્વના 150 સૌથી સુપ્રસિદ્ધ ડેઝર્ટ પ્લેસની યાદીમાં સ્થાન મેળવ્યું છે – વાનગીઓ અને સ્થાનિક ખાવા પીવાના સ્થળો જે વૈશ્ર્વિક ફૂડ માર્ગદર્શિકા છે અને હજારો સ્વાદો પર સંશોધન કરે છે. પુણેના કેમ્પ વિસ્તારમાં સ્થિત, પૂર્વ સ્ટ્રીટ પર કયાની બેકરીનું નામ પણ વિશ્ર્વમાં ભારતના છ ટોચના ડેઝર્ટ સ્થાનોમાં રાખવામાં આવ્યું છે.
કયાની બેકરીની સ્થાપના 1955માં ખોદાયાર અને હોરમઝદીયાર કયાની ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી, જેઓ ઈરાનથી મુંબઈ આવ્યા હતા, અને પછી પુણેમાં સ્થાયી થયા હતા. 1970 સુધીમાં આ બેકરી ખૂબ જ લોકપ્રિય બની હતી, જ્યારે તેમના પુત્રો, સોહરાબ અને પરવેઝ કયાનીએ સત્તા સંભાળી, અને જ્યારે તેમના અનુગામી, રૂસ્તમ કયાની, 1985માં 19 વર્ષની વયે આ વ્યવસાયમાં જોડાયા ત્યારે તે વધુ ઊંચાઈએ પહોંચી.
તેના શ્યુઝબરી બિસ્કિટ ઉપરાંત, કયાની બેકરી તેના અન્ય વ્યંજન માટે પણ જાણીતી છે, જેમાં બ્રેડ, કેક, ખારી અને અન્ય બિસ્કિટનો સમાવેશ થાય છે. કયાનીનું મેનુ વર્ષોથી મોટે ભાગે એકસરખું જ રહ્યું છે. હેન્ડ-ઓન ફેમિલી-રન બિઝનેસ ક્લાયંટની જરૂરિયાતો અને પસંદગીઓને પ્રાથમિકતા આપે છે અને સતત શ્રેષ્ઠ ગુણવત્તાની સેવા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Leave a Reply

*