રવિવારની એક સાંજે ખુશનમ તેના ધણી સોરાબ પાસે એક વાત મુકે છે, તમને થશે હું આખો દિવસ દીકરા- વહુની ભૂલ જ કાઢ્યાં રાખું છું પરંતુ તમે જ કહો આવી રીતે વાંરવાર બહાર નીકળી પડાઈ ખરૂં? ઘરની જવાબદારી જેવી કોઈ વસ્તુ છે કે નહિં? દર શનિવારે રવિવારે સાંજ થાય કે બહાર ભટકવા નીકળી પડવાનું! હવે તમે કંઈ કહો.
સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં સોરાબની હાલત સૂડી વચ્ચે સોપારી થઈ જતી હોય છે આવા સમયે પત્નીનો પક્ષ તો લેવાઈ નહિ. પક્ષ લેવાઈ જાય તો સાસુ વહુ વચ્ચેનો સંઘર્ષ વધે અને જો વહુની તરફદારી કરીએ તો પત્નીને ખરાબ લાગે અને વાત ઉંઘે પાટે ચાલી જાય. જેથી થોડું વિચારીને સોરાબ બોલ્યા, અરે સાંભળ આપણે ઘણાં ટાઇમથી બહાર ગયા નથી ચાલો આ વેકેશનમાં કશે જઈ આવ્યે, તું ઘણા સમયથી કહેતી હતી ને મારે કાશ્મીર જવું છે તો ચાલ ત્યાં જઈ આવ્યે. તારૂં માઈન્ડ ફ્રેશ થશે અને આપણને એકબીજા માટે સમય પણ મળશે.
એટલાંમાં ખુશનમ તરત બોલી ઉઠ્યા, કયાં કાશ્મીર જવાની વાત કરો છો અહીંયા જમીન પર તો માંડ બેસી શકું છું ત્યાં બરફમાં ક્યાં ચાલવા જઈશ. આ ઉંમરમાં હાડકા તૂટશે તો કોઈ બાપ સેવા કરવા આવવાનું નથી. પણ તેના બદલે બે શબ્દો સાંભળવા પડશે. કે શું આ ઉંમરે ફરવાના રહી ગયા હતા જવા દો અહીંયા જ કાશ્મીર અને અહીંયા જ ક્ધયાકુમારી હવે મુકો વાત.
સમય અને તક ને ઝડપી ને તરત સોરાબે પત્નીને કહ્યું મારી ખુશનમ, આપણે લગ્ન થયા ત્યારથી કોઈને કોઈ જવાબદારી નીચે આવતાં જ ગયા છે. પહેલાં ઘર પછી બાળકોને મોટા કરવાં, તેમને ભણાવવા, તેમના લગ્ન અને તેમના છોકરાં ઓને રાખવા, સમાજના વ્યવહાર જેવી અનેક જવાબદારી માંથી પરવાર્યા નથી. એક સાધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિમાં આપણે કેમ જીવ્યાં છે તે તો આપણે બે જ જાણીએ છીએ બરોબર ને?
ખુશનમ આસું સાથે વાતમાં હુંકારો ભરાવે છે. સોરાબ આગળ કહે છે, ત્યારે આપણી પાસે પેસા હતા નહિ અને તેવી પરિસ્થિતિ પણ નહતી કે આપણે બહાર જઇ શકીએ. આજે આપણી સાથે પરિસ્થિતિ પણ છે અને પેસા પણ છે છતાં શારીરિક તકલીફો ને લીધે આપણે કશે જવાની ઇચ્છા પણ થાય તો પણ નથી જઇ શકતાં. જે જુવાનીમાં મજા કરવી જોઈતી હતી તે કરી નહિ શક્યાં પરંતુ જે આપણે વેઠી ચુક્યા છે તેવું જ આપણા સંતાનો પણ વેઠે એવું શું તું ઈચ્છે છે? નહીં ને? આજે તેઓની ફરવાની અને મજા કરવાની ઉંમર છે થોડા વર્ષ પછી તેઓ પણ જવાબદારીમાં બંધાઈ જશે પછી તેઓ પણ આપણી જેમ વધુ બહાર નીકળી શકશે નહીં તો પછી અત્યારે કેમ અટકાવવા? આપણા વખતનો સમય, વ્યવહાર અને કરકસર અલગ હતી અને અત્યારે અલગ છે. આજે આપણાં સંતાનો ગધેડાની જેમ ઓફિસમાં કામ કરે છે આખા દિવસમાં પતિ પત્ની ને માંડ થોડો સમય મળે છે એકબીજા સાથે સમય ગાળવાનો પણ મોકો મળતો નથી અને તેમાં આપણે પણ સાથે રહીએ છીએ. તો આવી બધી નાની વાતોને મગજમાં લેવા કરતાં અત્યારે જે સુખ મળ્યું છે તેને ભોગવ. બહેનપણાં અને પિયરીયાની વાતોમાં આવીને પોતાના ઘરમાં રામાયણ કરશે તો તારે જ વેઠવું પડશે. સોરાબની આ વાત ખુશનમના મગજમાં તો ઉતરી પરંતુ જો આવી વાત સમાજના દરેક લોકોના મગજમાં ઉતરશે તો સંસારની ગાડી ક્યારે પણ પાટાપરથી ઉતરશે નહિ.
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025