પવિત્ર ડુંગરવાડીના વિશાળ પેવેલિયનનું – જમશેતજી રૂસ્તમજી સેઠના મંડપ (1938માં બાંધવામાં આવેલ) નું સંરક્ષણ અને પુન:સંગ્રહ તેમના માતા-પિતા – રોડા અને નોશીર પારડીવાલાના સન્માનમાં ભાઈ સાયરસ, દિનશા અને રશનેહ પારડીવાલાએ હાથ ધર્યું હતું. નવીનીકૃત પેવેલિયનનું ઉદ્ઘાટન 16મી નવેમ્બર, 2023ના રોજ એક શુભ જશન સમારોહ સાથે કરવામાં આવ્યું હતું.
સભાને સંબોધતા, દાતા ડો. રશનેહ પારડીવાલાએ આ પ્રોજેક્ટને પ્રેમનો શ્રમ ગણાવ્યો, તેના માતા-પિતાના સન્માનમાં, જેમણે તેમના ભાઈ-બહેનોમાં વિશ્ર્વાસનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ નોશીર પારડીવાલાએ સ્મારક તકતીનું અનાવરણ કર્યું હતું.
આ પ્રોજેકટ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન (સીઈઆરઈ) ના સ્થાપક અને નિયામક ડો. રશનેહ પારડીવાલાના મગજની ઉપજ હતી, જેઓ 2015 થી ડુંગરવાડીમાં જંગલની વિવિધતા સુધારવા માટે પ્રયાસ કરી રહ્યા છે. વિશાળ પેવેલિયનની બગડતી સ્થિતિ જોઈને, તેણીએ બીપીપીને સંપર્ક કર્યો કે તેના વ્યાપક પુન:સંગ્રહને હાથ ધરે. તેના પરિવારે પણ આ પ્રોજેકટમાં ઘણો ફાળો આપ્યો હતો. નવી હાઇલાઇટસમાં ત્રણ સ્ટેઇન્ડ-ગ્લાસ પેનલ્સ અને મિની મ્યુઝિયમ કોર્નરનું ઇન્સ્ટોલેશન શામેલ છે.
- જેજે હોસ્પિટલના પારસી વોર્ડમાં નવરોઝની ઉજવણી - 5 April2025
- ઝોરોસ્ટ્રિયન વિમેન્સ એસોસિએશન ઓફ સુરત દ્વારા પાણી બચાવો પર્ફોર્મન્સ - 5 April2025
- આવાં યઝદના પરબની ઉજવણી - 5 April2025