દાદર અથોરનાન સંસ્થા વાર્ષિક દિવસની ઉજવણી કરે છે

દાદર અથોરનાન સંસ્થા (ડીએઆઈ) એ તેનો વાર્ષિક દિવસ 17મી ડિસેમ્બર, 2023 ના રોજ મંચેરજી જોશી હોલમાં ઈરાનશાહના વડા દસ્તુરજી અને અથોરનાન મંડળના પ્રમુખ ખુરશેદ દસ્તુર અને મુખ્ય અતિથિ રોક્સાના પરેલવાલા, પ્રિન્સિપાલ, દાદર પારસી યુથ એસેમ્બલી (ડીપીવાઈએ) હાઇસ્કૂલની અધ્યક્ષતામાં ઉજવ્યો.
કાર્યક્રમની શરૂઆત હમબંદગી સાથે થઈ હતી અને ડીએઆઈના ભૂતપૂર્વ શિક્ષક અને જાણીતા ધર્મગુરૂ મરહુમ એરવદ કેકી ડોસાભાઈ પંથકીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. એરવદ સાયરસ દરબારી, અથોરનાન મંડળના માનદ સચિવ અને ટ્રસ્ટીએ દસ્તુરજી ખુરશેદનો પરિચય કરાવ્યો અને તેમનું સ્વાગત કર્યું, તેમની અનેક સિદ્ધિઓ અને પારસી સમુદાય માટેના તેમના સતત પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે પ્રિન્સિપાલ રોક્સાના પરેલવાલાની તેમની નમ્રતા અને ડીપીવાઈએ હાઈસ્કૂલમાં પોતાનું જીવન સમર્પિત કરવા માટે અનેક નામના અપાવી અને તેના ધોરણો વધારવા બદલ પણ પ્રશંસા કરી. દસ્તુરજી ખુરશેદે તેના તમામ પ્રયાસો અને સમુદાયને અસંખ્ય ધર્મગુરૂઓ અને વિદ્વાનો આપવા બદલ ડીએઆઈની પ્રશંસા કરી.
ડીએઆઈના પ્રિન્સિપાલ – એરવદ ડો. રામિયાર પી. કરંજીયાએ શૈક્ષણિક, પ્રાર્થના અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની સિદ્ધિઓને પ્રકાશિત કરતી સંસ્થાની પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ શેર કર્યો હતો. એરવદ મહેરઝાદ પરવેઝ તુરેલ, સિનિયર વીપી – કોટક મહિન્દ્રા બેંકને 35 વર્ષથી વધુ સમયથી સુરતના ગોટી આદરીયાનના પવિત્ર અગ્નિને સમર્પિત કરવા બદલ રૂસ્તમજી પંથકી શ્રેષ્ઠ ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરસ્કાર અને દસ્તુરજી ખુરશેદ દ્વારા પ્રશંસાપત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.
રોક્સાના પરેલવાલાએ એરવદ સાયરસ સિધવા દ્વારા સંપાદિત ઇન-હાઉસ મેગેઝિન નોલેજિયેટની વાર્ષિક આવૃત્તિ બહાર પાડી. તેણીએ પ્રાર્થના, શૈક્ષણિક, ધાર્મિક અભ્યાસ, અભ્યાસેતર પ્રવૃત્તિઓ અને રમતગમત સહિતની શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે વિદ્યાર્થીઓને પુરસ્કારો અને રોકડ રકમનું વિતરણ કર્યું. એરવદ સાયરસ દરબારીએ પુષ્પાંજલિ અર્પણ કરીને આભાર વ્યકત કર્યો હતો. સાંજના ઉત્તરાર્ધમાં શો, ડીએઆઈ હેઝ ગોટ ટેલેન્ટનો સમાવેશ થતો હતો, જેમાં વિદ્યાર્થીઓની પ્રતિભા દર્શાવવામાં આવી હતી, જેમાં મોનાજાત, શાહનામે, પ્રાર્થના પઠન, નૃત્ય અને સંગીતનાં સાધનો વગાડવામાં આવ્યા હતા. સાંજનું સમાપન નાસ્તો તથા છૈયે અમે જરથોસ્તી અને રાષ્ટ્રગીતની પ્રસ્તુતી સાથે થયું હતું.
ફોટો સૌજન્ય: એરવદ કૈઝાદ ચિનોય

Leave a Reply

*