મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
3જી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. નાની મુસાફરી કરી શકશો. બીજાને મદદ કરી આનંદમાં આવશો. નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. બને તો ખર્ચ પર કાબુ રાખી બચત કરવાનું ભુલતા નહીં. થોડું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 24, 26, 29, 1 છે.
Venus’ rule till 3rd February offers you the opportunity for short travels. You will feel joy in helping others. Ther will be no financial constraints. Try to control your expenses and save some money. Ensure to invest some money. Pray to Behram Yazad daily.
Lucky Dates: 24, 26, 29, 1
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
4થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા બોલવાથી બીજાને દુ:ખ થશે. જેટલી મહેનત કરશો તેટલું ફળ મળશે નહીં. રાહુ તમને નાની બાબતમાં પરેશાન કરશે. તમારા ખાસ માણસો પર વિશ્ર્વાસ મુકતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
Rahu’s rule till 4th March could have your words hurting others. You might not receive appropriate reward for your efforts. Rahu’s rule could cause you harassment over small matters. Do not trust even those close to you. For mental peace, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 25, 26, 27, 28
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને રાહુની દિનદશા શરૂ થયેલી છે. તમારા સીધા કામમાં પણ ખુબ મુશ્કેલી આવશે. તમારી પોતાની વસ્તુ તમને નહીં મળે. રાહુને કારણે તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. નાણાકીય મુશ્કેલી ખુબ વધી જશે. શેર સટ્ટાથી દૂર રહેજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 27, 28, 1 છે.
The onset of Rahu’s rule will make it very difficult for you to even execute your routine tasks. You will not be able to locate your own belongings. Rahu will rob you of your appetite and sleep. Finances could get strained. You are advised to stay away from the share market. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 24, 27, 28, 1
CANCER | કર્ક: ડ.હ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી જાણતા અજાણતા ધર્મના કામ થઈ જશે. જે પણ કામ કરશો તેમાં ભવિષ્યમાં આગળ વધવાનો રસ્તો શોધી રાખશો. મિત્રો સાથેના સંબંધમાં ખુબ સારા સારી થશે. ફેમીલી મેમ્બરને પણ ખુશ રાખી શકશો. એમની જોઈતી ચીજ આપી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 25, 26, 29 છે.
Jupiter’s ongoing rule will have you doing religious works, intentionally or otherwise. Your endeavours will pave the way for the future. Relations with friends will be excellent. You will be able to keep your family members happy and cater to their wants. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 24, 25, 26, 29
LEO | સિંહ: મ.ટ.
21મી એપ્રિલ સુધી મિત્ર ગ્રહ ગુરૂની દિનદશા ચાલશે. તમારા અટકેલા કામને ફરી ચાલુ કરી શકશો. તમારા હાથમાં લીધેલા કામને પુરા કરી શકશો. નવા કામ કરવા માટે હાલનો સમય ખુબ સારો છે. કામમાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ગુરૂની વધુ કૃપા મેળવવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 1 છે.
Jupiter’s rule till 21st April will help you restart your stalled works. You will be able to complete all your work on undertaken. This is an excellent phase to take on any new ventures – you will taste great success. Financial prosperity is indicated. To gain the greater graces of Jupiter, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 26, 27, 28, 1
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે. તમે તમારા અગત્યના કામો બાજુ પર મુકીને નહીં કરવાના કામ પાછળ સમય બગાડશો. ખાવા પીવા પર ધ્યાન આપજો નહીં તો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. પેટની માંદગીથી વધારે પરેશાન થશો. નાણાકીય મુશ્કેલી આવશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 27, 29 છે.
Saturn’s rule till 23rd March will have you wasting your time behind doing unnecessary tasks and keeping aside your important ones! Pay attention to your diet or else your health could get affected. You could suffer from stomach-related ailments. Financial challenges are predicted. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 24, 25, 27, 29
LIBRA | તુલા: ર.ત.
18મી માર્ચ સુધી શુક્રના મિત્ર બુધની દિનદશા ચાલશે. મુશ્કેલીભર્યા કામ બુધ્ધિ વાપરી સહેલા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. નાણા કેમ બચાવવા તે શીખી જશો. થોડી રકમને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવામાં સફળ થશો. ખાસ માણસનું દિલ જીતી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 28, 1 છે.
Mercury’s rule till 18th March helps you resolve any difficult tasks smoothly with the use of your intelligence. Financial prosperity is indicated. You will learn how to save money. You will be able to invest a part of your income. You will win over the heart of someone close. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 25, 26, 28, 1
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા રોજના કામ સમય પર પુરા કરી શકશો. બુધ્ધિ વાપરી હીસાબી કામથી ધનલાભ મેળવી શકશો. મિત્રોનો સાથ મલવાથી નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 26, 27, 29 છે.
The onset of Mercury’s rule enables you to complete your daily chores on time. Using your intelligence in accounts related works will gain you profits. The support of friends will get you out of any financial difficulties. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 24, 26, 27, 29
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ થયેલી છે. 21મી માર્ચ સુધી તમને નાની બાબતમાં ગુસ્સો આવી જશે. ફેમીલી અથવા મિત્રો સાથેના સારા સંબંધને ખરાબ ન કરવા માગતા હો તો બોલવામાં કંટ્રોલ રાખજો. તમારી સાથે કામ કરનાર લોકો સાથે મીસઅન્ડરસ્ટેન્ડીંગ ન થાય તેનું ધ્યાન આપજો. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો
શુકનવંતી તા. 25, 27, 28, 1 છે.
The onset of Mars’ rule till 21st March, has you losing your temper over petty issues. Ensure to practice control over the words you speak, if you wish to maintain cordial relations with family and friends. Take extra care to see that no misunderstandings crop up with your colleagues. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 25, 27, 28, 1
CAPRICORN | મકર: ખ.જ.
23મી માર્ચ સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. તમે દરેક બાબતમાં આનંદમાં રહેશો. તમારા હાથથી બીજાના માટે સારા કામ કરવામાં સફળ થશો. મનને શાંત રાખીને ડીસીઝન લઈ શકશો. બીજાની સલાહ માનશો પરંતુ કરશો તમારા મનનું. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 24, 25, 27, 29 છે.
The Moon’s rule till 23rd March will have you feeling happy in all areas. You will be able to do good deeds for others. You will take decisions with a calm mind. You will be open to the advice from others but will do as per your mind. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 24, 25, 27, 29
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
4થી માર્ચ સુધી સુર્યની દિનદશા ચાલશે તબિયતની ખાસ કાળજી લેજો. ખાવા પીવાથી થતી બીમારી આવવાના ચાન્સ છે. દવા પાછળ ખર્ચ થશે. ઉતરતી સુર્યની દિનદશા માથાનો દુખાવો આપશે. સરકારી કામ કરતા નહીં તેમાં મુશ્કેલીઓ આવશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28, 1 છે.
The Sun’s rule till 4th March suggests that you take extra special care of your health. You could suffer from ailments caused by your diet. You could end up spending over medical expenses. The descending Sun’s rule could cause you headaches. Do not try to do any government-related works as you will face difficulties. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 25, 26, 28, 1
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે. બીજાને કામમાં મદદ કરવાથી મનને આનંદમાં રાકી શકશો. અપોજીટ સેકસને મદદ કરવાથી તેમની ભલી દુઆ મેળવી શકશો. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. બને તો થોડી કરકસર કરવાની કોશીશ કરજો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 25, 26, 29 છે.
Venus’ rule till 14th March has you helping others and feeling joy. Helping members of the opposite gender will gain you their blessings. Financial progress is indicated. Try to put in extra effort to earn money. Ensure to make investments. Pray to Behram Yazad daily.
Lucky Dates: 24, 25, 26, 29
- Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024