પ્રિય વાચકો,
તમને અમારો બમ્પર પારસી ટાઈમ્સ જમશેદી નવરોઝ સ્પેશિયલ ઈશ્યૂ રજૂ કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે, જે તમને સકારાત્મકતાથી ભરપૂર, ઉત્સવના મૂડમાં લાવવાની ખાતરી આપે છે!
આપણે કુટુંબ અને પ્રિયજનોની વચ્ચે આપણા શુભ દિવસોની ઉજવણી કરીએ છીએ, ઘણીવાર આપણે જે ફરિયાદો, અફસોસ અને અસંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તેમાં કૃતજ્ઞતા, આભાર ખોવાઈ જાય છે. ખાલી અડધા ગ્લાસ વિશે આપણે એટલા વળગી પડીએ છીએ, કે આપણે ભરેલા બાકીના અડધા માટે આભાર માનવાનું ભૂલી જઈએ છીએ, આપણે આપણા આશીર્વાદ ગણવાનું ભૂલી જઈએ છીએ. એ ભયાનક કામ વિશે આપણે વિચારતા રહીએ છીએ જે બેરોજગારોનું સપનું હોય છે જે ઘર આપણને ખૂબ નાનું કે ખૂબ જ અવ્યવસ્થિતથ લાગે છે તે બેઘર લોકોનું સપનું હોય છે… તે કુટુંબ કે જેની સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવામાં આપણે ખૂબ વ્યસ્ત હોઈએ છીએ અને સમય આપી શકતા નથી પરંતુ જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમનું સ્વપ્ન આપણા ચહેરા પર જે સ્મિત વિના પ્રયાસે ચમકે છે તે હતાશ લોકોનું સ્વપ્ન હોય છે…. સહેજ (અથવા સહેજ કરતાં વધુ) વજનવાળા શરીર કે જેને પોતાની જાતને અરીસામાં જોતા નફરત થાય છે પરંતુ તેવા લોકોનો વિચાર કરો જે શારીરિક રીતે બીમાર છે અથવા વિકલાંગ છે.
આપણી નવરોઝ-વિશિષ્ટ વિશેષતાઓ સપ્તાહના અંતની જમશેદી નવરોઝથી શરૂઆત કરવાની આશા રાખે છે – તે લેખોથી જ જે તમને મહત્વપૂર્ણ સત્યો સાથે ફરીથી પરિચિત કરાવશે, પછી તે ધર્મ, ફિલસૂફી, સ્વ-સંભાળ, આરોગ્ય અને સુખાકારી, હાસ્ય અને તેનાથી વધુ છે!
ટીમ પીટી વતી, બધાને જમશેદી નવરોઝ મુબારક! આપણે બધા એકતામાં, સમૃદ્ધિમાં, સુખમાં અને સકારાત્મકતામાં એક સમુદાય તરીકે સાથે આગળ વધીએ!
– અનાહિતા
- Who Really Needs ‘Protecting’? - 16 November2024
- USA Trumped! - 9 November2024
- Showers Of Wisdom - 2 November2024