ફોર ઓન ઇલેવન નામની ડોક્યુમેન્ટરી, જે ભારતીય ક્રિકેટ પર પારસી સમુદાયના પ્રભાવને પ્રકાશિત કરે છે અને પારસી ક્રિકેટના આઈક્ધસ – નરી કોન્ટ્રાક્ટર, ફરોખ એન્જિનિયર, રૂસી સુરતી અને પોલી ઉમરીગરની પ્રેરણાદાયી અને ઉત્કૃષ્ટ કારકિર્દીની ઉજવણી કરે છે, તે ટૂંક સમયમાં જ યુવાન, હૈદરાબાદ સ્થિત ફિલ્મ નિર્માતા – શ્રીકરણ બીચરાજુ દ્વારા લોન્ચ કરવામાં આવશે. તેમના દસ્તાવેજી દિગ્દર્શક તરીકેની શરૂઆતને ચિહ્નિત કરીને, ફોર ઓન ઈલેવન દિગ્ગજ ક્રિકેટરો વિશે ખૂબ સંશોધન કર્યા પછી બનાવવામાં આવી છેે અને 1961ની ટેસ્ટ મેચમાં તેમની ઐતિહાસિક જીતની પણ શોધ કરે છે જેણે તેમને ખૂબ જ ખ્યાતિ અને કીર્તિમાં સ્થાન આપ્યું હતું.
મુંબઈના પારસી જીમખાના ખાતે ફિલ્માંકન કરાયેલ દૂરદર્શનના ભૂતપૂર્વ પ્રસારણકર્તા ફ્રેદુન દે વીતરે દ્વારા દોષરહિત રીતે વર્ણવવામાં આવેલ, 56 મિનિટની આ ડોક્યુમેન્ટરીમાં ડાયના એદલજી પણ છે, જે એકમાત્ર પારસી મહિલા ક્રિકેટર અને આઈસીસી હોલ ઓફ ફેમ સભ્ય છે. તે રમતમાં પારસી મહિલાઓના ભૂલી ગયેલા યોગદાનને પણ પ્રકાશિત કરે છે. આઈસીસી અમ્પાયર – શાહવીર તારાપોર સહિત સમુદાયના અન્ય અગ્રણી વ્યક્તિઓ પારસી જીમના ઉપપ્રમુખ – ખોદાદાદ યઝદેગાર્દી; મુંબઈ અંડર-16 સીલેકટર – કેરસી પાવરી, અને ભૂતપૂર્વ તાંઝાનિયા રાષ્ટ્રીય ટીમના બોલિંગ કોચ – વિસ્પી મહેતા દ્વારા પણ રસપ્રદ આંતરદૃષ્ટિ આપવામાં આવે છે; ડોક્યુમેન્ટરીમાં લેટ માણેક ગોલવાલા ટી10 ક્રિકેટ લીગ ટુર્નામેન્ટસ દ્વારા ભારતીય ક્રિકેટ પર પારસી સમુદાયની અસરની પણ શોધ કરવામાં આવી છે.
આ ડોક્યુમેન્ટરી શેર કરે છે કે કેવી રીતે ક્રિકેટની શરૂઆત એક સંસ્થાનવાદી રમત તરીકે થઈ, ભારતમાં તેનો પ્રવેશ, અને કેવી રીતે પારસીઓ આ રમત રમવાને સ્વીકારનારા સૌપ્રથમ હતા, 1886માં 20 પારસી ક્રિકેટરોના જૂથે આ રમત શીખવા માટે ઈંગ્લેન્ડની યાત્રા શરૂ કરી, જે 1961માં ભારતીય 11માંથી ચાર ક્રિકેટરોમાં પરિણમ્યું, જેમાં કેપ્ટન નરી કોન્ટ્રાક્ટર, વિકેટ કીપર ફરોખ એન્જિનિયર, ઓલરાઉન્ડર રૂસી સુરતી અને સૌથી વરિષ્ઠ ખેલાડી – પોલી ઉમરીગરનો સમાવેશ થાય છે, જેમણે રમતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આ ફિલ્મ ટૂંક સમયમાં મુંબઈના પારસી જીમખાનામાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સ્વર્ગીય માણેક ગોલવાલા ટી10 ટૂર્ની તેમજ હૈદરાબાદ અને દિલ્હી પારસી અંજુમન્સમાં દર્શાવવામાં આવશે. ફોર ઓન ઈલેવનનું ટ્રેલર જુઓ: https://youtu.be/dZsg0NiW-QA
ડોક્યુમેન્ટરી ફોર ઓન ઈલેવનમાં પારસી ક્રિકેટ આઇક્ધસની ઉજવણી
Latest posts by PT Reporter (see all)