યંગ રથેસ્ટાર્સ એ દાદર, મુંબઈ સ્થિત પારસીઓનું એક જૂથ છે જે મુંબઈ, પૂણે અને અંતરિયાળ ગામોમાં શૈક્ષણિક સહાય, તબીબી સહાય, નાણાકીય સહાય અનાજ અને અન્ય ઘરવપરાશની વસ્તુઓનું વિતરણ કરીને ગુજરાતના ગરીબ અને જરૂરિયાતમંદ પારસી પરિવારો સુધી પહોચાડે છે.
છેલ્લા બે દાયકાના વધુ સમયથી, ગુજરાત ગરીબી રાહત પ્રોજેકટના ભાગરૂપે યુવા રથેસ્ટાર્સની સમિતિના સભ્યો વ્યક્તિગત રીતે ગુજરાતના અંતરિયાળ ગામોની મુલાકાત લઈ રહ્યા છે. આ વર્ષે ઉમદા ટીમ દ્વારા અરનવાઝ મિસ્ત્રી, હોમિયાર ડોક્ટર, શિરાઝ ગાર્ડ, અસ્પી એલાવીયા અને અસ્પી તાંતરાનો સમાવેશ કરીને 21મી થી 23મી ફેબ્રુઆરી, 2024 દરમિયાન અન્ય સફળ વાર્ષિક ખાદ્ય વિતરણ શિબિર જોવા મળી હતી.
અંકલેશ્વર ખાતે બેઝ કેમ્પની સ્થાપના કરીને, યંગ રથેસ્ટાર્સની ટીમે 20 અંતરિયાળ ગામોને આવરી લીધા – જેમાં બોરભાથા, માંડવી, આંબાપારડી, આંબાવાડી, વરેટપેટીયા, સથવાવ, ઘોઘંબા, જાખરડા, વાંકલ, બોરિયા, ઝંખવાવ, સાણંધરા, માડી, બલદા, રાજપીપળા, ખોડંબા, રેગામા, સુરલ, અંકલેશ્વર અને ગણદેવીનો સમાવેશ થાય છે જેમાં તેઓ અહીં રહેતા ગરીબ સમુદાયના સભ્યો માટે ખૂબ જ જરૂરી રાશન અને ઉપયોગિતા વસ્તુઓ પ્રદાન કરે છે.
આ વર્ષે, 60 થી વધુ પરિવારોને સદરા, તેલ, કઠોળ, અનાજ, ઘરવપરાશનો સામાન, ચાદર, ધાબળા, નેપક્ધિસ, ટુવાલ, ચા, ખાંડ, ઊન અને ઘણું બધું આપવામાં આવ્યું હતું. ટીમે લાભાર્થીઓ સાથે સમય પસાર કરવાનું સુનિશ્ચિત કર્યું અને તેઓને સારી રીતે ટેકો મળે તેની ખાતરી કરવા માટે તબીબી સહાય અને શૈક્ષણિક સહાય પણ પૂરી પાડી.
પારસી ટાઈમ્સ સાથે વાત કરતા, અરનવાઝ મિસ્ત્રીએ શેર કર્યું, પરિવારોની મુલાકાત લેવાનો હંમેશા હૃદયસ્પર્શી અનુભવ છે અને અમારૂં ઉષ્માભર્યું સ્વાગત એ અમૂલ્ય લાગણી છે. તેમણે તે ઉત્સાહ વિશે વાત કરી કે જેની સાથે પારસીપણું અને પરંપરાઓ હજુ પણ તેમના ઘરોમાં, તેમની પડકારજનક પરિસ્થિતિઓ હોવા છતાં ચાલુ રહે છે. હું તમામ દાતાઓ અને શુભેચ્છકોનો આભાર માનું છું અને હું આ ઉમદા કાર્યને ચાલુ રાખવા માટેના મિશનને ચાલુ રાખવાની આશા રાખું છું એમ તેમણે ઉમેર્યું.
આ ઉમદા હેતુમાં યોગદાન આપવા માટે, અને વિગતો માટે, અરનવાઝ મિસ્ત્રી (પ્રમુખ): 9821009289 અને હોમિયાર ડોક્ટર (વાઈસ પ્રેસિડેન્ટ): 8693822722 સાથે સંપર્ક કરો.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024