મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
શુક્ર જેવા મોજીલા અને વૈભવ આપનાર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. તમારા મોજ શોખ વધી જશે. ખાવા પીવા તથા હરવા ફરવામાં ખર્ચ વધી જવા છતાં તમે નાણાંકીય મુશ્કેલીમાં નહીં આવો. સહેલાઈથી ધન મેળવી શકશો. ફેમિલી સાથેના સંબંધોમાં સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 9, 10, 14, 15 છે.
Venus’ ongoing rule will ensure to realize all your sincere wishes. Your inclinations for fun and enjoyment will increase. Despite spending on food and travel and entertainment, you will not be short financially. You will be able to easily earn money. Relations with family will prosper. Pray to Behram Yazad daily.
Lucky Dates: 9, 10, 14, 15
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
હાલમાં 14મી મે સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ થયેલી હોવાથી તમારા કામકાજમાં તમને ખૂબ સંતોષ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સારો સમય છે. નવા મિત્રો મળવાથી વધુ આનંદમાં આવી જશો. આજથી ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
The onset of Venus’ rule till 14th May brings you immense job satisfaction. Financial progress is predicted. This is a good time to make investments. Making new friends will greatly add to your happiness. Starting today, pray to Behram Yazad daily.
Lucky Dates: 10, 11, 12, 13
GEMINI | મિથુન: ક.છ.ઘ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી 3જી એપ્રિલ સુધી તમારા કામકાજની ઉપર ખૂબજ ધ્યાન આપવા છતાં તમારી નાની ભૂલ તમને પરેશાન કરી નાખશે. રાહુને કારણે મનગમતી વ્યક્તિ નાની બાબતની અંદર નારાજ થઈ જશે. હાલમાં ખૂબ સંભાળીને ખર્ચ કરવામાં ધ્યાન આપશો તો પણ ખોટા ખર્ચા થઈ જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 9, 11, 14, 15 છે.
Rahu’s ongoing rule till 3rd April, will cause even your smallest mistake at the workplace to get magnified despite your efforts. A favourite person will get upset with you over petty issues. Despite being very controlled about spending money, you will end up having to incur unnecessary expenses. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 9, 11, 14, 15
CANCER | કર્ક: ડ.હ.
23મી માર્ચ સુધી ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધર્મના કામો કરવામાં સફળ થશો. તમે જે પણ ડિસિઝન લેશો તે ભવિષ્યમાં તમને ફાયદો આપી જશે. ગુરૂની કૃપાથી હાલમાં તમને ધન મેળવવા માટે કોઈ મુશ્કેલી નહીં આવે. અચાનક ધનલાભ મલવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 11, 15 છે.
Jupiter’s rule till 23rd March has you effectively doing religious works. All your decisions made during this phase will prove beneficial in the future. With Jupiter’s graces, you will face no difficulty in earning money. Sudden financial windfall is predicted. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 9, 10, 11, 15
LEO | સિંહ: મ.ટ.
21મી એપ્રિલ સુધી તમારી રાશિના માલિક સુર્યના મિત્ર ગ્રહ ગુરૂની દિનદશા ચાલશે. તમે જેટલો સમય ફેમિલી મેમ્બર સાથે પસાર કરશો એટલા ફેમિલી મેમ્બર વધુ ખુશ રહેશે. નોકરી કરતા હશો તો નાના ધનલાભ મળવાથી ખુશીમાં રહેશો. બીજાના મદદગાર બની શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 13, 14 છે.
Jupiter’s rule till 21st April suggests that the more time you spend with family members, the happier you will be able to keep them. Those employed could receive a bonus from the workplace. You will be able to help others. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 10, 11, 13, 14
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
23મી માર્ચ સુધી શનિની દિનશા ચાલશે. તમે ખોટી ચિંતા કરીને તબિયત બગાડી દેશો. બીજાઓ ભૂલ કરશે તમારે ભોગવવું પડશે. હાલમાં ધણી ધણીયાણીમાં નાની બાબતની અંદર મતભેદ પડતા રહેશે. પ્રેમમાં પડેલા લોકો એકબીજાને ઓછું મળવાનું રાખજો નહીતો સંબંધ ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 12, 13, 15 છે.
Saturn’s rule till 23rd March will have you worrying unnecessarily and spoiling your health. You could have to pay for the mistakes of others. Couples could end up squabbling over petty matters. Those in romantic relationships are advised to lessen the frequency of meeting, as this phase could spoil relationships. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 9, 12, 13, 15
LIBRA | તુલા: ર.ત.
18મી માર્ચ સુધી બુધની દિનદશા ચાલશે. તમારે ઘરમાં જે વસ્તુ વસાવી હોય તેને પહેલા લઈ લેજો. કોઈબી વ્યક્તિ સાથે હાલમાં નાણાકીય લેતી દેતી કરતા નહીં. નાના કામો પૂરા કરવામાં સફળ થશો. બને તો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મીઠી જબાન વાપરી બીજાના દિલ જીતી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 14, 15 છે.
Mercury’s rule till 18th March suggests that you make any purchases related to the house first. Do not indulge in any kind of financial transactions with anyone. You will be able to complete your small tasks. Try to invest a little money. You will win over the hearts of people with your sweet tongue. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 10, 11, 14, 15
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
17મી એપ્રિલ સુધી બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે. તમે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખીને બગડતા કામને સુધારી શકશો. મનની વાત કહેવા માટે બુદ્ધિનો ઉપયોગ કરજો. મનની વાત જેને કહેવી હોય તેને કહી શકશો. કામકાજની અંદર સારા સારી થતી જશે. નવા કામ મેળવવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 12, 13 છે.
Mercury’s rule till 17th April will help you control your temper and resolve any problematic issues. Use your intelligence while speaking out your thoughts. You will be able to share your thoughts with those you wish to. Progress in work is indicated. You will get new work projects. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 9, 10, 12, 13
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
21મી માર્ચ સુધી મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે. ભાઈ-બહેનો સાથે મતભેદ પડવાના ચાન્સ છે. લગ્ન કરવા માંગતા હો તો લગ્નની વાત આગળ નહીં આવે. હાલમાં તમે હિંમત ભરેલા કામો કરવાથી દૂર રહેજો. વાહન ચલાવતા હો તો વાહન સંભાળીને ચલાવજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણતા મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 11, 12, 14, 15 છે.
Mars’ rule till 21st March predicts potential quarrels with siblings. Those wanting to get married might have to wait for a while. Do not try to take any risks. Be very careful while driving /riding your vehicles. For mental peace, pray the Tir Yasht daily.
Lucky Dates: 11, 12, 14, 15
CAPRICORN | મકર: ખ.જ.
23મી માર્ચ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. હાલમાં ફેમિલી મેમ્બરનું દિલ જીતી લેવામાં વાર નહીં લાગે. સામાજિક કે સોશિયલ કામો કરવાથી વધુ આનંદમાં આવી જશો. રોજબરોજના કામો ખૂબ સારી રીતે કરવાથી ઉપરી વર્ગ ખુશ રહેશે. નાનો ધનલાભ મળશે.દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 9, 10, 13, 14 છે.
The Moon’s rule till 23rd March will help you win over the hearts of family members easily. Social work and community service will bring you much joy. Your senior colleagues will be pleased with your daily performance at work. Small bonus is on the cards. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 9, 10, 13, 14
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમોને શીતળચંદ્રની દિનદશા ચાલુ થયેલી છે. તેથી તમારા તન અને મનનો ભાર ઓછો કરવામાં સફળ થશો. અધૂરા કામને તમે તમારા મનથી પુરાં કરવામાં સફળ થશો. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. ધનલાભ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેવાથી ખર્ચ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 9, 13, 14, 15 છે.
The onset of the Moon’s rule helps reduce any physical ailments and mental anxieties. You will be able to complete any unfinished works. You could get opportunities to travel abroad. A windfall is indicated. Your financial progress will take care of any expenses. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 9, 13, 14, 15
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
પહેલા ચાર દિવસમાં તમારા મોજશોખ ને પૂરા કરી શકશો. ચાર દિવસમાં બાળકોની ડિમાન્ડ પૂરી કરી આપજો. બીજાના મદદગાર બની શકશો. 14મી માર્ચથી શરૂ થતી સુર્યની દિનદશા તમારા મગજને ફેરવી નાખશે. અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે. ડોક્ટર પાસે જવામાં બેદરકારી કરતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ સાથે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.
You have 4 days remaining to spend in having fun and entertainment – ensure to cater to the wants of children during this time. You will be able to help others. The Sun’s rule, starting 14th March, will impact your temperament. Your health could suddenly fail. Do not hesitate to see the doctor. Pray to Behram Yazad along with the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 9, 10, 11, 12