સુનાવાલા અગિયારી ખાતે આવાં અર્દવિસુર પરબ

માહિમ સ્થિત શેઠ એદલજી રૂસ્તમજી સુનાવાલા અગિયારી ખાતે વાર્ષિક આવાં મહિનાનું જશન પંથકી એરવદ કેરસાસ્પ સિધવા અને એરવદ આદિલ દેસાઈની આગેવાનીમાં જશન સાથે કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જશન બાદ હોલમાં હમબંદગી કરવામાં આવી હતી. આ પછી ઉનાળામાં દૈવી સૌંદય ઠંડકભર્યું વાતાવરણ ઉમેરતું અને ગુલાબની પાંખડીઓ અને ફૂલોની જાળીઓથી સજાવેલા કુવાની આસપાસ અન્ય હમબંદગી કરવામાં આવી હતી. બધા માટે હળવા નાસ્તા અને તાજગી આપનાર તરબૂચના રસ સાથે કાર્યનું સમાપન થયું.

Leave a Reply

*