એકવાર બે માણસો એક મંદિર પાસે બેસીને ગપ્પાં મારતા હતા. ત્યાં અંધારૂ થયું અને વાદળો મંડરાતા ગયા.
થોડી વાર પછી એક માણસ ત્યાં આવ્યો અને તે પણ બંને સાથે બેસી ગયો અને ગપસપ કરવા લાગ્યો.
એકાદ કલાક બાદ તે અજાણ્યા માણસે કહ્યું કે તેને ખૂબ ભૂખ લાગી છે, પેલા બંનેને પણ ભૂખ લાગી હતી. પહેલા માણસે કહ્યું, મારી પાસે 3 રોટલી છે, બીજાએ કહ્યું, મારી પાસે 5 રોટલી છે, આપણે ત્રણેય તેને સરખા ભાગે વહેંચીને ખાઈશું.
તે પછી પ્રશ્ર્ન આવ્યો કે આપણે ત્રણ લોકો વચ્ચે 8 (3+5) રોટલી કેવી રીતે વહેંચી શકીશું?
પ્રથમ વ્યક્તિએ સલાહ આપી કે ચાલો દરેક રોટલીના 3-3 ટુકડાઓ કરીએ એટલે કે, 8 રોટલીને 24 ટુકડાઓમાં વહેંચવામાં આવશે (8ડ3=24) અને દરેકને 8 ટુકડાઓ આપણા ત્રણેયમાં સમાનરૂપે વહેંચવામાં આવશે.
ત્રણેયને તેનો વિચાર ગમ્યો અને રોટલીના 8 ટુકડા કરીને 24 ટુકડા કર્યા પછી, તેઓએ 8 – 8 ટુકડા ખાઈને ભૂખ સંતોષી અને પછી વરસાદને કારણે મંદિરના પ્રાંગણમાં સૂઈ ગયા.
સવારે ઉઠીને, ત્રીજા માણસે બંનેની દયા બદલ આભાર માન્યો અને પ્રેમથી તેમને 8 રોટલીના ટુકડાના બદલામાં 8 સોનાની ગીની ભેટ આપી અને પોતાના ઘર તરફ ગયો.
તેના ગયા પછી, બીજા માણસે પહેલા માણસને કહ્યું, ચાલો આપણે બંને 4-4 ગિનીઓ વહેંચી લઈએ.
પહેલા માણસે કહ્યું ના, મારી પાસે 3 રોટલી હતી અને તમારી પાસે 5 રોટલી હતી, તો હું 3 ગીની લઈશ, અને તમારે 5 ગીની રાખવા પડશે. આ બાબતે બંને વચ્ચે મીઠી રકઝક શરૂ થઈ પણ કોઈ નિર્ણય ન આવ્યો.
આ પછી બંને મંદિરના પૂજારી પાસે ગયા અને તેમને સમસ્યા જણાવી અને ઉકેલ માટે પ્રાર્થના કરી.
પૂજારી પણ મૂંઝવણમાં પડ્યા, બંને એકબીજાને વધુ આપવા માટે લડી રહ્યા છે. પૂજારીએ કહ્યું, તમે લોકો આ 8 ગીનીઓને મારી પાસે છોડી દો અને મને વિચારવાનો સમય આપો, હું કાલે સવારે ઉકેલ આપીશ.
રાત્રે પૂજારી ગાઢ નિંદ્રામાં સરી પડ્યો. થોડા સમય પછી, ભગવાન તેના સ્વપ્નમાં દેખાયા અને પૂજારીએ તેને આ બધું કહ્યું અને ન્યાયિક માર્ગદર્શન માટે પ્રાર્થના કરી અને કહ્યું કે મારા મતે તો બંને ને 3-5 ભાગ યોગ્ય લાગે છે.
ભગવાન હસ્યા અને બોલ્યા – ના, પહેલા માણસને 1 ગિની અને બીજા માણસને 7 ગિની મળવા જોઈએ. ભગવાનના આ શબ્દો સાંભળીને પૂજારી આશ્ચર્યચકિત થઈ ગયા અને આશ્ચર્યમાં પૂછ્યું – પ્રભુ, કેવી રીતે?
ભગવાને ફરી એકવાર હસીને કહ્યું, એમાં કોઈ શંકા નથી કે પહેલા માણસે તેની 3 રોટલીના 9 ટુકડા કર્યા પરંતુ તે 9 માંથી તેણે માત્ર 1 ભાગ પાડ્યો અને 8 ટુકડા તો પોતે જ ખાધા છે એટલે કે તેનું બલિદાન માત્ર 1 રોટલીનું હતું, તેથી તે હકદાર છે માત્ર 1 ગિની માટે જયારે કે બીજા માણસે તેની 5 રોટલીના 15 ટુકડાઓ કર્યા, જેમાંથી અમને પોતે 8 જ ટુકડા ખાધા અને 7 ટુકડાઓ વહેંચ્યા. એટલે ન્યાય અનુસાર, તે 7 ગિનીઓનો અધિકારી છે.. આ મારું ગણિત છે અને આ મારો ન્યાય છે!
ઈશ્વરના ન્યાયનું સચોટ પૃથ્થકરણ સાંભળીને પૂજારી નતમસ્તક થઇ ગયા.
આખી વાર્તાનો સાર એ છે કે પરિસ્થિતિને જોવાનો અને સમજવાનો આપણો દ્રષ્ટિકોણ અને ઈશ્વરનો દ્રષ્ટિકોણ સાવ અલગ જ છે. ઈશ્વરીય ન્યાયને જાણવા અને સમજવામાં આપણે સાવ અજાણ છીએ.
આપણે આપણા ત્યાગની પ્રશંસા કરીએ છીએ, પરંતુ ભગવાન આપણા ત્યાગને આપણી ક્ષમતાઓ અને ઉદારતા સાથે સરખાવીને યોગ્ય નિર્ણય લે છે.
આપણે કેટલા શ્રીમંત છીએ. આપણી પાસે કેટલા લાખની જમીન છે કે કેટલા લાખના શેર્સ છે, એ અગત્યનું નથી, પણ કેટલો ભાગ સેવા કાર્યમાં કાઢી શકીએ છીએ એ મહત્વપૂર્ણ છે. ભગવાન એ આધારે આપણા ચોપડામાં પૂણ્યકર્મ જમા કરે છે.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025