ભારતની સૌથી વધુ ઊંચાઈએ પંચગનીમાં આવેલી અગિયારી, શેઠ નાનાભોય બેજનજી ચોકસી દરેમહેરેની 20મી એપ્રિલ, 2024ના રોજ આતશ પાદશાહની ભવ્ય 94મી સાલગ્રેહની (શહેનશાહી રોજ આદર, માહ આદર) ઉજવણી કરવામાં આવી હતી.
પંથકી એરવદ અરઝાન કરંજીયા અને તેમના પિતા એરવદ પરવેઝ કરંજીયા દ્વારા ખુશાલીનું જશન પંચગની અંજુમનના ટ્રસ્ટીઓ અને મુલાકાતે આવેલા જરથોસ્તીઓની હાજરીમાં, સવારે 10:30 વાગ્યે કરવામાં આવ્યું હતું. આ પછી એક કલાક બાદ માચી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌએ ઉમળકાભેર પારસી ટાઈમ્સ માટે ગ્રુપ ફોટો પડાવ્યો અને બાદમાં ટ્રસ્ટીઓ સમસ્ત અંજુમન મીટીંગ માટે અગીયારી ખાતેના મીટીંગ રૂમમાં એકઠા થયા હતા.
Latest posts by PT Reporter (see all)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024