શું આપણે કોઈને મદદ કરવાનું કાર્ય કરીએ છીએ…કે તે આપણા દ્વારા કરવામાં આવે છે??
બંને સવાલોના જવાબ શું હા હોઈ શકે છે? તે રજૂ કરવા હું તમને એક ટુચકો રજૂ કરૂં છું.
આર્ટ ઓફ લિવિંગનો બેઝિક કોર્સ કરતી વખતે અમને એકવાર કહેવામાં આવ્યું કે આગામી 15 મિનિટ માટે આ હોલની બહાર જાઓ અને કોઈની મદદ કરો. સમય શરૂ થયો અને અમે બહાર નીકળ્યા.
અમે મદદ કરવા માટે કોઈને શોધવાનું શરૂ કર્યું. રોડ ટ્રાફિકથી ભરેલો હતો. એક દાદી હાથમાં ભારે થેલી લઈને ચાલી રહ્યા હતા. અમારામાંથી એક ત્યાં દોડી ગયો અને ખૂબ જ નમ્રતાથી કહ્યું, દાદી, તમે ક્યાં જવા માંગો છો? શું હું તમારી બેગ પકડી તમને મદદ કરી શકું છું? આ શબ્દો પર, દાદી શંકાસ્પદ રીતે બાજુએ ખસી ગયા અને મોટા અવાજે કહ્યું, બાજુ થઈ જાવ મને તમારી મદદની કોઈ જરૂરત નથી. આવ્યા મોટા મદદ કરવા વાલા! એક પ્રયાસ નિષ્ફળ ગયો..
માત્ર દસ મિનિટ બાકી હતી. ફરીથી શોધ શરૂ થઈ. રસ્તાની બાજુમાં ફાટેલા કપડામાં એક ગરીબ છોકરી જોવા મળી. અમે ત્યાં દોડ્યા. નજીકમાં એક વડાપાવની ગાડી હતી. મેં તેને કહ્યું કે શું હું તારા માટે એક વડાપાવ લઈ આવ. તેણીએ અમને શંકાસ્પદ નજરે જોયા. ના ના ના કહીને તે ભાગી ગઈ.
હવે ફકત પાંચ મિનિટ બાકી હતી. છેવટે રોટલી બનાવતી સ્ત્રીને અમારા કાર્ય વિશે કહ્યું અને પૂછ્યું કે શું હું તમને મદદ કરી શકું. તેણીએ પણ ના પાડી અને કહ્યું કે તમે મારા કામને બગાડી નાખશો, પ્લીઝ અહીંથી જતા રહો. સમય પૂરો થયો અને અમે કોઈની મદદ કર્યા વિના પાછા ફર્યા. આવતાં જ અમે સાહેબને બધા સમાચાર સંભળાવ્યા. તેમણે કહ્યું, હવે તમને સમજાયું કે તમને મદદ કરવા માટે પસંદ કરવામાં આવે છે. આમ મદદ કોઈ કરી શકતું નથી, ફક્ત ભગવાન દ્વારા પસંદ કરાયેલ વ્યક્તિ જ મદદ કરે છે. તેથી અહીંથી જીવનમાં, જો તમારા દ્વારા કોઈને મદદ કરવામાં આવે તો, તો તે મેં કર્યું એવું ન કહેતા પણ કહેજો કે તે ભગવાન દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ ભૂલશો નહીં કે તે તેની ઇચ્છા વિના શક્ય નથી. આ ઉપદેશ અમે રાહતના પછીના દરેક કાર્ય દરમિયાન ધ્યાનમાં રાખતા હતા. અને સતત એવું અનુભવાય છે કે આપણે માત્ર એક માધ્યમ છીએ અને તેથી જ અહંકારનો પવન આપણાથી અમુક અંશે ચોકકસ દૂર રહે છે.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025