સુરતના પારસી દિગ્ગજોને પ્રાર્થના શ્રદ્ધાંજલિ

સુરતના પારસી પ્રગતિ મંડળ (પીપીએમ) એ 8મી મે, 2024ના રોજ શેઠ પેસ્તનશા કાળાભાઈ વકીલ કદમી આતશબેહરામ હોલ ખાતે બે સમુદાયના અગ્રણીઓ – મરહુમ નરગીશ હાડવૈદ્ય અને મરહુમ અસ્પી રાવને આદર આપવા માટે પ્રાર્થના શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
એક પ્રતિબદ્ધ બોન-સેટર, મરહુમ નરગીશ હાડવૈદ્ય તેમની સાદગી અને સમર્પણ માટે જાણીતા હતા તેઓ મધર ટેરેસા તરીકે ગણવામાં આવતા હતા, અને સુરતના પીપીએમના સભ્ય તરીકે લાંબા સમય સુધી સેવા આપી હતી, તેઓ દર્દી માટે ખુબ દયાળુ હતા. તેમજ મરહુમ અસ્પી રાવ વ્યવસાયે બેંકર, મૃદુભાષી અને દયાળુ હતા સુરતના પીપીએમના સમર્પિત અને જવાબદાર સભ્ય પણ હતા, અને સમુદાય પ્રત્યેના તેમના પ્રયાસો માટે તેમને યાદ કરવામાં આવશે.
વડા દસ્તુરજી એરવદ સાયરસ દસ્તુરે પ્રાર્થના અને પ્રવચન સાથે મીટિંગની શરૂઆત કરી. તેમના સંબોધનમાં, માહતાબ ભાતપોરિયા – પ્રેસિડેન્ટ, પીપીએમ, એ સમાજના પ્રતિષ્ઠિત સભ્યોની હાજરીને સ્વીકારી અને બે દિગ્ગજ વ્યક્તિઓ દ્વારા આપવામાં આવતી સેવાઓની પ્રશંસા કરી. કેટી દારૂવાલા જે મરહુમ નરગીશ હાડવૈદ્યના બહેન, કુટુંબ પ્રત્યેની તેમની બહેનના સમર્પણ અને બોન
સેટીંગ વિજ્ઞાન શીખવા વિશે વાત કરી. મરહુમ અસ્પી રાવના દીકરી આરમીન ભાગલિયાએ તેમના પિતા અને મરહુમ નરગીશના માર્ગદર્શન હેઠળ બાળપણના સમયની યાદ તાજી કરી. તેણીએ તેના પિતાની પ્રતિભા અને સફળ પીપીએમ કાર્યક્રમો સુનિશ્ચિત કરવા માટેના તેમના ઉત્સાહ વિશે વાત કરી.
મહારૂખ ચિચગરે સમુદાયના સભ્યો દ્વારા મોકલેલા સંદેશાઓ વાંચી સંભળાવ્યા અને સંભાળ રાખનારાઓનો આભાર માન્યો. નરગીશ હાડવૈદ્યની સ્મૃતિમાં તેમના પરિવાર દ્વારા આયોજિત પ્રાર્થના સંમેલન હમબંદગી અને ગંભાર સાથે સમાપ્ત થયું.

Leave a Reply

*