Your Moonsign Janam Rashi This Week –
1 June – 7 June 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી જુન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમે તમારા મગજને શાંત રાખીને અગત્યના કામો પુરા કરવામાં સફળ થશો. જૂની લેતી દેતીના કામ પણ કરવામાં સફળ થશો. ફેમીલીમા કોઈ પણ જાતના ટેન્શન હશે તો વાતચીત કરીને દરેક જણને મિત્ર બનાવી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.

The Moon’s rule till 25th June, will help you keep your mind calm and complete your important works. You will succeed in completing any old, pending financial dealings. If there is any kind of tension in the family, you will be able to resolve all issues with your talks and befriend them all. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 1, 2, 3, 4


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

પહેલા ત્રણ દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 4થી જૂન સુધી કોઈ પણ સહી સિક્કા કે અગત્યના કામો કરતા નહીં. 4થી જુનથી શરૂ થતી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં તમારા મનની નેક મુરાદ પુરી કરી આપશે. નવા કામ મેળવવામાં સફળ થશો. મનગમતી વ્યક્તિને મળી શકશો. 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 1, 5, 6, 7 છે.

You have 3 days remaining under the Sun’s rule, till 4th June. Do not indulge in formalizing any important deals till then. The Moon’s rule, starting 4th June, for the next 50 days, will bring to fruition all your sincere wishes. You will succeed in getting new work. You will be able to meet your favourite person. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, each, daily.

Lucky Dates: 1, 5, 6, 7


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જુન સુધી શુક્રની દિનદશા ચાલશે. અપોજીટ સેકસને આપેલા પ્રોમીશ પહેલા પુરા કરી લેજો. તમારે કોઈ પાસેથી લેણાના પૈસા લેવાના બાકી હોય તો થોડી મહેનત કરતા નાણા પાછા મેળવી શકશોે. તમારા કામ પુરા કરવા માટે મિત્રોની મદદ મળી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 6 છે.

Venus’ rule till 16th June suggests that you first deliver on the promises made to members of the opposite gender. Putting in a little extra effort will help you get back the monies lent by you. Your friends will help you in completing your tasks. Pray to Behram Yazad daily.

Lucky Dates: 2, 3, 4, 6


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવા પાછળ દિવસ પસાર કરી શકશો. ફેમીલી સાથે ટ્રીપ પર જવાનો ચાન્સ મળશે. લગ્ન કરનાર વ્યક્તિને મનગમતો પાર્ટનર મળી જશે. શુક્રની કૃપાથી ધન કમાવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 5, 7 છે.

The onset of Venus’ rule brings you days of fun and entertainment. You could go on a trip with the family. Those eligible for marriage could find their life partners. With Venus’ grace, there will be no difficulty in earning money. Pray to Behram Yazad daily.

Lucky Dates: 1, 2, 5, 7


LEO | સિંહ: મ.ટ.

05Leo

પહેલા ત્રણ દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હાલમાં સાચી વાત કહેવાથી કોઈને દુ:ખ લાગી જશે. 4થી જૂનથી શુક્રની દિનદશા તમારા બધા જ દુખ કરવામાં મદદગાર બનશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. નવા કામ મળશે. આ અઠવાડિયામાં દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.

You have 3 days remaining under Rahu’s rule. It is possible that the truth you utter could hurt someone. Venus’ rule, starting 4th June, will alleviate all your pain. You will surface out of any financial challenges. You will get new work. Pray the Mah Bokhtar Nyaish along with praying to Behram Yazad daily.

Lucky Dates: 4, 5, 6, 7


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

5મી જુલાઈ સુધી રાહુની દિનદશા તમને સોનાની જાળમાં ફસાવી રાખશે. તમારા કામમાં તમને સફળતા તથા શાંતિ બન્ને નહીં મળે. તમારા વિચારોથી પરેશાન થતા રહેશો. જ્યાં ત્રણ કમાશો ત્યાં તેરનો ખર્ચ કરવો પડશે. કોઈપણ વ્યક્તિ પર વિશ્ર્વાસ રાખતા નહીં. રાહુને શાંત કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 5 છે.

Rahu’s rule till 5th July will keep you trapped in its golden cage. You will find neither success nor peace in your work. Your thoughts will constantly trouble you. You will end up spending multiple times the amount that you earn. You are advised not to trust anyone. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 1, 2, 3, 5


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જુન સુધી ગુરૂની દિનદશા ચાલશે. અંગત વ્યક્તિઓને મદદ કરીને તેની ભલી દુવા મેળવી શકશો. નાણાંકીય બાબતમાં કોઈ પાસે હાથ લાંબો કરવાનો સમય નહીં આવે. જે પણ કામ કરતા હશો ત્યાં થોડી ઘણી એકસ્ટ્રા ઈન્કમ મળવાના ચાન્સ છે. ધર્મનું કામ કરવાથી વધુ આનંદમાં આવશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 4, 6, 7 છે.

Jupiter’s rule till 23rd June will steer you towards helping those close to you and earning their blessings and good wishes. You will not need to borrow money from others. You could earn extra income from your current work. You will feel much contentment in doing religious work. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 2, 4, 6, 7


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમારી રાશિના માલિક મંગળના મિત્ર ગુરૂની દિનદશા 26મી જુલાઈ સુધી ચાલશે. ગુરૂની કૃપાથી આજુબાજુનું વાતાવરણ ખુબ સારૂં રહેશે. સગા-સંબંધીઓ સાથેના સંબંધમાં સારાસારી થતી જશે. ગામ પરગામ જવાના ચાન્સ છે. ઘરમાં કોઈ નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાથી શાંતિ મળશે.
શુકનવંતી તા. 1, 2, 3, 5 છે.

Jupiter’s rule till 26th July helps make your environment very cordial and friendly. Relationships with family and friends will blossom. You could get opportunities to travel abroad. Someone new could enter your home. For peace, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 1, 2, 3, 5


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા કરેલ કામ પર પાણી ફરી જતા વાર નહીં લાગે. શનિ તમને થોડા આળસુ બનાવી દેશે. જો તમે પ્રેમમાં હો તો તમારા મનની વાત હમણા કહેતા નહીં. અપોજીટ સેકસ નાની બાબતમાં નારાજ થઈ જશે. રાતની ઉંઘ ઓછી થઈ જશે. જોઈન્ટ પેઈન તથા બેકપેઈનથી પરેશાન થશો. શનિની પીડા ઓછી કરવા મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 2, 4, 6, 7 છે.

Saturn’s ongoing rule could reduce all your efforts to nothing. You could feel lethargic. You are advised not to confess your romantic feelings to the one you love, during this phase. Members of the opposite gender could get upset with you over petty issues. You could lose sleep. You could suffer from backaches and joint-pain. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 2, 4, 6, 7


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જુન સુધી બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. તમે વાણીયા જેવા બની જશો. તમને જ્યાંથી ફાયદો થતો હશે ત્યાં વધુ કામ કરી ફાયદો લઈ લેશો. તંદુરસ્તી માટે જરા પણ તકલીફ નહીં આવે. હીસાબી કામ પર વધુ ધ્યાન આપજો. લેણાના પૈસા પાછા જલદી મેળવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 5 છે.

Mercury’s rule till 18th June makes you shrewd. You will gravitate towards situations that prove profitable to you, and earn from these. There will be no bumps in your health. You are advised to focus on areas of finance and accounts. You will be able to retrieve your lent money soon. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 1, 2, 3, 5


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને બુધની દિનદશા ભરપુર સુખ આપશે. ઓછું કામ કરી વધુ ધન મેળવી લેશો. જુના ઈન્વેસ્ટમેન્ટમાંથી ફાયદો થવાના ચાન્સ છે. નોકરી કરનારને મિત્રોનો ભરપુર સાથ સહકાર મળશે. મીઠી જબાન વાપરી પારકાને પોતાના બનાવી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.

Mercury’s rule brings you immense happiness. A little effort will yield you lots of money. Your old investments could yield profits. The employed will get lots of support from friends. Your sweet words will turn strangers into friends. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 4, 5, 6, 7


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

મંગળની દિનદશા ચાલુ હોવાથી મનને શાંતિ નહીં મળે. માથાનો બોજો ઘટવાની જગ્યાએ વધી જશે. ખોટા વિચારોથી વધુ પરેશાન થશો. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ લેતા નહીં. ધ્યાન નહીં આપો તો નાણાકીય બાબતમાં તમારી સાથે કોઈ ચીટીંગ કરી શકે છે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 5, 7 છે.

The onset of Mars’ rule does not allow mental peace. Mental tensions will increase. Negative thoughts will trouble you. Do not make any purchases for the house. You could get financially cheated if you do not pay attention. Pray the Tir Yasht daily.

Lucky Dates: 1, 2, 5, 7

Leave a Reply

*