આખા દિવસના કાર્યને પૂર્ણ કરવા માટે એનર્જી લેવલને બૂસ્ટ કરવું જરૂરી છે.
* બ્રેકફાસ્ટ આપણા મગજના કાર્યને યોગ્ય રીતે જાળવવા માટે, શરીરના ગ્લુકોઝ લેવલને અંકુશમાં રાખવામાં તેમ જ સેન્ટ્રલ નર્વ સિસ્ટમને આવશ્યક પોષક તત્વો પૂરાં પાડવા માટે મદદ કરે છે.
* શરીરના મેટાબોલિઝમમાં વધારો કરે છે જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, હાયપરટેન્શન, ટાઇપ 2 ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ લેવલ વગેરેનું જોખમ ઘટાડે છે.
* બાળકોને તેમના શરીરના ગ્રોથ અને વિકાસ માટે દૈનિક ધોરણે ચોક્કસ પ્રમાણમાં ચોક્કસ પોષક તત્વોની જરૂર હોય છે. તેથી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ખાંડનું ઓછું અને ફાયબરનું ઊંચું પ્રમાણ ધરાવતો સારો તંદુરસ્ત નાસ્તો તેમને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા, એકાગ્રતાના લેવલમાં સુધારો લાવવા અને વધુ એટેન્ટિવ બનવા માટે મદદ કરે છે.
* પૌષ્ટિક પદાર્થો સાથેનું બ્રેકફાસ્ટ મેનૂ શરીરના મેટાબોલિઝમને કિક આપવાની શરૂઆત કરે છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે તંદુરસ્ત નાસ્તો ખાવાથી દિવસ દરમિયાન વધુ એલર્ટ અને એકટીવ રહી શકાય છે.
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024