મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા ફાયદાની વાત ઉપર વધુ ધ્યાન આપજો. બુધ્ધિ વાપરી વધારે ધન કમાઈ શકશો. ઈન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. કોઈ મુસીબતમાં પડેલી વ્યક્તિને સાચો રસ્તો બતાવી શકશો. મિત્ર-મંડળમાં માન પાન વધુ મળશે. ગામ પરગમાથી સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 26, 27, 30 છે.
The onset of Mercury’s rule suggests that you focus on areas which are profitable to you. You will be able to earn more by using your intelligence. Ensure to make investments. You will be able to show the right path to someone in trouble. Your friend circle will appreciate and respect you. You could get good news from abroad. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 24, 26, 27, 30
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
આજનો દિવસ ખુબ શાંતિમાં પસાર કરજો. ઉતરતી મંગળની દિનદશા ઘરવાળા સાથે ખોટી બોલચાલીમાં ઉતારી દેશે. બાકી કાલથી શરૂ થતી બુધની દિનદશા તમને વાણીયા જેવા બનાવી દેશે. ખોટા ખર્ચા પર કાપ મુકી શકશો. નાણાંકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. આજે ‘તીર યશ્ત’ અને કાલથી ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28, 29 છે.
Spend today in calmness. The descending rule of Mar’s could have you arguing wrongly with family members. Mercury’s rule, starting tomorrow makes you shrewd. You will be able to cut down unnecessary expenses. Financial progress will take place gradually. Pray the Tir Yasht today and tomorrow onwards, pray the Meher Nyaish daily.
Lucky Dates: 25, 26, 28, 29
GEMINI | મિથુન: ક.છ.ઘ.
આજે અને કાલે મનને શાંત રાખીને અગત્યના કામો કરી લેજો. 26મી ઓગસ્ટથી મંગળની દિનદશા તમારા કરેલ કામની ઉપર પાણી ફેરવી દેશે. મંગળને કારણે ઘરવાળા નાની બાબતમાં નારાજ થઈ જશે. વાહન ચલાવતી વખતે ધ્યાન આપજો. પૈસા સંભાળીને ખર્ચ કરજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 24, 25, 27, 30 છે.
Try to stay calm and do all your important tasks, today and tomorrow. Mars’ rule, starting 26th August, will tend to undo all your efforts. Family members could get upset with you over petty matters. Be cautious while using your vehicles. Be careful when spending money. Pray the Tir Yasht daily.
Lucky Dates: 24, 25, 27, 30
CANCER | કર્ક: ડ.હ.
તમને ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી દરેક કામ વિચાર કરીને કરશો. જે પણ કામ હાથમાં લેશો તેને પુરૂં કરી મુકશો. તમે મીઠી જબાન વાપરી પારકાને પોતાની બનાવી લેશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. ધનને મેળવવા ખોટી ભાગદોડ કરતા નહીં. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. દરરોજ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.
The onset of the Moon’s rule has you thinking everything through before acting upon it. You will complete every task that you take on hand. You will be able to win over strangers with your charming talk. Small travel opportunity is indicated. Do not put in unnecessary effort to earn more money. Sudden windfall could be expected. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 24, 25, 26, 27
LEO | સિંહ: મ.ટ.
છઠ્ઠી સપ્ટેમ્બર સુધી સૂર્યની દિનદશા ચાલશે. તમારા રોજબરોજના કામમાં મુશ્કેલીઓ વધી જશે. તમે જે પણ કામ કરશો તે તમને નહીં ગમે. ખોટા વિચારો ભરપૂર આવશે. બેન્ક કે સરકારી કામમાં સફળતા નહીં મળે. વડીલ વર્ગની તબિયતની સંભાળ લેજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 24, 28, 29, 30 છે.
The Sun’s rule till 6th September brings in challenges for you in your everyday tasks. You will not be satisfied with the work you do. Wrong thoughts will flood your mind. Any financial or government-related work will not be successful. Take care of the elderly. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 24, 28, 29, 30
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
26મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા મોજશોખ ઘટવાના બદલે વધી જશે. અપોઝિટ સેક્સને આનંદમાં રાખવા વધુ પડતો ખર્ચ કરી નાખશો. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. ધણી ધણીયાણીના સંબંધમાં સારા સારી થતી જશે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 28, 29 છે.
Venus’ rule till 26th September will increase your inclinations towards fun and entertainment. You will spend extra to please members of the opposite gender. With Venus’ grace, you will not face any financial shortage. Relations between couples will blossom. There will be peace at home. Pray to Behram Yazad daily.
Lucky Dates: 25, 26, 28, 29
LIBRA | તુલા: ર.ત.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જઈને ધન કમાઈ શકશો. અચાનક મુસાફરી કરવાના ચાન્સ છે. અપોઝિટ સેક્સનો સાથ સહકાર લઈ મુશ્કેલી ભર્યા કામોને સહેલા બનાવી દેશો. કામમાં જે પણ ફાયદો મળે તે પહેલા લઈ લેજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 27, 28, 30 છે.
The onset of Venus’ rule enables you to earn money by traveling abroad. Sudden travel opportunities are indicated. You will be able to simplify challenging tasks with the help of members of the opposite gender. Ensure to withdraw any profits you earn off your capital. Pray to Behram Yazad daily.
Lucky Dates: 24, 27, 28, 30
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
છઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા માથા ઉપર નવી જવાબદારીનો બોજો આવતો રહેશે. જુના રોકાણમાં નુકસાન થતું હોય તો ઉતાવળ કરી કોઈપણ જાતના ડિસિઝન લેતા નહીં. રાહુ તમારા મગજને શાંત નહીં રહેવા દે. રાહુના દુ:ખને ઓછું કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 29 છે.
Rahu’s rule till 6th September will increase your responsibilities and accountabilities. If old investments are yielding losses, don’t take any impulsive decisions. Rahu does not allow you to have mental peace. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 24, 25, 26, 29
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમને રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજના કામમાં મુશ્કેલીઓ આવતી રહેશે. નોકરી કરતા હશો તો સમયસર કામ પર નહીં પહોંચી શકો. સાથે કામ કરનાર ખૂબ પરેશાન કરશે. જન્મના ગ્રહ સારા નહીં હોય તો કોઈ પાસે ઉધાર નાણાં લેવાનો સમય આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 25, 27, 28, 30 છે.
The onset of Rahu’s rule will pose challenges in your daily chores. The employed might not be able to reach work on time. Colleagues could harass you. This could be a time for you to borrow money from others. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 25, 27, 28, 30
CAPRICORN | મકર: ખ.જ.
હાલમાં ધર્મના કામો સારી રીતે કરી શકશો. ગુરૂની કૃપાથી બીજાના મદદગાર બની શકશો. મિત્ર કે સગાઓને સાચી સલાહ આપી તેમનું દિલ જીતી લેશો. જુના રોકાણમાંથી ફાયદો પહેલા ઉપાડી લેજો. કોઈની સેવા કરશો તો નાણાકીય મુશ્કેલીમાંથી બચી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 25, 26, 30 છે.
You will be able to complete any religious works effectively. With Jupiter’s grace you will be able to help others. You will win over your friends or relatives by giving them sincere advice. Withdraw any profits made of old investments. Being of service to someone will save you from financial difficulty. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 24, 25, 26, 30
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
પહેલા બે દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બને તો અગત્યના કામો 26મી ઓગસ્ટ પછી શરૂ કરજો. 26મીથી શરૂ થતી ગુરૂની દિનદશાને લીધે તમારા મુશ્કેલી ભર્યા કામને સહેલા બનાવીને પૂરા કરશો. ધીરે ધીરે નાણાકીય સ્થિતિ સુધરતી જશે. નવા કામ મેળવી શકશો. શત્રુ પણ તમારા મિત્ર બની જશે. મોટી ‘હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
You have 2 days remaining under Saturn’s rule. Try to do any important works post 26th August, which marks the onset of Jupiter’s rule, which will help simplify all difficult tasks for you. Eventual progress in finances in indicated. You will be able to get new work projects. Even your enemies will want to befriend you. Pray the Sarosh Yasht along with the Moti Haptan Yasht daily.
Lucky Dates: 27, 28, 29, 30
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
26મી સપ્ટેમ્બર સુધી તમારા કામમાં ખૂબ કંટાળો આવશે. શનિ તમને આળસુ બનાવી દેશે. જોઈન્ટ પેઈન તથા માથાના દુખાવાથી પરેશાન થશો. હાલમાં કોઈપણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની ભૂલ કરતા નહીં. અજાણી વ્યક્તિ તમારા માથાને ફેરવી નાખશે. કોઈપણ નવા લોકો સાથે વાત કરવાનું ટાળજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 29, 30 છે.
You will feel lots of lethargy in doing work till 26th September, under Saturn’s rule as it makes you lazy. You could suffer from joint-pain or headaches. You are advised against making any investments. An unknown person could change your perspective. Try avoiding communicating with strangers. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 24, 25, 29, 30
- Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024