લઘુમતી બાબતોના મંત્રાલય (એમઓએમએ) એ 14મી સપ્ટેમ્બર, 2024 ના રોજ, મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ કેન્દ્ર ખાતે, કીરન રીજીજુ, કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાનની અધ્યક્ષતામાં પારસી સમુદાય સાથે એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે જ્યોર્જ કુરિયન – એમઓએમએ ના રાજ્ય મંત્રી, કેરસી કે. દાબુ-વાઇસ-ચેરપર્સન, રાષ્ટ્રીય લઘુમતી આયોગ અને અન્ય મહાનુભાવો દ્વારા પણ હાજરી આપવામાં આવી હતી. રિચા શંકર, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ દ્વારા જીયો પારસી વર્કશોપ પણ યોજવામાં આવ્યો હતો.
સમુદાયના સભ્યોના મેળાવડાને સંબોધતા, કીરન રીજીજુએ પારસી સમુદાયની વસ્તી વધારવા માટે પારસી દંપતીઓને તબીબી આરોગ્યસંભાળ અને બાળ સંભાળ અને વૃદ્ધ-સંભાળ માટે નાણાકીય સહાયના સંદર્ભમાં ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની વાત કરી હતી. તેમણે રાષ્ટ્ર માટે સમુદાયના યોગદાનની પ્રશંસા કરી. રિચા શંકર દ્વારા આયોજિત જીયો પારસી વર્કશોપમાં જીયો પારસી સ્કીમના ઉદ્દેશ્યો અને કેન્દ્ર સરકાર કેવી રીતે સુધારેલી 3-પાંખવાળી યોજનાને આગળ લઈ જશે તે દર્શાવવામાં આવ્યું હતું તથા હિમાયત ઘટક, પારસીઓમાં જાગૃતિ પેદા કરવા તબીબી ઘટક જ્યાં પારસી યુગલોને તબીબી સારવાર માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે; સામુદાયિક આરોગ્ય ઘટક, જ્યાં બાળ સંભાળ અને વૃદ્ધ લોકોની સહાય માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
નેશનલ માઈનોરિટી ડેવલપમેન્ટ એન્ડ ફાઈનાન્સ કોર્પોરેશન (એનએમડીએફસી) તરફથી રાહત દરે ઉપલબ્ધ મુખ્યત્વે શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતા માટે લોન વિશે જાગૃતિ વધારવા માટેનું પ્રેઝન્ટેશન પણ બતાવવામાં આવ્યું હતું. કેરસી દાબુ, વાઈસ-ચેરપર્સન, રાષ્ટ્રીય લઘુમતી આયોગ, જીયો પારસી યોજના દ્વારા સમુદાય માટે સરકારની પ્રશંસા કરી અને સમુદાયના સભ્યોને વધુ રોકાણ કરવા વિનંતી કરી. આ પછી પ્રશ્ર્નોત્તરી સત્ર દ્વારા સમુદાયના સભ્યોની ચિંતાઓને પણ સંબોધવામાં આવી હતી.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024