દશેરાના દિવસની સૌથી જાણીતી વાર્તા છે ભગવાન રામનું રાવણ સાથેનું યુધ્ધમાં જીત મેળવી બુરાઈઓનો નાશ કરવો. રામ અયોધ્યા નગરીના રાજકુમાર હતા તેમની પત્ની સીતા, નાનો ભાઈ લક્ષ્મણ તથા પિતા દશરથ હતા. રામની માતા કૈકયીના લીધે રામ, લક્ષ્મણ અને સીતાને 14 વરસનો વનવાસ મળ્યો હતો અને આજ વનવાસ દરમ્યાન રાવણે સીતાનું અપહરણ કર્યુ હતું.
રાવણ ચર્તુવેદોનો જ્ઞાતા મહાબળશાળી રાજા હતો. જેની લંકા સોનાની હતી અને એમા અપાર અહંકાર હતો એ મહાન શિવભક્ત હતો અને પોતાને વિષ્ણુનો દુશ્મન માનતો હતો. વાસ્તવમાં રાવણના પિતા વિશર્વા એક બ્રાહ્મણ હતા અને તેની માતા રાક્ષસ કુળની હતી એટલે રાવણમાં બ્રાહ્મણ સમાન જ્ઞાન હતું અને એક રાક્ષસની જેવી શક્તિઓ હતી આ બે વાતોથી રાવણમાં ભરપુર અહંકાર હતો. જેને ખતમ કરવા ભગવાન વિષ્ણુએ રામનો અવતાર લીધો હતો. આજના સમયમાં નવરાત્રીના નવ દિવસ પૂરા થાય અને દસમે દિવસે દશેરો ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના વાહનોની સાફસફાઈ કરી પૂજા કરે છે. વ્યાપારીઓ પોતાની પુસ્તકોનું પૂજન કરે છે. ખેડૂતો પોતાના જાનવર તથા ખેતીની પૂજા કરે છે. આ દિવસે મેદાનોમાં રાવણ, કુંભકરણ અને મેઘનાથના પુતળાઓનું દહન કરવામાં આવે છે. જેનો મતલબ બુરાઈ પર સચ્ચાઈનો વિજય થાય છે. સાંજે લોકો એકબીજાના ઘરે જઈ શમીપત્ર (સોનુ) આપે છે અને મોટાઓના પગે પડી અશિર્વાદ લે છે. દશેરો અથવા વિજયા દશમી રામના વિજયના રૂપમાં અથવા દુર્ગા પૂજાના રૂપમાં મનાવવામાં આવે છે. બન્નેરૂપમાં શક્તિની પૂજાનું આ પર્વ છે. આ પર્વ વિજય અને ઉલ્લાસનું છે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024