નવસારીના પારસી સમાજ સાથે સમગ્ર નવસારી શોકમાં ડૂબી ગયું હતું. ગયા શુક્રવારે નવસારીના સીરવાઈ પાર્ટી પ્લોટમાં(પારસી છોકરાઓનું અનાથાશ્રમ), હજારોની સંખ્યામાં રતન ટાટાજીના શુભચિન્તકો, પ્રશંશકો અને હિતેચ્છુઓનો, તેમની પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા.
નવસારી ના સમસ્ત પારસી અંજુમન દ્વારા આ સભા આયોજિત કરવામાં આવી હતી, અને તેમાં મોટાભાગના વર્તમાન અને ભૂતપૂર્વ ટાટા કર્મચારીઓ અને તેમના પરિવારો, તેમજ નવસારીમાં અને આસપાસના હજારો રતનજીના ચાહકો એ હાજરી આપી હતી. જાતિ, સંપ્રદાય, ધર્મોને ધ્યાનમાં લીધા વિના, કારણ કે તે ભારતના લોકો હતા જેઓ આપણી ધરતીના આ નામાંકિત પુત્રને બિનશરતી શ્રદ્ધાંજલિ અને વિદાય આપવા આવ્યા હતા.
નવસારીના પારસીઓ માટે ગર્વની વાત છે કે ભારતના નેતાઓ અને નાયકો, જેમ કે ભારતીય ઉદ્યોગના પિતા અને ટાટા ગ્રુપના સ્થાપક, રાજનેતા દાદાભાઈ નવરોજી, પ્રથમ બેરોનેટ સર જે.જે અને ભારતના આપણા સુક્ષ્મ-લઘુમતી સમુદાયના પ્રતિષ્ઠિત વીરો, આ નાના શહેર નવસારીના હતા. દક્ષિણ ગુજરાતના તાજેતરના સમયમાં ક્યારેય નહોતું થયું કે, કોઈ વ્યક્તિ માટે આટલી મોટી સામાજિક શોકસભા જેમાં માત્ર પારસી/જરથોસ્તી સમુદાય અને ટાટા ના અસંખ્ય ગ્રૂપ સબસિડિયરીઓના સ્ટાફનો સમાવેશ નહિ, પરંતુ સ્થાનિક લોકો સાથે નવસારીની પડોશી વસ્તી, તેમની આંખોમાં આંસુ સાથે ઉપસ્થિત હતી.
વરિષ્ઠ સરકારી અધિકારીઓ જેમ કે નવસારીના કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, વરિષ્ઠ મ્યુનિસિપલ અધિકારીઓ અને ગુજરાતના માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જેવા ગુજરાતના સ્થાનિક અને રાજ્યના રાજકારણીઓએ શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન હાજરી આપી હતી.
નવસારીના આ સ્વપ્નદ્રષ્ટા વારસો ધરાવતા પરોપકારી ઉદ્યોગપતિ પરિવાર કે જેમણે હીરો ગુમાવ્યાના માટે શોક અને પ્રાર્થના વ્યક્ત કરી હતી, સાથે પ્રાર્થનામાં એવી ઈચ્છા પણ કરી હતી કે ટાટા પરિવાર દ્વારા ઘણા વધુ ઉદ્યોગપતિઓ પ્રેરિત થાય, જેથી આપણે આપણા દેશમાંથી ગરીબી સંપૂર્ણ રીતે નાબૂદ થતા જોઈ શકીએ.
- જેજે હોસ્પિટલના પારસી વોર્ડમાં નવરોઝની ઉજવણી - 5 April2025
- ઝોરોસ્ટ્રિયન વિમેન્સ એસોસિએશન ઓફ સુરત દ્વારા પાણી બચાવો પર્ફોર્મન્સ - 5 April2025
- આવાં યઝદના પરબની ઉજવણી - 5 April2025