માર્શલ આટર્સના ક્ષેત્રમાં તેમની પરાક્રમ અને સિદ્ધિઓથી સમુદાય અને રાષ્ટ્ર પર ઘણું ગૌરવ લાવવા માટે જાણીતા પરસી ફરહાદ બહમાનીનું 2જી ઓક્ટોબર, 2024ના રોજ મુંબઈમાં અવસાન થયું હતું. 4થી નવેમ્બર, 1953ના રોજ જન્મેલા, હાંશી પરસી બહમાની એકમાત્ર ભારતીય હતા જેમણે કરાટે, જુડો અને ફુલ કોન્ટેક્ટ માર્શલ આટર્સમાં વિશ્વભરમાં ઓળખ મેળવી હતી.
2017માં, તે કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન (જાપાન) દ્વારા આંતરરાષ્ટ્રીય રેફરી લાયસન્સ ગ્રેડ ઈ મેળવનાર પ્રથમ પારસી બન્યા હતા. તેઓ કુડો ઇન્ટરનેશનલ ફેડરેશનનું રેફરી લાયસન્સ (બીજા સોશીહાન છે મેહુલ વોરા) એનાયત થનાર માત્ર બે ભારતીયોમાંના એક હોવાનું ગૌરવ ધરાવે છે. ખંડાલામાં આયોજિત 8મી કુડો ઈન્ટરનેશનલ ફેડરેશન ઈન્ડિયા નેશનલ ટુર્નામેન્ટમાં બોલિવૂડના અગ્રણી સુપરસ્ટાર – શિહાન અક્ષય કુમાર દ્વારા તેમને આ લાઇસન્સ એનાયત કરવામાં આવ્યું હતું.
2018નમાં, 8મી ડેન કરાટે ડિગ્રી ધારક પરસી બહમાનીને સીબુકન જુજુત્સુમાં બ્રાઉન બેલ્ટ એનાયત કરવામાં આવ્યો હતો, જેણે આ સન્માન હાંસલ કરનાર પ્રથમ ભારતીય તરીકેનો રેકોર્ડ બનાવ્યો હતો. થોડા વર્ષો પહેલા, 66 વર્ષની ઉંમરે, પરસીએ નાગોયા (જાપાન)માં પ4થી કુડો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ હાજરી આપી હતી, જેમાં 15 સભ્યોની ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું હતું અને ટુર્નામેન્ટનું સંચાલન કર્યું હતું.
તેમણે ઓકિનાવા અને જાપાનીઝ ગોજુર્યુ કરાટેડો, કુડો અને કોબુડોની ઘણી શૈલીઓમાં તાલીમ લીધી. માર્શલ આર્ટ્સમાં તેમને વિવિધ પુરસ્કારો અને સન્માનો ઉપરાંત, પરસી બહમાનીને વાર્ષિક ઝોરાસ્ટ્રિયન પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સમાં એક નિપુણ અને જાણીતા વ્યક્તિત્વ પણ હતા. તેમનો આત્મા ગરોથમાન બહેસ્ત પ્રાપ્ત કરે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024