મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં મિત્ર ગ્રહ ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા કામો જલદીથી પુરા કરવામાં સફળ થશો. 25મી ડિસેમ્બર સુધીમાં તમારી સાથે કામ કરનારના દિલ જીતી લેશો. નાણાકીય સ્થિતિમાં સારા સારી રહેશે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી શકશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.
Jupiter’s ongoing rule till 25th December, helps you in completing your tasks speedily. You will win over the hearts of your colleagues. Financial prosperity is indicated. You will be able to cater to the wants of your family members. Sudden windfall is to be expected. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 24, 25, 26, 27
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
પહેલા ત્રણ દિવસ સંભાળીને પસાર કરી લેજો. ઉતરતી શનિની દિનદશા જોઈન્ટ પેઈન તથા માથાના દુખાવાથી પરેશાન કરશે. 26મીથી શરૂ થતી ગુરૂની દિનદશા આવતા 58 દિવસમાં ભરપુર સુખ આપશે. તમારા અધુરા કામ પુરા કરી શકશો. કામકાજમાં પ્રમોશન મલવાના ચાન્સ છે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
You are advised to spend these 3 days with caution. Saturn’s descending rule could cause you joint pain or headaches. Jupiter’s rule, starting 26th November, for the next 58 days, brings you immense happiness. You will be able to complete your unfinished works. A promotion is on the cards. Pray to Sarosh Yasht along with the Moti Haptan Yasht daily.
Lucky Dates: 26, 27, 28, 29
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ડિસેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. આજથી તમે નાની બાબતમાં વધુ પડતા હૈરાન થઈ જશો. તમારા દુશ્મન તમને નાણાકીય બાબતમાં પરેશાન કરી નાખશે. રોજના કામ સમય પર નહીં કરી શકો. થોડા બેદરકાર રહેશો તો તબિયત બગડી જશે. નેગેટીવ વિચારોથી પરેશાન થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 29 છે.
Saturn’s rule starting today till 26th December, will have you getting embroiled heavily in insignificant issues. Your detractors could cause you much financial harassment. You will not be able to complete your daily chores on time. Even the slightest carelessness will take a toll on your health. Negative thoughts will trouble you. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 23, 24, 25, 29
CANCER | કર્ક: ડ.હ.
બુધની દિનદશા 19મી ડિસેમ્બર સુધી તમને હીસાબી કામમાં સારા સારી કરી આપશે. મુશ્કેલી ભર્યા કામ બુધ્ધિ વાપરી સહેલા કરી શકશો. રિસાયેલા મિત્રો સાથે ફરી સંબંધમાં સારા સારી થશે. મિત્રો તમારા કામમાં મદદગાર થશે. નાનું ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
Mercury’s rule till 19th December helps you sort and straighten out all your financial and accounting matters. You will be able to take on challenging tasks and work them out easily by using your intelligence. Relations with upset friends will get resolved. Friends will prove helpful for your work. Small investments will be possible. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 25, 26, 27, 28
LEO | સિંહ: મ.ટ.
આજનો દિવસ સંભાળીને પસાર કરી લેજો. કોઈપણ જાતની ખોટી ભાગદોડ કરતા નહીં. બને તો ઘરમાં દિવસ પસાર કરી લેજો. કાલથી બુધ જેવા વાણીયા ગ્રહની દિનદશા શરૂ થશે. આવતા 56 દિવસમાં તમારા માથાનો દુખાવો ઓછો થતો જશે. ધન કમાવાના નવા રસ્તાઓ મળશે. તબિયતમાં સુધારો થતો જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 24, 25, 27, 29 છે.
Spend today with caution, without trying to put in any unnecessary efforts. Try to stay home for the day. Mercury’s rule, starting tomorrow, for the next 56 days, reduces your headaches. You will find new ways to earn money. Health will improve. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 24, 25, 27, 29
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
છેલ્લા ત્રણ દિવસમાં જેટલા કામ પુરા કરી શકશો તેટલા કરી લેજો. 26મીથી શરૂ થતી મંગળની દિનદશા તમારા મગજને અશાંત બનાવી દેશે. ઘરનું વાતાવરણ બગડી જશે. મંગળને કારણે તમે આગળ નહીં વધી શકો. કોઈપણ જાતના જમીનના કામ કરતા નહી. કોઈને મદદ કરતા તમારા ખરાબ સમયમાં તે તમને મદદ નહીં કરે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 26, 27, 28 છે.
Try to complete as many tasks as possible in these 3 days. Mars’ rule, starting 26th November, makes you mentally restless. The atmosphere at home will not be good. Mars will prevent you from moving ahead. Do not do any ground/property related works. Those you help in this phase will not help you in your difficult times. Pray the Tir Yasht daily.
Lucky Dates: 23, 26, 27, 28
LIBRA | તુલા: ર.ત.
26મી ડિસેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. ચંદ્રની કૃપાથી ગામ પરગામ જવાના ચાન્સ મળશે. ગામ પરગામ જતા નાણાકીય ફાયદો મેળવી શકશો. અચાનક ધનલાભ થશે. ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 24, 25, 26, 29 છે.
The Moon’s rule till 26th December will bring to life your sincere wishes. You will get opportunities to travel abroad. Travel abroad will prove financially profitable. Sudden inflow of wealth is predicted. Quarrels between couples will reduce. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 24, 25, 26, 29
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજનો પારો ઉપર રહેશે. હાઈ પ્રેશરથી પરેશાન થશો. ખાવા પીવા પર ધ્યાન આપજો. 6ઠ્ઠી ડિસેમ્બર સુધી કામકાજમાં ધ્યાન આપજો. તમારા દુશ્મન તમારી નાની ભુલ મોટી પહાડ જેવી બનાવી દેશે. સરકારી કામ હાલમાં કરતા નહીં. ઉપરી વર્ગ તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં રાખે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 27, 28 છે.
The onset of the Sun’s rule, till 6th December, makes you hot-headed. You could suffer from high Blood Pressure. You need to pay attention to your diet. Be extra focused in your work. Your detractors will try to make a mountain of a molehill of your mistakes. Do not attempt any government related work. Seniors at work will tend to harass you. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 23, 24, 27, 28
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ઓછા થવાની જગ્યાએ વધી જશે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. થોડી ભાગદોડ કરી કામકાજને વધારી શકશો. અપોઝીટ સેકસનું એટ્રેકશન વધી જશે. નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં નહીં આવો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.
The onset of Venus’ rule increases your inclinations towards fun and entertainment. You will be able to make new purchases for the house. A little extra effort will help you expand your business. The attraction towards the opposite gender will increase. You will not face any financial issues. Pray to Behram Yazad daily.
Lucky Dates: 23, 25, 26, 27
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. ઘરમાં થયેલા મતભેદ ઓછા કરી શકશો. ફેમીલી મેમ્બર તમારી સલાહ માનશે. અગત્યના કામો પુરા કરી શકશો. મિત્રોની મદદથી તમારા મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી શકશો. તંદુરસ્તીમાં સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 26, 27, 28 છે.
Venus’ rule till 14th January will help you reduce any home-related misunderstandings. Family members will take your advice. You will be able to complete your important tasks. Friends will help you complete even challenging tasks with ease. Health will be good. Pray to Behram Yazad daily.
Lucky Dates: 24, 26, 27, 28
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
6ઠ્ઠી ડિસેમ્બર સુધી નાની બાબતમાં હેરાન થતા રહેશો. તમારા કામ પુરા કરવામાં ખુબ કંટાળો આવશે. રાહુને લીધે નાણાકીય બાબતમાં મુશ્કેલી વધતી જશે. અચાનક તબિયત ખરાબ થવાના ચાન્સ છે. તમારા મિત્રો પણ તમારી સાથે શત્રુઓની જેમ વ્યવહાર કરશે. નાણાકીય લેતીદેતી હાલમાં કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 25, 26, 29 છે.
Rahu’s rule till 6th December you will find yourself getting into trouble over small matters. You will feel lethargic trying to complete your work. Financial strains will be on the rise. Sudden fall in health is on the cards. Your friends will treat you like an enemy. You are advised against making any financial transactions related to lending or borrowing. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 23, 25, 26, 29
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આજનો દિવસ શાંતિમાં પસાર કરી શકશો. બને તો ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પુરી કરી આપજો. કાલથી રાહુની દિનદશા 42 દિવસ માટે તમારી રાતની ઉંઘ અને દિવસની ભુખ બન્ને ઉડાવી દેશે. રાહુને લીધે તબિયત ખરાબ થવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ આવવાની શરૂ થશે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 24, 25, 26, 28 છે.
You have today to spend in peace. Try to cater to the wants of family members first. Rahu’s rule, starting tomorrow, for the next 42 days, robs you of your sleep and your appetite. Your health could take a beating. Financial strains could start flowing in. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 24, 25, 26, 28
- Your Moonsign Janam Rashi This Week –
04 January 2024 – 10 January 2025 - 4 January2025 - Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024