મુંબઈનો આ પ્રસંગ છે. ચર્ચગેટ થી એક પ્રવાસી લોકલ ટ્રેનમાં ચડ્યા. પછી શું થયું એમના જ શબ્દોમાં..
એક મેલાઘેલા કપડા પહેરેલો સમોસા વાળો મારી સામેની સીટ પર આવીને બેઠો. મારી સામે જોઈને મુસ્કુરાયો.
મારે પણ થોડે દૂર જવાનું હતું એટલે થયું કે લાવ થોડી વાતચીત કરૂં, એ બહાને સમય પસાર થશે.
મેં પૂછયું કે ભાઈ, થાકી જતા હશો ને? આખો દિવસ સમોસા વેંચીને?
એણે કહ્યું હા સાહેબ. પરંતુ આજે હું બહુ જ ખુશ છું કેમકે બધા જ સમોસા વેંચાય ગયા છે.
મેં પૂછયું, રોજના કેટલા સમોસા વેચો છો? એણે કહ્યું કે રોજના લગભગ 3500 ( સાડા ત્રણ હજાર) જેટલા સમોસા વેંચાય જાય છે. ઈશ્વરની કૃપાથી ચાલ્યા કરે છે.
મેં કહ્યું તમે ખુદ જ બનાવો છો?
એણે કહ્યું નહિં સાહેબ, હું બીજા પાસેથી તૈયાર સમોસા લઉં છું. અને એના પર એક 1 રૂપિયો નફો ચડાવીને વેંચી નાખું છું.
આ જાણીને હું દંગ રહી ગયો.
આનો મતલબ તે દરરોજના રૂપિયા સાડા ત્રણ હજાર કમાય લે છે. આ હિસાબે મહિનાના રૂપિયા એક લાખથી પણ વધુ ની કમાણી કરે છે. આટલું તો હું પણ કમાતો ન હતો, મારો પગાર પણ રૂપિયા ત્રીસ હજાર હતો. મેં પૂછયું કે, આ બધા પૈસા વાપરી નાખો છો??
એણે કહ્યું ના, જરૂર પુરતા પૈસા વપરાય જાય છે. અને બાકીના પૈસા વધે તે અન્ય ધંધામાં વાપરૂં છું.
મેં પૂછયું કે બીજા ધંધા શું છે??
એણે કહ્યું કે સાહેબ, પાંચ વર્ષ પહેલા એક જમીન ત્રીસ લાખમાં લીધી હતી. જે હમણાં જ ચાર કરોડમાં વેંચી. એ પૈસા થી અમુક સોનાની ખરીદી કરી અને પચાસ લાખ રૂપિયા મારી દિકરીના લગ્ન માટે રાખ્યા છે. અને બીજા પૈસા વધ્યા તેમાંથી મારા ગામડે દશ વીઘા જમીન લઈને રાખી દીધી.
જેથી થોડી ઘણી ખેતીની ઉપજ થાય. અને બાકીના પૈસામાંથી હમણાં એક જમીનનો ટુકડો લીધો છે. જે સારું વર્ષ થશે ને ભાવ વધુ આવશે તો વેંચી નાખીશ અને બાકીના છેલ્લા પૈસા વધ્યા તે મારી બાજુમાં એક સાહેબ રહે છે. જે મારા ખાસ ઓળખીતા છે. તેના દ્રારા મેં મ્યુચ્યુઅલ ફંડની સ્કિમમાં રોક્યા છે. અને સાથે સાથે મારો પણ એક વિમો લઈ લીધો. જેથી હું હયાત ના રહું તો મારી પત્નિને પૈસાની તકલિફ ના પડે.
મને હવે લાગ્યું કે હું એક સમોસા વાળા સામે નહિં બલ્કે એક પાકા કરોડપતિ વેપારી સામે બેઠો છું. થોડીવાર પછી એના મોબાઈલમાં રિંગ વાગી અને તેણે એક હજાર વાળો સાદો ફોન કાઢ્યો ને વાત કરી.
પછી મને કહ્યું કે સાહેબ, શું કરૂં મને ઈન્ટરનેટ નથી આવડતું એટલે આ સાદો ફોન વાપરૂં છું.
આ સાંભળીને મને વિચાર આવ્યો કે, શું ફેર પડે છે? ઈન્ટરનેટ આવડે છે એવા યુવાનો તો આજે ઈએમઆઈથી મોબાઇલ ફોન અને બાઈક હપ્તેથી લઈને ફરે છે. આજના યુવાનોને નાણાકીય સ્વતંત્રતા શું છે? એ ખબર જ નથી પડતી રોકાણનો વિચાર જ આજના યુવાનોને નથી આવતો બસ જે હાથમાં હોય તે વાપરી નાખવાના એટલે વાત પતે. ત્યાર બાદ સ્ટેશન આવ્યું એટલે સમોસા વાળો ભાઈ બોલ્યો, ચાલો સાહેબ હું જાઉં છું. ત્યારે મને થયું કે, હું જયાં મોંઘી કોલેજમાં હજારો રૂપિયા ભરીને ભણ્યો છું. પણ જીવનનો મહત્વનો પાઠ તો આ ઓછું ભણેલો સમોસાવાળો ભણાવી ગયો.
આપણા પૂર્વજો ખુબ ઓછું ભણેલા હોવા છતાં. આજના એમબીએ કરતાં પણ સુવ્યવસ્થિત અને સુજબુજથી વેપાર કરી વ્યવહાર ચલાવતા હતા.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025