વર્ષના છેલ્લા કેટલાક પાના ખુલી રહ્યા છે. તે એક પુસ્તકને સમાપ્ત કરવા જેવું છે, જેનું છેલ્લું પ્રકરણ ડિસેમ્બર છે.
તે માત્ર એક મહિનો નથી, પરંતુ એક અરીસો છે જે આપણને આપણો ભૂતકાળ બતાવે છે, આપણી ભૂલો બતાવે છે અને તે ભૂલોમાંથી આપણને શીખવે છે.
આ ડિસેમ્બરે મને ઘણું શીખવ્યું છે. કેટલાંક સપનાં અધૂરાં રહી ગયાં, કેટલાંક સપનાં સાકાર થયાં, કેટલાંક સપનાં ભૂખરા પડછાયાની જેમ રસ્તામાં ખોવાઈ ગયા. આ દિવસો આપણને કહે છે કે જીવનનો અસલી જાદુ નાની સ્મિતની પલોમાં છે, નિષ્ફળતામાંથી ઉભા થવામાં, નવા સપના જોવામાં છે.
દરેક અંત એ માત્ર એક અંત નથી, પરંતુ નવી શરૂઆતની મીઠી ભેટ છે. તો આવતા વરસને પાછળ મૂકી ચાલો આગળ વધીયે એક નવી શરૂઆત માટે.
નવા વર્ષની શુભ કામનાઓ….
Latest posts by PT Reporter (see all)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024