મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા મનમાં ધર્મનું કામ કરવાનું મન થાય તો તે કામ પહેલા કરજો. ગુરૂની કૃપાથી તમને તમારા કામ પૂરા કરવામાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. 25મી સુધી બને તો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. આજે કરેલું રોકાણ ભવિષ્યના મુશ્કેલીના સમયમાં કામમાં આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 10, 13 છે.
The ongoing rule of Jupiter’s rule suggests you to act on your inclinations towards doing religious works. With Jupiter’s grace you will face no obstacles in completing your tasks. Try to make investments till December 25th. Savings of today will prove useful to you in the future. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 7, 8, 10, 13
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને પણ ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી મિત્રોને ફાયદો થાય તેવા કામ કરશો. નોકરી કરનારને નાણાકીય ફાયદો જરૂર થશે. બીજાની મદદ કરી તેનું દિલ જીતી લેશો. ફેમિલી મેમ્બરનો ભરપુર સાથ મળતો રહેશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 11, 12 છે.
Jupiter’s ongoing rule has you taking on projects which will benefit friends. The employed are sure to receive financial benefits. You will win over the hearts of others by helping them. You will receive ample support from family members. Your home will have a cordial and happy atmosphere. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 8, 9, 11, 12
GEMINI | મિથુન: ક.છ.ઘ.
શનિ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી સારા સમાચાર મળે તેવી આશા રાખતા નહીં. જે પણ કામ કરશો ત્યાં તમારા દુશ્મન તમને હેરાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. નાણાકીય બાબતમાં તમને તમારી મહેનત પ્રમાણે નાણા નહીં મળે. નાણાકીય મુશ્કેલીમાં વધારો થશે. ઘરમાં કામ કરનાર કે તમારી હાથ નીચે કામ કરનારનો સાથ નહીં મળે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 7, 10, 11, 13 છે.
The onset of Saturn’s rule suggests that you don’t hold out hope for any good news. Your detractors will go all out to harass you in all your undertakings. Financially you will not receive as much as the effort you put in. Financial difficulties could escalate. Your domestic help at home or those working under you will not be supportive. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 7, 10, 11, 13
CANCER | કર્ક: ડ.હ.
બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી ભવિષ્યમાં નાણાકીય મુશ્કેલી નહીં આવે તે માટે હમણાંથી પ્લાન બનાવી શકશો. મિત્રોને મદદ કરવામાં કોઈ પણ જાતની કસર નહીં મૂકો. ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. લેણાના નાણા પાછા મેળવવા માટે થોડી ભાગદોડ કરી લેશો તો નાણા મેળવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 12 છે.
The onset of Mercury’s rule helps you start planning your finances to ensure that you are well taken care of in your old age. You will go all out to help your friends. Ensure to make investments. If you put in some effort in retrieving your lent funds, you will be successful. Financial prosperity is indicated. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 7, 8, 9, 12
LEO | સિંહ: મ.ટ.
તમને વાણીયા જેવા બુધની દિનદશા ચાલુ હોવાથી ખોટા ખર્ચા ઉપર કાબુ રાખી શકશો. જે પણ કામ કરતા હશો તે કામ પુરૂં કરવામાં કોઈ કસર નહીં મૂકો. કામકાજને વધારવા માટે થોડી ઘણી ભાગદોડ કરી શકશો. કોઈપણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ભવિષ્યમાં ફાયદામાં રહેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Mercury’s rule ensures that you hold back on unnecessary expenses. You will do a thorough job of any project that you take on. You will be able to put in effort to expand your business. Any investment you make now will prove profitable for you in the future. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 10, 11, 12, 13
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
મંગળની દિનદશા 24 ડિસેમ્બર સુધી મનની શાંતિ નહીં આપે. નાની બાબતમાં ખૂબ ગરમ થઇ જશો. તબિયતની કાળજી લેજો. પેટમાં બળતરા તથા એસીડીટીથી પરેશાન થશો. ખાવા પીવામાં બેદરકાર રહેતા નહીં. ભાઈ-બહેનના સંબંધમાં ખરાબી આવશે. હાલમાં કોઈને પણ મદદ કરવાની ભૂલ કરતા નહીં કોઈનું સારું કરતા તમારૂં ખરાબ થશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 13 છે.
Mars’ rule till 24th December does not allow you mental peace. You could lose your temper over petty matters. Ensure to take care of your health. You could suffer from indigestion and acidity. Do not be careless about your diet. Relations between siblings could take a fall. Avoid trying to help anyone as this could land you in trouble. Pray the Tir Yasht daily.
Lucky Dates: 7, 8, 9, 13
LIBRA | તુલા: ર.ત.
26 ડિસેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા કોન્ફિડન્સમાં ખૂબ જ વધારો થશે. પોતાના કામ પૂરા કર્યા પછી બીજાના કામમાં મદદગાર થશો. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. નાણાકીય બાબતની અંદર સારા સારી રહેશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 7, 8, 11, 12 છે.
The Moon’s rule till 26th December boosts your self confidence greatly. You will help out others in their tasks after completing your own. You will get opportunities to travel abroad. Financial prosperity is indicated. Catering to the wants of family members will ensure cordial atmosphere at home. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 7, 8, 11, 12
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આજથી ચંદ્રની દિનદશા તમારા મનને ખુબ શાંતિ આપશે. 24મી જાન્યુઆરી સુધીમાં નાની મોટી મુસાફરીના ચાન્સ મળશે. ચંદ્રની કૃપાથી તમે તમારા ધારેલા કામો પૂરા કરવામાં સફળ થશો. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. સગાઓ કે મિત્રો સાથેના મતભેદ દૂર કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 9, 10, 11, 13 છે.
The Moon’s rule, starting today till 24th January, brings you immense mental peace. You will get a lot of opportunities for short and long travels. With the Moon’s grace, you will be able to execute all your plans. You will taste success in all your ventures. You will be able to resolve any misunderstandings with relatives or friends. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 9, 10, 11, 13
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
આ અઠવાડિયામાં અપોઝિટ સેક્સની સાથે સારા સારી રાખવામાં સફળ થશો. અધૂરા કામ પુરા કરવામાં અપોઝીટ સેકસનો સાથ સહકાર મળશે. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. વડીલ વર્ગની સલાહથી થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરતા ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 10, 13 છે.
You will be successful in keeping cordial relations with members of the opposite gender, this week. They will prove helpful in assisting you to complete any unfinished works. With Venus’ graces, you will face no financial issues. Take the advice of the elderly when investing money. Catering to the wants of family members will ensure a peaceful atmosphere at home. Pray to Behram Yazad daily.
Lucky Dates: 7, 8, 10, 13
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી શુક્ર જેવા ચમકીલા ગ્રહની દિનદશા ચાલશે. તમારા કામકાજમાં નાણાકીય ફાયદો મળશે. જ્યાં પણ કામ કરતા હશો ત્યાં તમારા માનમાં વધારો થશે. બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળશે. ધનની ચિંતા નહીં આવે. દરેક કામમાં સફળતા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.
Venus’ rule till 14th January will bring you much financial gains in your professional area. Your respect at the work place will greatly increase. Children will bring you some good news. There will be no financial concerns. You will taste success in all you do. Pray to Behram Yazad daily.
Lucky Dates: 9, 10, 11, 12
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
આજથી શુક્રની દિનદશા આવતા 70 દિવસમાં તમારા મોજશોખને ખૂબ વધારી દેશે. શુક્રની કૃપાથી ખર્ચ વધવાની સાથે આવક વધતી જશે. હરવા ફરવામાં દિવસો પસાર કરી શકશો. શારીરિક અને નાણાકીય બાબત ધીરે ધીરે સારા સારી થતી જશે. નવા મિત્રો મળશે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 7, 8, 12, 13 છે.
Venus’ rule, starting today, for the next 60 days, will greatly increase your inclinations towards fun and entertainment. An increase in expenses will be accompanied with an increase in income. You will spend your days enjoying travel. Progress in areas of health and finance is predicted. You could make new friends. The house will be peaceful. Pray to Behram Yazad daily.
Lucky Dates: 7, 8, 12, 13
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી કોઈપણ કારણ વગર તમને હેરાન ગતિ થશે. માથા ઉપરનો બોજો ઘટવાની જગ્યાએ વધી જશે. અચાનક તબિયત બગડી જાય તો નવાઈમાં પડી જતા નહીં. ધણી-ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 7, 9, 10, 11 છે.
Rahu’s ongoing rule will cause you harassment without any reason. Instead of decreasing, your mental pressures could increase. Sudden fall in health is on the cards. Squabbles between couples over petty matters is indicated. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 7, 9, 10, 11
- Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024 - Your Moonsign Janam Rashi This Week –
30 November 2024 – 06 December 2024 - 30 November2024 - Your Moonsign Janam Rashi This Week –
23 November 2024 – 29 November 2024 - 23 November2024