મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લા 4 દિવસ જ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હાલમાં નાણાંકીય મુશ્કેલી નહીં આવે. મિત્રો સાથે ગેટટુગેધરનો પ્લાન બનાવી શકશો. ફેમીલી ડિમાન્ડ પહેલા પુરી કરી આપજો. 25મી પછી ફેમિલી મેમ્બર સાથે મતભેદ થવાના ચાન્સ છે. 25મી થી રાહુની દિનદશા 42 દિવસ માટે તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
You have four days remaining under Jupiter’s rule. You will not face any financial issues. You will be able to plan a get-together with friends. Cater first to the wants of family members. You could face arguments with family members post 25th December, with Rahu’s rule setting in, for 42 days, robbing you of your sleep and appetite. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 21, 22, 23, 24
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે આપેલા પ્રોમીશને પુરા કરવામાં સફળ થશો. રોજ-બરોજના કામ કરવામાં મુશ્કેલી નહીં આવે. નાણાંકીય સ્થિતિમાં સારા સારી રહેશે. થોડી બચત કરી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવાથી ભવિષ્યમાં ફાયદામાં રહેશો. કોઈ મિત્ર કે સગાસંબંધીને નાણાંકીય મદદ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 25, 26, 27 છે.
The ongoing rule of Jupiter helps you deliver on the promises you have made. There will be no obstacles in tackling your daily chores. Financial prosperity is predicted. Saving a little money and investing it well will prove beneficial for you in the future. You will be able to financially help out a friend or relative. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 22, 25, 26, 27
GEMINI | મિથુન: ક.છ.ઘ.
છેલ્લા 6 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને આળસુ બનાવી દેશે. અઠવાડિયાનો છેલ્લો દિવસ આનંદમાં પસાર કરી શકશો. અચાનક વડીલવર્ગની તબિયત બગડી જશે. આ અઠવાડિયામાં ઈલેકટ્રીક કે લોખંડને લગતા કામ કરતા નહીં. 26મીથી ગુરૂની દિનદશા તમને ભરપુર સુખ આપશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 27 છે.
You have 6 days remaining under Saturn’s rule. Its descending rule makes you lethargic. You will be able to spend the last day of the week in happiness. Sudden fall in the health of the elderly is predicted. Do not take on any work related to objects of metal. Jupiter’s rule starting 26th December brings you immense joy. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 21, 22, 23, 27
CANCER | કર્ક: ડ.હ.
24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે. 24મી જાન્યુઆરી સુધીમાં તમારા રોજબરોજના કામમાં સફળતા નહીં મળે. શનિને કારણે ખર્ચમાં વધારો થશે. આવકના ઠેકાણા નહીં રહે. તમે નાની બાબતમાં નર્વસ થઈ જશો. મનગમતી વ્યક્તિને નહીં મળી શકો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.
Saturn’s rule till 24th January robs you of being able to successfully get your daily works done. An increase in expenses is on the cards. Income will not be steady. You could get hassled over small matters. You will not be able to meet with you favourite person. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 24, 25, 26, 27
LEO | સિંહ: મ.ટ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી બુધ્ધિ વાપરીને જે પણ કામ કરશો તેમાં સફલતા મળશે. તમારા દુશ્મન પણ તમારા કામ જોઈને નવાઈ પામી જશે. નાણાંકીય બાબતમાં સારા સારી થતી જશે. નોકરી કરનારને પ્રમોશન મળવાના ચાન્સ છે. હીસાબી કામો પહેલા પુરા કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 22, 23, 26 છે.
The onset of Mercury’s rule ensures that you taste success in all endeavours where your employ your intelligence. Even your enemies will get impressed with your work. Financial progress is indicated. The employed could be in for a promotion. Ensure to complete any accounts-related works first. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 21, 22, 23, 26
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
પહેલા ત્રણ દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી આ ત્રણ દિવસમાં કોઈ સાથે ઝગડો કરતા નહીં. ઓછું બોેલજો. બાકી 24મી ડિસેમ્બરથી બુધની દિનદશા આવતા 56 દિવસમાં તમારા માથાના બોજાને ઓછો કરાવી આપશે. તમે મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. દરરોજ ‘તીર યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.
With only 3 days remaining under Mars’ rule, you are requested not to get into fights with anyone during this period. Speak minimal. Mercury’s rule, starting 24th December, for the 56 days, relieves you greatly of your mental pressures. You will simplify even complicated tasks. Pray the Sarosh Yasht along with the Tir Yasht daily.
Lucky Dates: 24, 25, 26, 27
LIBRA | તુલા: ર.ત.
છેલ્લા 6 દિવસ શીતળ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તમારા અગત્યના કામ પહેલા પુરા કરી લેજો. ચંદ્રની દિનદશા તમારા મગજને શાંત રખાવી તમારા કામમાં સફળતા અપાવશે. ફેમીલી મેમ્બર સાથેના સંબંધમાં સારા સારી રહેવાથી ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
With 6 days remaining under the Moon’s rule, you are advised to prioritize completing your important works. The Moon’s rule keeps you mentally cool and brings you success in all your endeavours. Cordial relations with family members keep the home atmosphere pleasant. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 21, 22, 23, 24
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી જાન્યુઆરી સુધીમાં તમારે ગામ પરગામ જવાના ચાન્સ મળશે. ચંદ્રની કૃપાથી તમારો સેલ્ફ કોન્ફીડન્સમાં વધારો થશે. તમે જે પણ કામ કરશો તેમાં બીજાઓ તમારા વખાણ કરો. ઘરનું વાતાવરણ સારૂં રહેશે. તમારી સાથે કામ કરનારનો સાથ સહકાર મેળવશો. નાણાંકીય સ્થિતિમાં સારા સારી થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 25, 26, 27 છે.
You will get opportunities to travel abroad till 24th January. The Moon’s rule blesses you with added self confidence. You will receive praise from other in all your endeavours. The home front will be cordial. Colleagues will be supportive. Financial prosperity is predicted. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 22, 25, 26, 27
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
સુર્ય જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે શાંત નહીં રહી શકો. ખાવા પીવા પર ધ્યાન આપજો. તબિયત ખરાબ થવાના ચાન્સ છે. બીજાની સલાહ માનતા નુકસાન થવાના ચાન્સ છે. મિત્રો સાથે નાની બાબતમાં મતભેદ પડતા જશે. સરકારી કામમાં સફળતા નહીં મળે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 21, 23, 24, 26 છે.
The onset of the Sun’s rule doesn’t allow you to be in peace. Ensure to pay attention to your diet as your health could go down. Acting on the advice of others will result in loss for you. Arguments with friends over petty matters is predicted. You will not find success in government-related matters. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 21, 23, 24, 26
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે નાનામાં નાના કામ પણ ખુબ સારી રીતે કરી શકશો. અપોઝીટ સેકસ તરફથી સાથ સહકાર મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. નવા મિત્રો મલવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. થોડું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 23, 25, 27 છે.
Venus’ rule till 14th January will help you execute even the smallest tasks very efficiently. It will be easy to get support from members of the opposite gender. You could make new friends. Financial prosperity is indicated. Ensure to make at least small investments. Pray to Behram Yazad daily.
Lucky Dates: 22, 23, 25, 27
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને શુક્ર જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાથી મનને શાંતિ મળશે સાથે સાથે ધનલાભ પણ થશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. અપોજીટ સેકસની ડિમાન્ડ પુરી કરી તેમને ખુશ કરી શકશો. નવા કામમાં સફળતા મળશે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 22, 26, 27 છે.
The onset of Venus’ rule suggests that you will get much peace of mind by traveling abroad, and this will prove profitable as well. Sudden windfall is predicted. Catering to the wants of the opposite gender will please them. New projects will be successful. You will be able to install new products at home. Pray to Behram Yazad daily.
Lucky Dates: 21, 22, 26, 27
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
હાલમાં રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારૂં મગજ સ્થિર નહીં રહે. નહીં કરવાના કામ કરી તમારી તબિયતને બગાડી દેશો. ખોટા ખર્ચાઓથી પરેશાન થશો. ખાવા પીવામાં બેદરકાર રહેતા નહીં. તબિયત ખરાબ થવાના ચાન્સ છે. કોઈની ફેમીલી મેટર સેટલ કરવા જતા તમે મુશ્કેલીમાં આવશો. રાતની ઉંઘ ઓછી થતી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Rahu’s ongoing does not allow your mind to be stable. Doing things that you shouldn’t will lead to your health taking the toll. Unnecessary expenses will cause you concern. You are advised to be cautious of your diet as your health could get affected. Helping out in someone else’s family matter will land you in trouble. Your sleep will reduce. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 23, 24, 25, 26
- Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024