Your Moonsign Janam Rashi This Week –
04 January 2024 – 10 January 2025


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હાલમાં રાહુની દિનદશા ચાલુ હોવાથી રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઊંઘ બંને ઉડાવી દેશે. તમારા કરેલ કામો તમને નહીં ગમે. નાના નાના કામો પૂરા કરવા માટે નાકે દમ આવી જશે. ખર્ચનો ખાડો ઊંડો થવાથી કોઈ પાસે નાણાં ઉધાર લેવાનો સમય આવે તો નવાઈમાં પડી જતા નહીં. પોતાના કામ સિવાય બીજી બાબતોમાં ધ્યાન નહીં આપતા. ઓછું બોલવાનું રાખજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 9, 10 છે.

The ongoing rule of Rahu steals you of your appetite as well as your sleep. You will not find satisfaction in the tasks you do. Completing even the smallest of tasks will feel like a big challenge. Surmounting expenses could increase and you might need to borrow money. Do not focus on any work except for your own. Try to speak less. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 4, 5, 9, 10


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ગુરૂની દિનદશા ચાલતી હોવાથી ધર્મના કામો ખૂબ સારી રીતે કરી શકશો. ગુરૂની કૃપાથી ધનની ચિંતા ઓછી થતી જશે. ફેમીલી મેમ્બરને સમજાવી પટાવીને તેમની મદદથી તમારા કામો સારી રીતે પૂરા કરી શકશો. જ્યાં પણ કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. થોડું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

Jupiter’s ongoing rule helps you to get all your religious works done smoothly. Financial concerns will reduce, thanks to Jupiter’s grace. You will be able to get your work done effectively by convincing family members to support you. A promotion at the work place is predicted. Ensure to make small investments. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 5, 6, 7, 8


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને પણ ગુરૂની દિનદશા 21મી ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યાં કામ કરતા હશો ત્યાં માન સન્માન ખૂબ વધી જશે. જ્યાં પણ જશો ત્યાં લોકો તમને માન આપશે. નાણાંની બચત કરી ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લઈ શકશો. ખાવા પીવા પર કંટ્રોલ રાખી તબિયતમાં સારા સારી રાખી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 7, 9, 10 છે.

Jupiter’s rule till 21st February bring in added appreciation and respect at your place of work. People will hold you in high esteem wherever you go. By saving up some money, you will be able to make necessary purchases for your home. Keeping a control on your diet will ensure you stay in good health. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 4, 7, 9, 10


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે. હાલમાં તમારા કામો પૂરા કરવામાં ખૂબ પરેશાની આવશે. બને તો કોઈને પણ કોઈ પણ જાતનું પ્રોમિસ આપવાની ભૂલ કરતા નહીં. શનિ તમને થોડા ઘણા આળસુ બનાવી દેશે. ફેમીલી મેમ્બર સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. શનિને શાંત કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

Saturn’s rule till 24th January could pose a lot of challenges in getting your work done. Try not to give any kind of promises to anyone. Saturn makes you lethargic. Squabbles over petty matters with family members is predicted. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 5, 6, 7, 8


LEO | સિંહ: મ.ટ.

05Leo

બુધની દિનદશા ચાલુ હોવાથી 18મી સુધીમાં લેતીદેતીના કામો પહેલા પૂરા કરી લેજો. અગત્યના કામોને થોડો વધારે સમય આપી સાથે કામ કરનારની મદદ લઈ પૂરા કરી શકશો. બુધની કૃપાથી ઇન્વેસ્ટમેન્ટ કરતા ભવિષ્યમાં સારો ફાયદો કમાવી શકશો. બીજાને સમજાવી પટાવી તમારૂં કામ સહેલું કરી શકશો. ધનની બચત કરવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 6, 9, 10 છે.

The onset of Mercury’s rule till 18th January suggests that you prioritize completing any pending financial lending or borrowings. You are advised to give a little more time to important tasks and seek the help of colleagues to complete the same. Investments will yield good profits in the future. You will be able to get your work done by convincing others to see your viewpoint. You will be able to save money. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 4, 6, 9, 10


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમારી બુદ્ધિ વાપરી બીજાનું દિલ જીતી લેશો. જુના રોકાયેલા નાણા પાછા મેળવવામાં સફળ થશો. બીજાનું ભલું કરવાથી તમારૂં સારૂં થશે. શારીરિક બાબતની અંદર સારા સારી રહેશે. તમારા મનની વાત જેને કહેવા માગતા હો તેને કહી દેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 7, 8, 9 છે.

The onset of Mercury’s rule helps you to use your intelligence to win over other people. You will be successful in retrieving old funds that were stuck. Helping others will result in things working out for you. Physical health will improve. Speak out what’s on your mind to the person you intend to speak with. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 5, 7, 8, 9


LIBRA | તુલા: ર.ત.

07Libra

22મી જાન્યુઆરી સુધી મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે ચીડીયા સ્વભાવના થઈ જશો. કારણ વગર કોઈની સાથે ઝઘડો કરતા નહીં. તબિયતમાં તાવ તથા માથાના દુખાવાથી પરેશાન થશો. મનને જરા પણ શાંતિ નહીં મળે. વાહન સંભાળીને ચલાવજો. ફેમિલી મેમ્બર ઉપર ગુસ્સે થઈ જશો. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 10 છે.

Mars’ rule till 22nd January makes you irritable. Do not take on fights with others without any reason. You could suffer from fever or headaches. You will not find any mental peace. Drive or ride your vehicles with caution. You could get angry with family members. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 4, 5, 6, 10


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. જ્યાં તમારૂં મન માનશે તેવા કામમાં સફળતા મળશે. વડીલ વર્ગ તરફથી કોઈ સારા સમાચાર મળશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. કોન્ફિડન્સ પાવર ખૂબ વધી જશે. નાનું ઈનવેસ્ટમેન્ટ કરીને પૈસાની બચત કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 5, 7, 8, 9 છે.

The Moon’s rule till 24th January ensures that you taste success in whichever area that pleases your mind. The elderly will bring you good news. You will get opportunities for short travels. Your confidence will rise greatly. You will be able to save money and make small investments. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 5, 7, 8, 9


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

આજનો દિવસ જ સૂર્યની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી આજે ફેમિલી મેમ્બર સાથે ખોટી બોલાચાલીમાં ઉતરી પડતા નહીં. કોઈ સાથે વાત કરતા સંભાળજો. તમારી નાની વાતથી ફેમિલી મેમ્બરને ખરાબ લાગી શકે છે. બાકી આવતી કાલથી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં તમારા અટકેલા કામોને પૂરા કરાવી આપશે. તમારા સ્વભાવમાં ખૂબ ચેન્જીસ આવી જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 5, 6, 9, 10 છે.

Today is your last day under the rule of the Sun. You are advised not to get into any unnecessary arguments with family members. Be very careful of the words you speak with anyone. Family members could take offence over your inconsequential statements. The Moon’s rule, starting tomorrow, for the next 50 days, ensures to restart and complete all your stalled works. Your behavior will change greatly. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 5, 6, 9, 10


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા મોજ શોખ ખૂબ વધી જશે. ખર્ચનું પ્રમાણ વધવા છતાં તમે મુશ્કેલીમાં નહીં આવો. કામકાજ પુરા કરવામાં કોઈપણ જાતની અડચણ નહીં આવે. અપોઝિટ સેક્સનું દિલ જીતી લેશો. ધણી ધણીયાણીમાં પ્રેમ વધશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 6, 7, 8 છે.

Venus’ rule till 14th January increases your inclinations towards fun and entertainment greatly. Despite an increase in expenses, you will not face any shortage. There will be no obstacle in completing your works. You will win over the heart of members of the opposite gender. Affection between couples will blossom. Pray to Behram Yazad daily.

Lucky Dates: 4, 6, 7, 8


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને તમારા મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવામાં સમય પસાર કરી શકશો. તમારા કામકાજને પૂરા કરવામાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. પ્રેમી-પ્રેમીકાની અંદર મતભેદ ઓછા થતા જશે. ધન મેળવવા માટે થોડી ઘણી મહેનત કરશો તો વધુ ધન મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 5, 6, 10 છે.

The onset of Venus’ rule has you spending your time on travel and enjoyment. You will face no challenges in getting your works done. Squabbles between couples will reduce. With a little extra effort, you will be able to earn a lot of money. Pray to Behram Yazad daily.

Lucky Dates: 4, 5, 6, 10


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજનો દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. આજે શાંતિથી પાક પરવરદેગારનું નામ વધુ લઈ લેજો. બાકી આવતી કાલથી 70 દિવસ માટે શુક્રની દિનદશા તમારા તમામ દુ:ખને ખૂબ ઓછા કરાવી દેશે. હાલમાં ફેમિલી મેમ્બર તથા ઓપોઝિટ સેક્સ તમારાથી નારાજ છે તેમની નારાજગી ધીરે ધીરે 16મી માર્ચ સુધીમાં ખતમ થઈ જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.

This is your last day under Rahu’s rule. Speak God’s name in peace. Venus’ rule, starting tomorrow, for the next 70 days, will relieve you of all your pain. If your family members or friends are upset with you, they will come around by 16th March. Pray to Behram Yazad daily.

Lucky Dates: 6, 7, 8, 9

Leave a Reply

*