મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં શુક્રની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવા પાછળ ખર્ચ ખૂબ વધી જશે. અપોઝીટ સેકસને ખુશ રાખવા માટે ખર્ચ કરવો પડશે. નવા કામ મેળવવા માટેનો સમય ખૂબ સારો છે. કોઈ મિત્રના મદદગાર બની શકશો. ઘરમાં મોજશોખના સાધનો વસાવી શકશો. તબિયતમાં પણ ધીરે ધીરે સારા સારી થતી જશે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
The onset of Venus’ rule your travel and entertainment expenses will increase greatly. You will spend over the opposite gender to keep them happy. This is a good time to get new work projects. You will be able to help a friend. You will be able to purchase items of entertainment for the house. Health will improve gradually. Pray to Behram Yazad daily.
Lucky Dates: 16, 17, 18, 19
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
4થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલશે.તમારા અંગત માણસો અને સગાઓ તમારી વાતને સમજી નહીં શકે. બીજાનું સારૂં કરવા જતા તમારૂં ખરાબ થઈ શકે છે. કોઈપણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ હાલમાં નહીં કરી શકો. દરેક બાબતમાં તમે મુશ્કેલીમાં આવશો. ફેમીલીમાં મતભેદ પડતા રહેશે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 18, 21 છે.
Rahu’s rule till 4th March will make it seem like those close to you are unable to understand you. Helping others could land you into trouble. Avoid making any kind of investments. You could face challenges on every turn. Quarrels within the family are predicted. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 15, 16, 18, 21
GEMINI | મિથુન: ક.છ.ઘ.
છેલ્લુ અઠવાડિયું જ ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ફેમિલી મેમ્બર કે સગાઓનો સાથ મળવાથી તમારા મુશ્કેલી ભર્યા કામ સહેલાઈથી કરી શકશો. ધર્મનું કામ કરવાથી ઘણી શાંતિ મળશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં જરા બી કરકસર કરતા નહી. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
This is the last week for you under Jupiter’s rule. The support of family members will help you do even difficult tasks very effectively. You will find great peace in doing religious work. Do not hold back in making purchases for the house. Financial prosperity is indicated – sudden windfall is on the cards. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 17, 18, 19, 20
CANCER | કર્ક: ડ.હ.
23મી માર્ચ સુધી ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં તમે કોઈકના અટકેલા કામોને પૂરા કરાવી આપશો. નાણાકીય બાબતની અંદર સારા સારી રહેવાથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. ફેમિલી મેમ્બરનો સાથ મળવાથી કોઈપણ જાતની મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. ઘરમાં શાંતિનુ વાતાવરણ રહેશે. ધર્મનું કામ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 20, 21 છે.
Jupiter’s rule till 23rd March makes you the enabler of restarting someone else’s stalled projects. The support of family members will help you rise out of any kind of difficulty. The house will wear a peaceful vibe. You will be able to do religious works. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 15, 16, 20, 21
LEO | સિંહ: મ.ટ.
23મી ફેબ્રુઆરી સુધી શનિની દિનદશા ચાલશે. તમારે તબિયતની ખાસ સંભાળ લેવી પડશે. બેચેની લાગે તો ડોક્ટરની સલાહ અવશ્ય લેજો. વડીલવર્ગ તમારી સાથે નાની બાબતમાં નારાજ થઈ જશે. તમારા વાંક ગુના વગર તમને સાંભળવુ ંપડશે. તમારા કામ સમય પર પુરા નહીં કરી શકો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 17, 18, 19 છે.
Saturn’s rule till 23rd February calls for you to take special care of your health. If you feel restless, do consult a doctor. The elderly will get upset over you over petty matters. You will be told off despite being innocent. You will not be able to complete your tasks on time. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 15, 17, 18, 19
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજ અને કાલનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બુદ્ધિ વાપરીને અગત્યના કામો પહેલા પૂરા કરી લેજો. 17મીથી શરૂ થતી શનિની દિનદશા તમારા મગજને ફેરવી નાખશે. ડોક્ટર તથા વકીલથી દૂર રહેવાની કોશિશ કરજો. શનિ તમને આળસુ બનાવી દેશે. રોજના કામો સમય પર પૂરા નહીં કરી શકો. તમારી સાથે કામ કરનાર તમારો સાથ નહીં આપે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
You have today and tomorrow under Mercury’s rule. Use you intelligence and complete any important tasks first. Saturn’s rule, starting from 17th February, will impact you mentally. You are advised to stay away from doctors and lawyers. Saturn makes you lethargic. You will not be able to complete your daily chores in time. Your colleagues will not be supportive. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 18, 19, 20, 21
LIBRA | તુલા: ર.ત.
18મી સુધી બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. તમને જ્યાં ફાયદો થતો હશે તે વાત ઉપર વધુ ધ્યાન આપશો. ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. મિત્રોની મદદથી તમારા અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. નાણાકીય મુશ્કેલી દૂર કરવા માટે સીધો ઉપાય મળી જશે. લેતીદેતીના કામો પહેલા પુરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 19 છે.
Mercury’s rule till 18th February will have you gravitating towards options which are profitable to you. You will be able to make investments. With the help of friends you will be able to restart your stalled work projects. You will find a solution for your financial issues. Prioritize the completion of your pending financial transactions. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 15, 16, 17, 19
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. આ અઠવાડિયામાં વાહન ચલાવતા હોય તો વાહન સંભાળીને ચલાવજો. ખાંસી શરદી જેવી બીમારીથી ખાસ સંભાળજો. ભાઈ બહેનના સંબંધમાં મતભેદ પડશે. કોઈને કોઈ પણ જાતના પ્રોમિસ આપતા નહીં. તમારી સાથે કામ કરનાર તમને સાથ નહીં આપે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
This is your last week under the rule of Mars. You are advised to ride/drive your vehicles during this period with great caution. You could suffer from cough and cold. Squabbles amongst siblings is predicted. You are advised to avoid making promises to anyone. Your colleagues will not be supportive of you. Pray the Tir Yasht daily.
Lucky Dates: 18, 19, 20, 21
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
23મી ફેબ્રુઆરી સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. તમારા અગત્યના ડિસિઝન પહેલા લઈ લેજો. હાલમાં મનની શાંતિ ખૂબ રહેશે. જે પણ કામ કરશો તે પુરૂં કરીને મુકશો. મિત્રો તરફથી કામમાં મદદ મળી જશે. ચાલુ કામ પર વધુ ધ્યાન આપતા ફાયદો થશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 15, 17, 19, 20 છે.
The Moon’s rule till 23rd February suggests that you focus on making important decisions first. There will be much mental peace. You will be able to complete all your tasks. Friends will be helpful in your work. Focus more on your ongoing work for profits. Sudden windfall is expected. You will be able to make purchases for the house. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 15, 17, 19, 20
CAPRICORN | મકર: ખ.જ.
તમને ચંદ્ર જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 23મી માર્ચ સુધીમાં મુસાફરીનો ચાન્સમાં મળે તો મુકતા નહીં તેમાં ફાયદો થવાના ચાન્સ છે. બને તો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. જીવનસાથી શોધી શકશો. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. બીજાની મદદ કરવામાં કોઈ પણ કસર નહીં મૂકો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
The onset of the Moon’s rule till 23rd March, advises you not to miss out on any travel opportunities, as these could be profitable to you. Try to invest a little. You will be able to meet your life partner. You are advised to speak out what’s on your mind to the relevant person. You will go all out to help others. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 16, 17, 18, 19
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
હવે તો તમને સૂર્ય જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામમાં સફળતા નહીં મળે. વડીલ વર્ગની તબિયતની ખાસ સંભાળ લેજો. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મૂકી દેશે. નાણાકીય બાબતની અંદર ધીરે ધીરે મુશ્કેલી વધતી જશે. તબિયતમાં સારા સારી નહીં રહે. દવા પાછળ ખર્ચમાં વધારો થશે. ઘરમાં શાંતિનું વાતાવરણ નહીં રહે.
શુકનવંતી તા. 15, 17, 20, 21 છે.
The onset of the Sun’s rule denies you of any success in government-related works. You are advised to take extra care of the elderly. A small mistake could land you in great trouble. Financial issues could increase gradually. Health could go down – you might need to make medical expenditures. The house will not be peaceful. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 15, 17, 20, 21
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે. ખર્ચ ઉપર કાબુ રાખવામાં સફળ નહીં થાઓ. તેમ છતાં શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થતા જશે. એકબીજાની વાત ઈશારાથી સમજી શકશો. રોજબરોજના કામો ખૂબ સારી રીતે કરી શકશો. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવામાં સફળ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Venus’ rule till 14th March makes it impossible for you to control your expenses. Even so, you will not face any financial shortage. Squabbles between couples will reduce and you will understand each other without the need for words. You will be able to do your daily chores very effectively. You will be able to cater to the wants of family members. Pray to Behram Yazad daily.
Lucky Dates: 16, 17, 18, 19
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025