28 જાન્યુઆરી, 2025ની પૂર્વ સંધ્યાએ સયાજીગંજ ખાતે સ્થિત શેઠ ફરામજી કોન્ટ્રાક્ટર આદરિયાનના 102મા સાલગ્રેહની ભવ્ય ઉજવણી માટે વડોદરાના પારસી સમુદાયે એકઠા થયા હતા. ઉજવણીની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી, ત્યારબાદ હમદીનોએ પારસી ગીત છૈએ હમે જરથોસ્તી રજૂ કર્યું હતું. ટ્રસ્ટી જરૂ એમ. કોન્ટ્રાક્ટરે આદરિયાનના સમૃદ્ધ ઇતિહાસનું વર્ણન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોમાં એરવદ ડો. ખુશરૂ હોમી ઘડિયાલી, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને આર્કિટેકટ હાફીઝ કોન્ટ્રાક્ટરનો સમાવેશ થતો હતો જેમણે સાંસ્કૃતિક સંરક્ષણ અને સમુદાય વિકાસ પર વાત કરી હતી. સ્વયંસેવકોને તેમના સમર્પણ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. સાંજનું સમાપન ટ્રસ્ટી નિકિતિન કોન્ટ્રાક્ટરના આભારવિધિ ભાષણ સાથે થયું. આ કાર્યક્રમમાં શ્રદ્ધા, એકતા અને ભાવિ પેઢીઓ માટે આ પવિત્ર સ્થાનનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
- જેજે હોસ્પિટલના પારસી વોર્ડમાં નવરોઝની ઉજવણી - 5 April2025
- ઝોરોસ્ટ્રિયન વિમેન્સ એસોસિએશન ઓફ સુરત દ્વારા પાણી બચાવો પર્ફોર્મન્સ - 5 April2025
- આવાં યઝદના પરબની ઉજવણી - 5 April2025