Your Moonsign Janam Rashi This Year

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આ વરસમાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. આખા વરસમાં ગુરૂ તમને પૈસાની ખેંચ નહીં આપે બને તો બોન્ડ કે ગોલ્ડમાં રોકાણ કરી લેજો. વરસની શરૂઆત સારી નહીં રહે. ચિંતાઓથી ઘેરાયેલા રહેશો. બચ્ચાઓના ભણતરની ચિંતા, ઘરમાં રિપેરીંગનો ખર્ચ કરવો પડશે. 18મી ઓગસ્ટ સુધી રાહુ બદલાયા પછી ઘરવાળા પાછળ ખર્ચ કરવો પડશે. 17મી સપ્ટેમ્બર બાદ  લગ્ન કરનાર માટે સારા જીવનસાથી મળવાના ચાન્સ છે. છેલ્લે શનિ ઓકટોબરમાં બદલાશે પછી મુસાફરી કરવામાં ફાયદામાં રહેશો. ગામ-પરગામ જવાના યોગ થશે. ધર્મ-ચેરિટીના કામ ઓછા કરી શકશો. તમને મોટી માંદગી નહીં આવે પણ વડીલવર્ગની તબિયતની સંભાળ લેજો.

શુકનવંતા માહ: 2, 3, 5, 7, 8, 10 છે.

Your year will be financially balanced – investing in gold and bonds could lead to profits. You may need to focus your attention, time and money towards children’s education and house renovations. Lady luck smiles upon those looking to get married 17th September onwards this year. October invites travels and outings. Your attention may be swayed away from religious and charitable work. Your will keep well health-wise, however, look after the health of your elders.

Lucky Months As Per Parsi Calender: 2, 3, 5, 7, 8, 10.

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આ વરસમાં ગુરૂ તમને બચાવશે છેલ્લી ઘડીએ તમને મદદ મળી જશે. 26મી ઓકટોબરથી શનિ આઠમે આવશે તેથી તમારા દરેક કામ અટકીને પછી થશે. નાણાકીય બાબતમાં ખેંચતાણ આવશે પણ કોઈને ઉધાર પૈસા આપવાની ભૂલ કરતા નહીં. બને તો મોટી લોન લેતા પહેલા વિચાર કરજો. આ વરસમાં ઘરમાં નવું કામ નહીં કરાવશો તેટલું સારૂં. નારાજ ઘરવાળાને મનાવતા માની જશે. મોટી માંદગી નથી પણ નાની માંદગીથી સંભાળવું. આ વરસમાં નોકરી કરનાર લોકો કરતા ધંધાવાળાને વધુ કામ મળશે. કોઈ સાથે ભાગીદારીમાં કામ નહીં કરતા. લગ્ન કરવા માગતા હશો તો આ વરસમાં થઈ જશે. આ વરસમાં તમારા બચાવેલા નાણા ખર્ચ ન થાય તેની ખાસ દરકાર લેજો મુસીબતમાં જરૂર પડશે. મનગમતી વ્યક્તિને મળવાથી આનંદમાં રહેશો.

શુકનવંતી પારસી માહ:  1, 3, 4, 6, 8, 11 છે.

Thanks to Jupiter, you will receive help this year, especially at crucial times. From 26th October Saturn might pose small obstacles in your path delaying your work. You will need to balance your finances. Do not lend money and think twice before getting a loan. Avoid renovations at home. You will be able to befriend any upset family members. Health looks good overall but look out for minor issues. Entrepreneurs will do very well compared to the employed. Avoid business partnerships. You will get married this year if you so wish. Your saved income will be of use in this year. You will find happiness by meeting people you like.

Lucky Months As Per Parsi Calender: 1, 3, 4, 6, 8, 11.

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

વરસની શરૂઆત ખૂબ જ સારી રહેશે. તેમજ આ વરસની અંદર તમને જે મેળવવું છે તે વરસના અંતમાં દેખાશે. રાહુ રાશિ બદલશે ત્યારે થોડાક મહિના માટે ફેમિલિનું વાતાવરણ સારૂં નહીં રહે પણ ધીરેધીરે સુધરશે. શનિ સાતમાં ઘરમાં આવવાથી લગ્ન કરવા માગતા હશો તેના લગ્ન નકકી થશે. ઘરમાં કોઈ નવી ચીજ-વસ્તુ વસાવી શકશો. જો ટ્રાય કરશો તો જૂનું ઘર વેચી નવું ઘર લઈ શકશો. હિસાબી કામમાં ફાયદો થશે. ભાગીદારીમાં કોઈ કામ કરવાનું વિચારતા નહીં. નવા કામ કરવાનો ચાન્સ મળશે. દેશ વિદેશ જવાના ચાન્સ મળશે. ફકત 14મી જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીના સમયમાં સરકારી કામોથી સંભાળજો. રાકાણ અવશ્ય કરજો. જયાં કામ કરતા હશો ત્યાં ધનલાભ મળતા રહેશે. નાણાકીય ચિંતા સતાવશે નહીં.

શુકનવંતી માહ:  2, 3, 5, 8, 9, 11 છે.

Your year starts off great, and you will achieve all that you wish to by this year end. Rahu ruling over you for a few months might temporarily bring in some family discord, which will be sorted out. Those looking to get married, will be able settle down soon. New household purchases are indicated. With a little effort, buying and selling of your house will be possible. Financial profits are on the cards but abstain from partnerships. New career ventures and travel abroad is possible. Avoid indulging in government related work from 14th January to 14th February. Save money to make financial gains at your workplace.

Lucky Months As Per Parsi Calender: 2, 3, 5, 8, 9, 11.

.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

આ વરસ પૈસા માટે મધ્યમ રહેશે. તેમજ બધાજ ગ્રહોની પોજીશન મધ્યમ છે. ગુરૂની પોજીશન બીજા ગ્રહ કરતા સારી હોવાથી કામ-ધંધામાં મુશ્કેલી નહીં આવે. નોકરી કરતા હશો તો ત્યાં કામ વધુ કરવું પડે તો કરી લેજો. આ વરસમાં તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવો અગત્યનું રહેશે. રાહુ, કેતુ બદલવાથી ખોટા ડિસીઝન લેવાની ભૂલ નહીં કરતા. લગ્ન કરનારને માટે મધ્ય સમય છે. હરવા ફરવા જઈ શકશો. પ્લાનીંગ કર્યા વગર કોઈ કામ કરતા નહીં. ઓકટોબર પછી કોઈ પાસે લોન કે ઉધાર લેવાની ભૂલ કરતા નહીં. ઘરવાળાનો સાથ- સહકાર મધ્યમ રહેશે. અગત્યની વ્યક્તિ નારાજ ન થાય તે માટે ધ્યાન આપજો. કામ કરવાની ઉતાવળ કરતા નહીં. ખાસ કરીને 14મી ફેબ્રુઆરીથી 14મી માર્ચ વચ્ચે તબિયતમાં બેદરકાર રહેતા નહીં. તમારૂં બોલવાનું કોઈને ખરાબ ન લાગે તેથી દરેક સાથે ઓછી વાતચીત કરવી.

શુકનવંતી માહ: 1, 2, 4, 5, 8, 10, 12 છે.

This year your finances will stay neutral. With Jupiter’s strong rule, your work-life will go smooth. Put in extra effort at work, if need be. Try to keep you temper in check. Avoid making wrong decisions. This is a good time to get married. Travel for entertainment is indicated. Ensure to have a plan in place before embarking on any ventures. Post October, avoid borrowing money or taking loans. You will be supported by your family. Ensure to not displease any special people. Don’t be hasty about work. Pat attention to your health from 14th Feb – 14th March. Try to restrict your words to avoid hurting people.

Lucky Months As Per Parsi Calender: 1, 2, 4, 5, 8, 10, 12.

.


LEO | સિંહ: મ.ટ.

05Leo

ગુરૂ રાશિ બદલશે એટલે ઓકટોબર પછી વરસ સારૂં જશે. તેમજ ઓકટોબર બાદ શનિની નાની પનોતીમાંથી નીકળી જશો. ગુરૂના બળને કારણે અચાનક ધન લાભ મળી જશેે. તમારા મનની નેક મુરાદ પૂરી થશે. વરસના પહેલા બે મહિનામાં ખોટી ચિંતાઓથી પરેશાન થશો તેથી કોઈ પર વિશ્ર્વાસ મૂકતા નહીં. 2018માં નાની મુસાફરી કરવી પડશે. લગ્ન કરનાર વ્યક્તિ માટે આ વરસ ખૂબ જ સારૂં જશે. બચ્ચાંઓને ભરપુર સુખ આપી શકશો. રાહુને કારણે આ વરસમાં ધન બચાવવું મુશ્કેલ થશે તેથી ઈનવેસ્ટ અવશ્ય કરજો. લગ્ન કરનાર વ્યક્તિના લગ્ન મનપસંદ વ્યક્તિ સાથે થઈ શકશે. તમારા રાશિવાળાને ગુરૂની કૃપા સારી હોવાથી બીમારી આવવાની હશે તો તેની જાણ પહેલાજ થઈ જશે. ખરાબ બાબતના સંકેત પહેલા જ મળી જશે.

શુકનવંતી માહ: 1, 2, 4, 5, 9, 10 છે.

With Jupiter’s exit as your ruling planet post October, your year will change for the better. You will also exit Saturn’s mini-jinxes. Jupiter may also bring you financial profits and will help fulfil your wishes. The first month of the year may bring in mental worries – ensure you trust only those you are sure of. 2018 might bring in small travels. Those looking to get married will find this year blissful. You will bring happiness to children. You might be unable to save money due to Rahu’s influence, so ensure to invest your income. You will be able to marry the person you desire. With Jupiter’s blessings, you will get timely intimation about any oncoming health issues or other concerns.

Lucky Months As Per Parsi Calender: 1, 2, 4, 5, 9, 10.

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

વરસની શરૂઆત સારી થશે. ઓકટોબરથી તમને નાની પનોતી લાગશે. તેથી ઓકટોબર સુધી તમારા કોઈબી કામમાં અડચણ નહીં આવે પણ જેવા શનિ મહારાજ ધન રાશિમાં પ્રવેશ કરશે ત્યાંરથી તમને નાની પનોતી શરૂ થશે. કામમાં  મુશ્કેલી આવવાની શરૂઆત થશે. ગુરૂનું બળ આખા વરસમાં સારૂં હોવાથી હેરાન થશો પણ હાર નહીં માનશો. ગુરૂની કૃપાથી તમે જ્યાંબી અટકશો ત્યાં તમને રસ્તો મળી જશે. આ વરસમાં ચેતીને ચાલશો તો બચી જશો કોઈબી બાબતમાં બેદરકાર બનતા નહીં. ફેમિલીમાં સારા પ્રસંગ આવવાના ચાન્સ છે. નવાકામ કરતા નહીં. ખોટી બાબતમાં ફસાઈ જઈને ધન અને સમયની બરબાદી કરતા નહીં. લગ્ન કરનાર માટે તમારા જન્મના ગ્રહો પ્રમાણે લગ્ન નકકી થશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. આ વરસની અંદર મોટી માંદગી નહીં આવે.

શુકનવંતી માહ:  1, 2, 4, 6, 7, 10, 11 છે.

You have a superb start to the year without any obstacles till October, post which you may encounter small misfortunes. Saturn may cause hurdles at the workplace. Jupiter’s strong influence might set you back at times, but don’t give up. You will always find a way out of all situations but stay extra careful. You will celebrate happy occasions with family. Avoid starting new ventures as these could result in wasted time and effort. With regard to marriage, your birth planet will rule the ongoings. Be careful when driving. This year brings in good health.

Lucky Months As Per Parsi Calender: 1, 2, 4, 6, 7, 10, 11.

.


LIBRA | તુલા: ર.ત.

07Libra

આ વરસની અંદર તમારા કામમાં તમને સફળતા જરૂર મળતી રહેશે. જે પણ કામ કરશો તેમાં તમારો કોન્ફિડન્સ વધતો જશે. તેમજ એક કામ પૂરૂં કર્યા પછી બીજું કામ ચાલુ કરશો. ઓગસ્ટબાદ સરકારી કામમાં સફળતા મેળવશો. ડિસેમ્બર સુધી કોઈને લોન આપતા નહીં. શનિની પરેશાનીમાંથી ઓકટોબર બાદ છૂટા થવાથી વધુ સારા કામ કરી શકશો. નાણાકીય બચાવ કરી શકશો. ફ્યુચર પ્લાન બનાવી કામ કરવાથી સફળ થશો. તબિયત બગડી શકે છે પણ મોટી માંદગી નહીં આવે. આ વરસમાં ગામ-પરગામ તથા ફોરેન જવાના ચાન્સ મળશે. કોઈ પણ કામ આળસ વગર કરી શકશો. ધનની કમી નહીં આવે. 14મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી વચ્ચે થોડા સમય માટે નર્વસ થઈ જશો તો ચિંતા કરતા નહીં.

શુકનવંતા માહ: 1, 3, 4, 6, 7, 9, 12 છે.

This year brings success in all your endeavours, boosting your confidence. Complete old tasks before starting new ventures. Post August, you will experience success in government-related work. Avoid lending money until December. Post October, Saturn recedes, causing a few problems, making you lean towards noble causes. Save money and plan out your future for greater success. No major health issues indicated. This year, domestic and international travels are possible. This will be a good year financially. The period between 14th December, 2017, to 14th January, 2018, could cause anxiety, but you will overcome it.

Lucky Months As Per Parsi Calender: 1, 3, 4, 6, 7, 9, 12.

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

આ વરસ નાણાકીય રીતે સારૂં રહેશે. ઓગસ્ટ બાદ વિદેશ જવાના પ્લાન બનાવશો તો તેમાં અડચણ આવશે પણ પછી સફળતા પણ મળીને રહેશે. તમને સરકારી કામમાં જોઈએ તેટલી સફળતા નહીં મળે. 26મી ઓકટોબર શનિ તમારી રાશિથી નીકળી જતા મનનો ગભરાટ ઓછો થશે. ફેમિલીમાં પ્રોબ્લમ્સ આવતા હશે તે ઓછા થતા જશે. સપ્ટેમ્બરબાદ વરસની અંદર તમને ચેરીટીના કામ કરવામાં આનંદ આવશે. નવી નોકરી શોધવા જતા આ વરસમાં મળી જશે. તમારા ફસાયેલા નાણા મેળવી શકશો. શેર-સટ્ટાના કામ કરવાથી નુકસાનીમાં જશો. લગ્ન કરનાર વ્યક્તિને થોડી મુશ્કેલીઓ આવ્યા પછી લગ્ન થઈ જશે. સગા-વહાલાઓથી પરેશાન થશો. પણ દરેક કામમાં જીત મેળવશો.

શુકનવંતા માહ: 2, 3, 5, 7, 10, 11 છે.

A good year financially. Initial obstacles will get in the way of travel abroad, but will ease off, post August. You might not be as successful as hoped for in government related work. Saturn’s descending rule after 26th October, brings you peace and reduction in family problems. Charitable work will bring you peace, post September. Your job search will be fruitful this year. You will retrieve money owed to you. Refrain from gambling. Those planning marriage might face temporary hurdles but gradually things will work out – but relatives could be a bother. Success in all endeavors is indicated.

Lucky Months As Per Parsi Calender: 2, 3, 5, 7, 10, 11.

.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ઓકટોબર પછી તમારી રાશિમાં શનિ આવવાથી તમારા વિચારો બદલાશે. ધંધાકીય રીતે વરસ ઘણું જ સારૂં જશે. નોકરી કરનારને થોડી તકલીફો ભોગવવી પડશે. પણ આગળ જતા પ્રમોશન મળવાના ચાન્સ છે. ટીચીંગના કામમાં મનને શાંતિ પણ મળશે અને ધન પણ કમાઈ શકશો. શનિને કારણે ઓકટોબર પછી તમને તમારી મહેનત જ કામમાં આવશે. ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. પણ પૈસાને લીધે કોઈ કામ નહીં અટકે. જે લોકો લગ્ન કરવા માગતા હશે તેના લગ્ન આ વરસમાં થઈ જશે. પેટની બીમારીથી સંભાળજો. બાળકો પર ધ્યાન આપી શકશો.

શુકનવંતા માહ: 1, 3, 4, 6, 10, 11, 12 છે.

Saturn rules you from October, altering your thoughts. Businessmen have a good year ahead; employees may face initial difficulties but will eventually get a promotion. If you are in the field of education, teaching will bring you peace and money.  Your hard work will reap benefits after October. You will spend lavishly, without fearing financial crunch. Those who intend to get married will do so this year. Be careful of health issues related to the stomach. Pay attention to your children.

Lucky Months As Per Parsi Calender: 1, 3, 4, 6, 10, 11, 12.

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

આ વરસમાં ગુરૂનું બળ સારૂં હોવાથી તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. પણ મનની શાંતિ અને શારિરીક બાબતથી થોડા સમય માટે પરેશાન રહેશો. આ વરસમાં 26મી ઓકટોબર પછી તમને શનિની સાડા સાતી પનોતી શરૂ થશે. ફેમિલીમાં કોઈ ને કોઈની તબિયત બગડી જશે તથા તમારી તબિયત સારી નહીં હોવા છતાં રોજી રોટી કમાવા માટે ગામ પરગામ જવા માટે ભાગદોડ કરવી પડશે. કામ કરનાર હશો ત્યાં કામમાં મુશ્કેલી નહીં આવે. સાતમાં ઘરમાં રાહુ આવવાથી લાઈફ પાર્ટનર કે બીઝનેસ પાર્ટનરની વધુ કાળજી લેવી પડશે. ખોટા વિચારોથી પરેશાન થતા રહેશો. ગામ પરગામ જવાના ચાન્સ આવતા રહેશે. આ વરસમાં લગ્ન કરવા માગતા હશો તો લગ્ન થઈ જશે. નવા કામકાજ શોધવાની કોશિશ કરતા નહીં. ઉતાવળમાં કોઈ ડિસીઝન લેતા નહીં આગળ જતા પરેશાન થશો. સાંભળજો બધાનું કરજો પોતાના મનનું.

શુકનવંતા માહ 2, 5, 6, 8, 9, 11 છે.

Under Jupiter’s strong rule, you will be financially secure, though a little troubled physically and mentally. Saturn begin ruling you post 26th October, calling for greater attention to your health and that of your family’s. Work might need you to travel. Employees will have a smooth work life. Take care of your life partner and associates. Work towards being positive. You will get married, if you wish to. Avoid looking for a new job or making hasty decisions. Listen to all, but follow your heart.

Lucky Months As Per Parsi Calender: 2, 5, 6, 8, 9, 11.

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

આ વરસમાં સપ્ટેમ્બર સુધી નો સમય મધ્યમ જશે. બાકી ઓકટોબર બાદ તમારા માટે વરસ ખૂબ સારૂં છે. ઓગસ્ટ સુધી અપોઝિટ સેકસની સાથે મતભેદ પડતા રહેશે. ત્યારબાદ તમારા મતભેદ ઓછા થશે. શનિની બદલી થવાથી આ વરસની અંદર તમને મિત્ર તરફથી ખૂબ સારા ફાયદા મળશે. નવા મિત્રો મળશે. નાણાકીય બાબતમાં વરસ સારૂં જશે. તમારા કામકાજમાં સફળતા મેળવશો. ગુરૂની સ્થિતિ સારી થવાથી લગ્ન કરવા માંગનાર વ્યક્તિને મનગમતો જીવનસાથી મળશે. ઘરમાં નાના મોટા ચેન્જીસ કરાવી શકશો. બીજાને મદદ કરી શકશો. સરકારી કામમાં ફાયદો મેળવી શકશો. લોન મેળવવા થોડી મહેનત કરવાથી સફળતા મળશે. શારિરીક અને માનસિક રીતે વરસ ખૂબ જ સારૂં જશે.

શુકનવંતા માહ 1, 3, 4, 5, 7, 8, 10 છે.

Though you will experience difficulties till September, October onwards, there is happiness and good news. The period up-to August might bring in misunderstandings with people from the opposite gender, but with Saturn’s rule changing, you will make new friends who will be helpful. Financially, a good year, with success at your workplace. People who wish to get married will find their desired partner. Home renovation is on the cards. You will be helpful to other. Profits in government related work is possible. With a little extra effort, you will get a loan passed. A good year ahead – health wise and mentally.

Lucky Months As Per Parsi Calender: 1, 3, 4, 5, 7, 8, 10.

.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

સપ્ટેમ્બર સુધી તમારા શત્રુઓ તમને હરાવી નહીં શકે. ઓગસ્ટમાં રાહુ ચેન્જ થયા બાદ તમારે થોડીઘણી બુધ્ધિવાપરી કામ કરવાનો સમય આવશે. કોઈ નવી વસ્તુ જાણવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. ઓકટોબરમાં શનિ બદલાશે ત્યારથી વરસની આખર સુધી તમારા રોજના કામમાં ધ્યાન આપવું પડશે. આ વરસમાં તમને શું મળશે શું નહીં મળે તેના વિચાર કરવાથી તમે ખોટી ચિંતામાં આવી જશો. ગુરૂ રાશિ બદલવાથી આ વરસની અંદર તમારે ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. તેમાં તમારા કામને નુકસાન નહીં થાય. ગામ-પરગામ જવાથી તમને આનંદની સાથે કામમાં સારા સારી થશે તે વાત ધ્યાનમાં રાખજો. લગ્ન કરવા માગતા હશો તો લગ્ન કરી શકશો. થોડીઘણી રકમ બચાવી ઈનવેસ્ટ કરજો. નવાકામ સંભાળીને કરજો. જૂના કામમાં મુશ્કેલી નહીં આવે.

શુકનવંતા માહ 2, 3, 5, 6, 8, 11, 12 છે.

You will be victorious till September. August heralds Rahu’s rule, calling for you to use your wisdom while executing tasks and putting in extra effort in getting information. Saturn rules you post October and you will need to focus on the tasks at hand. You could also experience confusion. An opportunity to travel brings success and financial profits. It’s a good time to get married for those who wish to tie the knot. Save money and invest wisely. Be careful while starting new ventures; current work will continue to go on smoothly.

Lucky Months As Per Parsi Calender: 2, 3, 5, 6, 8, 11, 12.

.

Leave a Reply

*