‘તો પછી ફિલ, ખુદ તમારી બેનને તમો નહીં કરી શકો હેપી? ફકત પૈસાને ખાતર બીચારા નહીં પરણી શકતાં ને એક વાત જાણોછ ડાર્લિંગ, જાંગુ દલાલના માયને એટલી રીત જોઈએછ ને તેથી એવણ વાંધો ઉઠાવેછ.’
તે જવાને ખાતાં અટકી જઈ, એક વહાલભરી નજર તે મીઠી છોકરી પર ફેંકી પછી મજાકથી પૂછી લીધું.
‘તું ને હિલ્લાએ મારી આગળ એ વાત કરવા કહી?’ ‘નહીં, નહીં ફિલ, પણ બીચારીને દલગીર જોવુંછ ત્યારે મારા દિલમાં ચુંથઈ આવેછ, કારણ મને પોતાને એક કાતિલ ગમનો અનુભવ મળેલો છે.’
‘વારૂં શિરીન, આપણે એ લોકને પરણાવી આપશું.’
‘થેંકસ, થેંકસ ફિલ, ને ડાર્લિંગ એક…એક બીજીબી રીકવેસ્ટ છે.’
‘શિરીન, હજી કંઈ બાકી છે?’
‘ફકત હવે એકજ, ફિલ તમોએ બીચારા દિલ્લા હિલ્લાનો અરધો અરધ પોકેટ મની કાપી નાખ્યો તે એ લોક આવી મોંઘવારીનાં વખતમાં પોતા પાછળ શું ખરચી શકે? બાપ વગરનાં બચ્ચાં કોણ તરફથી આશા કરે, ભઈનીજને?’
‘વારૂં ડાર્લિંગ, તેબી તારે ખાતર કરશ. હવે હેપી થઈ?’
‘ઓ ઘણી જ ફીલ, ને હું કેવું ઈચ્છુંચ કે આપણે હાલમાં ડાઈનીંગ રૂમમાં બધા નોકરોની સામે નહી હતે.’
‘કાંય શિરીન?’ ‘તો તમારા ગળાં આસપાસ મારા હાથો વીંટળાવી એક કીસ હું આપી શકતે.’
એમ બોલતાંજ તે મુખડો ઓશકથી ગુલાબી બની જઈ નીચે પોતાની પ્લેટ તરફ નમી ગયો, કે તે આશક ગમતથી હસી પડયો.
‘કંઈ નહી ડાર્લિંગ, રાતની ગુડ નાઈટ કીસમાં એક વધુ આપજે.’
કેવા નીખાલેશ પ્રેમથી ભરપુર તેઓનાં જીગર હતાં!
ફિરોઝ ફ્રેઝરનાં જીગરમાંથી તે કપટ કીનો સદંતર નીકળી ગયો હતો. જ્યારે પણ પોતાની મીઠી શિરીનને કીધેલાં અપમાનનો તે યાદ કરતો ત્યારે તેનાં હાથ પરનાં રૂવે રૂવાં ઉભાં થઈ જતાં.
યા ખુદા, કેટલી હદ સુધી તે જવાને તેણીને હેરાન કરી તેણીની લાગણી દુખવી હતી. પણ તે બધાનો બદલો ફિરોઝ ફ્રેઝરે પોતાનો બોલ પાળી, શિરીન વોર્ડનનાં ભઈને મદદ કરી વાળી આપ્યો.
તેણે પોલીસ કમિશ્નર સાથ બધી વિગતે વાત કરી, મદ્રાસની તેની રકમ ભરી દઈ, તે જવાન સામે કાઢેલું પકડવાનું વોરન્ટ પાછુ ખેંચી લીધું કે કેરસી વોર્ડન ફરી એક છૂટો શહેરી બની ગયો.
(વધુ આવતા અંકે)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024