સામગ્રી: પાણીવાળા ભીના નારિયેળ બે, બદામ પિસ્તા કતરન 50 ગ્રામ, દૂધ 600 ગ્રામ, માવો 150 ગ્રામ, ખાંડ 400 ગ્રામ, ઘી 1 મોટી ચમચી. ઈલાયચી પાવડર, કેસરના લચ્છા.
બનાવવાની રીત: નારિયળને ફોડીને પાણી અને નારિયળને જુદા કરી લો. હવે નારિયળના અંદરનુ કોપરં કાઢીને તેના પર બ્રાઉન પડને હલ્કા હાથથી ચાકુ કે છીણીની મદદથી જુદી કરી લો. ત્યારબાદ સફેદ નારિયળના ટુકડા કરી મિક્સરમાં ઝીણુ દળી લો અને દૂધમાં મિક્સ કરી ગેસ પર બફાવા દો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા માંડે ત્યારે ખાંડ મિક્સ કરો અને ફરીથી ઘટ્ટ કરી લો. જો મિશ્રણ ચોંટી રહ્યુ હોય તો થોડુ ઘી નાખો. હવે એક કડાહીમાં માવો ગુલાબી રંગનો સેકી લો. ઠંડુ થતા માવો ઈલાયચી અને કેસર નારિયળના મિશ્રણમાં નાખી દો. ઉપરથી બદામ પિસ્તા નાખો અને ગોલ ગોલ લાડુ બનાવી લો.
Latest posts by PT Reporter (see all)
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025