મીનો અશીશવંઘ બાનુ પાક દાદર અહુરા મઝદાની વહાલી પુત્રી છે. ધાર્મિક સાદ્રશ્યની દ્રષ્ટિએ, હિન્દુ દર્શનના સંદર્ભમાં, તે ભગવાન વિષ્ણુના રાજવી પત્ની મા લક્ષ્મીની સાથે સરખામણી કરી શકીએ પરંતુ મીનો અશીશવંઘ બાનુ જે ફકત સંપત્તિના દેવી નથી. મીનો અશીશવંઘ બાનુને પ્રાર્થના કરતી વખતે, આપણે સંપત્તિની માંગણી ન કરવી જોઈએ પરંતુ આપણે ફક્ત આપણી જરૂરિયાતો જણાવવી જોઈએ. મીનો અશીશવંઘ બાનુ આપણે જેટલા લાયક છીએ તેટલું જ આપણને વરદાન
આપે છે.
અશીશવંઘ યશ્તમાં તેમને આ રીતે કહેવામાં આવે છે, ‘અમે અશીની ભક્તિ કરીએ છીએ, જે ચમકદાર, ઉંચા, ઉંચા સ્થાને બીરાજેલા, કલ્યાણકારી, ઉપચારકર્તા અને શક્તિશાળી છે.’ મીનો અશીશવંઘ તેમના આહવાન કરનારાઓને દિવ્ય કૃપા આપે છે. તે તેમના કોષો, તીજોરીઓને સોનાથી ભરે છે અને તેમને બક્ષીસ આપી આશીર્વાદ આપે છે. અહીં એક ટૂંકી પ્રાર્થના છે જે અશીશવંઘ પરથી ઉતરી છે જે હું આજે તમારી સાથે શેર કરૂં છું:
“Baname Yazade Bakshayande Bakshayazgare Meherbaan Ashaom Ahura Mazda Ya Mino arshashang berasad, Ya dudhadharem ahuremazdao khangrem ameshanam spentanam ya merezyu manao anku payesa manao fra gaoshavar, Sisip mana chathru karna minucha zaranyo payesa utamam upang hacha hi vouru saredha amavaiti apama ma apa daidhya fra ma mu aivi-urva aesyang gravuha marzdikem ashish berezaiti hu dhata ahi hu chithra vastha ahi kshayamna tanuye kherenange daite ashi stree re da ni dhaite ma avi asmanem rashusa ma avi zam ni ru vise ithame tum ham charangooha antare aredhem namane stree ra he kshathro keretahe ya jasame avanghahe ashis vanguhi ya berezaiti yazamaide.”
પ્રિય વાચકો, આવી ટૂંકી પ્રાર્થનાઓ જે હું નિયમિતપણે તમારી પાસે રજૂ કરૂં છું. જેની હમેશા મનથી ભાવનાત્મક રીતે મનન કરવી જરૂરી છે. પ્રાર્થનાઓ ટૂંકી છે પરંતુ તે માટે કોઈ પણ ગેર માર્ગ કે શોર્ટકટ અપનાવો નહીં. કોઈ ટૂંકા માર્ગથી આપણે શાંતિ, સંપત્તિ, સમૃદ્ધિ અથવા સારૂં સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ આપણને યોગ્ય પ્રયત્નો કરવાની જરૂર છે અને પછી દૈવી આશીર્વાદો માંગવા જોઈએ. આપણે આગળના લેખમાં દૈવી આશીર્વાદો વિશે વધુ ચર્ચા કરીશું.
– ડેઝી પી. નવદાર
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025