Your Moonsign Janam Rashi This Week –
23rd May – 29th May, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. પ્લાન કરી કામ કરશો. નાણાંકીય બાબતમાં સારા સારી રહેશે. કામમાં ઘરવાળાઓનો સાથ સહકાર મળશે. કામ પૂરાં કરવામાં સફળતા મળશે. ગામ-પરગામ થી સારા સમાચાર મળશે. ઘરમાં નવી ચીજવસ્તુઓ વસાવી શકશો. તંદુરસ્તીમાં સારા સારી રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 23, 27, 28, 29 છે.

The Moon’s rule till 25th June suggests that you will work in a planned manner. Financially, things will be good. Your family members will be supportive of your work. You will be successful in completing your work tasks. You will receive good news from abroad. You will be able to make new purchases for the house. Health will be good. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 23, 27, 28, 29.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

સુર્યની દિનદશા ચાલુ હોવાથી માથાનો બોજો વધી જશે. પ્રેશર જેવી બિમારીથી પરેશાન થશો. 4થી જૂન સુધી સરકારી કામો તથા દસ્તાવેજી કામ કરશો નહીં. ઘરમાં વડીલ વર્ગનુ ધ્યાન રાખજો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. કોઈ પર વિશ્વાસ મૂકતા નહીં. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 24, 25, 28, 29 છે.

The ongoing Sun’s rule could make you feel increasingly mentally pressured. Watch out for your BP levels. Avoid doing any legal or government related work upto the 4th of June. Take special care of the elderly at home as they could fall ill. Avoid trusting people. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times.

Lucky Dates: 24, 25, 28, 29.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. મોજશોખ ઘટવાની જગ્યાએ વધી જશે. નાણાંકીય મુશ્કેલી નહીં આવે. પ્રેમી-પ્રેમીકા વચ્ચે મતભેદ ઓછા થશે. નવા કામમાં સફળતા મળશે. ગામ પરગામથી સારા સમાચાર મળશે. ઘરવાળાને આનંદમાં રાખી શકશો. નવી વ્યક્તિ જીવનમાં આવવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 23, 24, 26, 27 છે.

Venus’ rule till 16th June will increase your inclinations towards fun and entertainment. Financially you will be stable. Squabbles between couples will reduce. New ventures will be successful. You will receive good news from abroad. You will be able to keep your family members content. A special someone could enter your life. Pray daily to Behram Yazad.

Lucky Dates: 23, 24, 26, 27.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

16મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે. ઓપોઝીટ સેકસ તરફથી ફાયદાની વાત જાણવા મળશે. તમારી જરૂરતની ચીજ વસ્તુ મેળવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. કામમાં ફાયદો મળશે. તમને મદદ કરનારના મદદગાર બનશો. ઘરમાં નવી વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 25, 26, 28, 29 છે.

Venus’ rule till 16th July brings you beneficial information from the opposite gender. You will get the items that are needed by you. Financial stability is indicated. You will make profits at work. You will be able to help those who had helped you earlier. You will be able to make new purchases for the house. Pray to Behram Yazad daily.

Lucky Dates: 25, 26, 28, 29.


LEO | સિંહ: મ.ટ.

05Leo

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં મન નહી લાગે. બનતા કામ બગડી જશે. આવકની જગ્યાએ નુકસાન થવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવશે. કોઈ પાસે લોન લેવી પડશે. મિત્રો સાથે મતભેદ થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 27, 29 છે.

Rahu’s ongoing rule does not allow you to focus on your work. Work which was nearly completed will go topsy-turvy. Instead of profits, you could end up having to endure losses. Financially, things could get tough. You might need to take a loan. Squabbles in friendships could take place. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 23, 24, 27, 29.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે. અંગત વ્યક્તિનો સાથ નહીં મળે. તમારા કામ સમય પર પૂરા નહી કરી શકો. તબિયતની કાળજી લેજો. ડોકટરની સલાહ અવશ્ય લેજો.કોઈને મદદ કરતા નહીં. કોઈપણ કામ સમજી વિચારી કરજો તમારી નાની ભૂલ મોટી મુસીબતમાં મુકશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Rahu’s rule till 5th July could make you feel alienated by a close person. You might not be able to complete your work in time. Take care of your health and if need be, seek a doctor’s opinion surely. Avoid trying to help others. Ensure to think things through thoroughly before embarking on any work. Even a small mistake could land you in big trouble. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 25, 26, 27, 28.


LIBRA | તુલા: ર.ત.

07Libra

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી રોજના કામ શાંતિથી પૂરા કરશો. હાલમાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. સમય પર જોઈતી વસ્તુ અથવા ધન મળી જશે. ફેમિલી મેમ્બર સાથે મતભેદ દૂર થશે. તબિયતમાં સારા સારી થતી જશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 26, 29 છે.

Jupiter’s ongoing rule helps you complete your daily chores in peace. Financial stability is indicated. Any kind of necessary items or money requirements will be fulfilled just in time. Squabbles with family members will get resolved. Health will continue to improve. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 23, 24, 26, 29.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

આજનો દિવસ શનિની દિનદશામાં પસાર થવાનો બાકી છે. કોઈ સાથે બોલાચાલીમાં પડતા નહીં. કાલથી ગુરૂની દિનદશા આવતા 58 દિવસોમાં તમારા માથાનો બોજો ઓછો કરશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી જશો. તબિયતમાં સારા સારી રહેશે. ફેમિલી સાથે સંબંધો સારા થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.

With today as the last day under Saturn’s rule, try to avoid getting into arguments with others. Tomorrow onwards, Jupiter’s rule for the next 58 days, will reduce your mental tensions. You will overcome any financially difficult situations. Health will be good. Relations with the family will improve. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 23, 24, 28, 29.

SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

25મી જૂન સુધી શનિ તમને ખૂબ પરેશાન કરશે. તબિયતની ખાસ કાળજી લેજો. બીજા પર વિશ્ર્વાસ રાખતા નહીં. ફેમિલી મેમ્બર સાથે મતભેદ થશે. એક બાજુ પૈસા બચાવશો અને બીજી બાજુ ખર્ચ વધી જશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.

Saturn’s rule till 25th June could cause you a lot of distress. Ensure to take special care of your health. Avoid trusting another. You could end up arguing with a family member. While you will be able to save money at one end, your expenses could increase, on the other. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 23, 24, 28, 29.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જૂન સુધી બુધની દિનદશા ચાલુ હોવાથી તમે ધન કમાઈ લેશો. દુશ્મનને પોતાના મિત્ર બનાવી લેશો. સમજી વિચારી ધન ખર્ચ કરજો. થોડી કરકસર કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. કોઈના સાચા સલાહકાર બની શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Mercury’s rule till 18th June brings you lots of opportunities to earn good money. You will win over your enemies and make them your friends. Spend money wisely. Put in the effort to save money and make investments. You will be able to provide sincere advice to another. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 25, 26, 27, 28.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

આજથી 20મી જુલાઈ સુધી બુધની દિનદશા ચાલશે. જે પણ કામ કરશો તેમાં કોન્ફીડન્સ સારો રહેશે. અધુરા કામ ફરી ચાલુ કરી શકશો. એકસ્ટ્રા કામ કરી ધન કમાઈ લેશો. જે કામમાં ફાયદો મળતો હશે તે કામ પહેલા કરશો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 26, 29 છે.

Starting today, Mercury will rule you till 20th July, infusing great confidence in all that you do. You will be able to restart incomplete projects. By working extra, you will earn well. Prioritize the work that will bring you greater monetary benefits over other jobs. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 23, 24, 26, 29.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજનો દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. કાલથી 28 દિવસ માટે શરૂ થતી મંગળની દિનદશા તમારા શાંત મગજને ગરમ કરી નાખશે. 23મી જૂન સુધી વાહન સંભાળીને ચલાવજો. એક્સિડન્ટ થવાના ચાન્સ છેે. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. નેગેટીવ વિચારથી દૂર રહેજો. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 27 છે.

Today marks the last day under the Moon’s rule. Starting tomorrow, Mars’ rule for the next 28 days, will heat up your cool mind. Drive or ride your vehicle with extra caution till the 23rd of June, as you could meet with an accident. The atmosphere at home might not be cordial. Try to stay away from negative thoughts. Pray the Tir Yasht daily.

Lucky Dates: 23, 24, 25, 27.

Leave a Reply

*