કોઇકે સાચુ જ કહ્યું છે કે સારી આદતો જ બહેતર અને સ્વસ્થ જીવનની ચાવી છે. એવામાં જ્યારે વાત ઉંમરનાં 30માં તબક્કાની આવે છે, તો આ વાત બિલ્કુલ સચોટ બેસે છે, કારણ કે આ ઉંમરમાં આપણું મેટાબોલિઝ્મ પણ નબળું થવા લાગે છે, તો બીજી બાજુ અડધાથી વધુ બિમારીઓ આ જ સમયગાળામાં ઘેરવા લાગે છે, કારણ કે આ સમયે આપણે કેરિયર બનાવવાની સીડીઓનાં ચક્કરમાં હેલ્થને બિલ્કુલ ઇગ્નોર કરી દઇએ છીએ. જ્યારે જેટલુ જરૂરી કેરિયર છે, તેટલું જ જરૂરી આપણી હેલ્થ પણ છે. એવું એટલા માટે, કારણ કે જો આપણું શરીર જ આપણો સાથ નહીં આપે, તો ભલા માણસ આપણે કામ કઈ રીતે સારૂ કરી શકીશું અને કેરિયરમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ કેવી રીતેઆપી શકશું.
તેથી જો આપ પણ 30નાં તબક્કાને સ્પર્શનારા છો કે 30 ક્રોસ કરી ચુક્યા છો, તો પોતની ફિટનેસ તરફ ધ્યાન આપવાનું શરૂ કરી દો. આજે અમે આપને કેટલીક એવી સ્વસ્થ ટેવો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જેમને ઉંમરનાં 30મા તબક્કાએ પણ અપનાવવાથી આપ ફિટ એન્ડ ફાઇન બની શકો છો.
આરોગો વધુમાં વધુ લીલી શાકભાજીઓ: કોશિશ કરો કે આપ ખાવાની પ્લેટમાં પ્રોસેસ્ડ ફૂડનાં સ્થાને તાજી અને લીલી શાકભાજીઓને વધુ મહત્વ આપો, કારણ કે આ જ ફ્રેશ અને લીલી શાકભાજીઓ મેટાબોલિક બિમારીઓને ઓછું કરી ઉંમર વધારવામાં મદદ કરે છે. સાથે જ એવું કરવાથી બોડી વેટની નિયમિતતા પણ જળવાઈ રહે છે.
ચેક કરતા રહો વજન: આપણા ખાવા અને વેટ ગેનિંગ વચ્ચેનાં કનેક્શનને જાણવાની સૌથી શ્રેષ્ઠ રીત છે કે આપણએ સમયાંતરે વજન કરાવતા રહીએ કે જેથી આપને જાણ રહે કે ક્યારે અને કેટલુ વજન વધ્યું છે. 30ની ઉંમરમાં આવ્યા બાદ આ સૌથી હેલ્ધી હેબિટ બની રહે છે, કારણ કે તેના વડે આપ વેટ પર નજર રાખી પોતાનાં ડાયેટમાં ચેંજિસ કરી શકો છો.
બોડીને પણ સંભાળો: સામાન્યત: કેટલાક લોકોને કોઇકને કોઇક પ્રકારનાં ખાવાની વસ્તુથી એલર્જી હોય છે. એવામાં જરૂરી છે કે કે જમતી વખતે યાદ રાખો કે આપને શેનાથી એલર્જી છે અને શેનાથી નથી, કારણ કે સ્વાદનાં ચક્કરમાં ખાવાથી આપને જ નુકસાનથઈ શકે છે. એવું કરવાથી એક બાજુ ઇમ્યુન સિસ્ટમ બગડે છે, તો બીજી બાજુ વેટ પણ વધવાનાં ચાંસિસ વધુ હોય છે.
રસોઈ બનાવતા શીખો: અનુમાનિત છે કે ઘરનું બનેલું ખાવાથી લગભગ 100 કેલોરીઝ બચાવી શકાય છે. તેથી જેટલુ વહેલું શક્ય હોય, રસોઈ બનાવતા શીખી લો. સાથે જ તેનો બીજો ફાયદો એ પણ થશે કે પાક કળા આવતાઆપ પોતે જ સ્વસ્થ અને પૌષ્ટિક રસોઈ બનાવી શકો છો.
ફ્રિઝમાં રાખો પૌષ્ટિક સામાન: ઘણા બધા અભ્યાસોમાં જોવામાં આવ્યું છે કે જ્યારે પણ આપણને ભૂખ લાગે છે, તો પોતાની આજુબાજુ મૂકેલી ખાવા-પીવાની વસ્તુઓ શોધવા લાગીએ છીએ. એવામાં આપનું ફ્રિઝ આપની બહુ મદદ કરી શકે છે, કારણ કે ફ્રિઝ જ એવો સ્ટોર પ્લેસ છે કે જ્યાં આપ વસ્તુઓને થોડાક લાંબા સમય માટે ફ્રેશ રાખી શકો છો. તેથી ફ્રિઝમાં હંમશા હેલ્ધી વસ્તુઓને સ્ટોર કરવાની ટેવ પાડી લો.
મસાલા પણ છે કમાલનાં: જો આપ તળેલું કે સેકેલું ખાવાનાં શોખીન છો અને તેનાથી દૂર જવું શક્ય નથી, તો આપ મસાલાઓની મદદ લઈ શકો છો, કારણ કે મસાલા એક તરફ આપણા ટેસ્ટ બડ્સને જીવિત રાખે છે, તો બીજી તરફ તેમનાં કેટલાક આરોગ્યલાભો પણ છે.જેમ કે તજ, જેનાથી આપણું બ્લડ પ્રેશરલેવલ રેગ્યુલર રહે છે, તો હળદર એંટી કેંસર પ્રોપર્ટીઝ માટે જાણીતી છે.
બન્યા રહો એક્ટિવ: ઓબેસિટી, ટાઇપ 2 ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ અને અહીં સુધી કે મૃત્યુનું પણ મુખ્ય કારણ છે સુસત જીવનશૈલી. તેથી જીવનશૈલીમાં કંઇક ને કંઇક નવું કરવાની કોશિશ કરતા રહો અને એક્ટિવ રહો કે જેથી આપ આ તમામ બીમારીઓથી બચી શકો.
હેલા ઉઠવાનો બનાવો નિયમ : અર્લી ટૂ બેડ એન્ડ અર્લી ટૂ રાઇઝ… આ વાક્ય જીવનશૈલીમાં જેટલુ વહેલુ બની શકે, તેટલુ વહેલું જોડી લો, કારણ કે જલ્દી ઉઠવાથી એક તરફ લાઇફસ્ટાઇલમાં શિસ્ત જળવાઈ રહેશે, તો બીજી તરફતેનાથી આપને એક્સરસાઇઝ અને રિલેક્સ કરવાનો પુરતો સમય મળી શકશે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024