કોરોના વાઈરસ વિરોધી લડત સામેના નિર્ણાયક તબક્કામાં ભારતના પ્રવેશની નિશાની, રાષ્ટ્ર અને આપણા સમુદાય માટે ખરેખર ગૌરવની ક્ષણ હતી, કેમ કે 12મી જાન્યુઆર 2021ના રોજ કોવિશિલ્ડ રસીથી ભરેલી ત્રણ ટ્રક રસી રસી બનાવનાર પાસેથી એરપોર્ટ માટે રવાના કરવામાં આવી હતી.
કોવિશિલ્ડ રસી ડોઝ, જે દેશના વિવિધ સ્થળો પર રોડવે અને હવાઈ માર્ગે મોકલવામાં આવ્યા, શરૂઆતમાં વિવિધ રસીકરણ કેન્દ્રો પર વધુ વિતરણ માટે 60 માલવાહક પોઇન્ટ પર મોકલવામાં આવી રહ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે એરપોર્ટ અને રાજ્યની સરહદો સુધી રસી ડોઝ લઈ જતા ટ્રકોને પોલીસ સુરક્ષા પૂરી પાડી હતી. મીડિયાને આપેલા નિવેદનમાં ડીસીપી નમ્રતા પાટિલે કહ્યું કે વહીવટી તંત્ર દ્વારા રસીના પ્રથમ માલની સલામતી માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
આદર પુનાવાલાએ સોશિયલ મીડિયા પર આ ગર્વની પળને એક ટ્વિટમાં શેર કરી છે કે, કોવિશિલ્ડનું પહેલું શિપમેન્ટ આખરે ભારતભરમાં અનેક સ્થળોએ રવાના થયું હોવાથી એસઆઈઆઈ ખાતેની ટીમ માટે આ એક ભાવનાત્મક ક્ષણ છે.
મુંબઈ એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે દેશના 20 શહેરોમાં કોવિશિલ્ડના 2,72,400 ડોઝ મોકલવામાં આવ્યા છે. ગો એરની પહેલી ફ્લાઇટ ગોવા 23,500 ડોઝ સાથે રવાના થઈ. ત્યારબાદ સ્પાઇસ જેટ, ગોએર અને વિસ્તારા વિમાનો બાગડોગરા, રાજકોટ, રાંચી, ઇમ્ફાલ, અગરતલા, કોચીન, ભોપાલ, કાનપુર, જમ્મુ, શ્રીનગર, લખનઉ, ચંદીગઢ, ગોરખપુર, રાયપુર, દહેરાદૂન, વારાણસી, ઇન્દોર, તિરુવનંતપુરમ અને જબલપુરમાં ડોઝ મોકલાવામાં આવ્યા હતા.
કોવિડ -19 રસીકરણ અભિયાનનો પ્રથમ તબક્કો ભારતમાં 16મી
જાન્યુઆરી, 2021થી શરૂ થયો હતો. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોને અગ્રતા આપીને વિશ્ર્વનો સૌથી મોટો ઇનોક્યુલેશન પ્રોગ્રામ કહ્યો છે. ફ્રન્ટલાઇન આરોગ્ય કાર્યકરોને આ રસી નિ:શુલ્ક આપવામાં આવશે અને કેન્દ્ર સરકાર પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન કામદારો માટે કોવીડ -19 રસીકરણનો ખર્ચ ઉઠાવશે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશના પ્રત્યેક રસી કેન્દ્ર પર દર સત્રમાં વધુમાં વધુ 100 લોકોને રસી આપવામાં આવશે. પ્રથમ ડોઝ પછી, લાભાર્થીઓએ ચાર અઠવાડિયામાં બીજો ડોઝ લેવો પડશે. આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું છે કે આગામી દિવસોમાં રસી કેન્દ્રોની સંખ્યા ધીરે ધીરે વધારવામાં આવશે.
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025