મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
4થી મે સુધી સુર્યની દિનદશા ચાલુ રહેશે તેથી સરકારી કામકાજમાં સફળતા નહીં મળે. તમે જો બેન્ક કે સરકારી કામથી જોડાયેલા હો તો તમારા કામ સંભાળીને કરજો. બીજાની જવાબદારી તમારા માથા પર લેવાની ભૂલ કરતા નહીં. સુર્યને કારણે આંખમાં બળતરાની તકલીફ થશે. પ્રેશર વાળા લોકો દવા લેવામાં બેદરકારી કરતા નહીં. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 29, 30 છે.
The Sun’s rule till 4th May will not allow any Government-related works to go through successfully. Be very cautious in dealing with banks or governmental institutions. Do not make the mistake of taking on someone else’s responsibility. You could suffer from burning sensation in the eyes. Those will Blood Pressure are advised to take their medicines timely. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 25, 26, 29, 30.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ ઘટવાની જગ્યાએ વધી જશે. ઓપોઝીટ સેકસ સાથેના સંબંધમાં સુધારો આવશે. કામકાજમાં નાણાકીય ફાયદો થઈને રહેશે. લગ્ન કરેલ લોકો એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. અટકેલા નાણા પાછા મેળવવામાં સફળ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુુકનવંતી તા. 24, 25, 27, 28 છે.
Venus’ ongoing rule tends to increase your inclinations towards fun and entertainment. There will be an improvement in relations with the opposite gender. You will profit financially at work. You will succeed in retrieving your stuck finances. Married couples will understand each other without words. Pray to Behram Yazad daily.
Lucky Dates: 24, 25, 27, 28.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
14મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. ઘરમાં મહેમાની અવરજવર વધી જશે. વિરૂધ્ધજાતિની વ્યક્તિ તમારૂં ખરાબ નહીં કરી શકે. શાંતિ મેળવવા પાક પરવરદેગારની પ્રાર્થના કરજો. નવા કામ ધીરે ધીરે સેટ થતા જશે. લગ્ન કરનાર વ્યતિને મનગમતી વ્યક્તિ મળી જશે. દરરોજ ‘બેહરામ યઝદ’ની આરાધના કરજો.
શુુકનવંતી તા. 24, 26, 29, 30 છે.
Venus’ rule till 14th June predicts an increase in guests visiting your home. Your detractors will not be able to harm you. Pray to God for your mental peace. Your new projects will settle in eventually over time. Those who are marriageable will be able to find their ideal partners. Pray to Behram Yazad daily.
Lucky Dates: 24, 26, 29, 30.
CANCER | કર્ક: ડ.હ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી કોઈપણ જાતનું રીસ્ક લઈને કામ કરવાની ભુલ કરતા નહીં. તમારા ઘરવાળા તમારી વાત માનવા તૈયાર નહીં થાય. બીજાનું ભલું કરવા જતા તમારૂં ખરાબ થઈ જાય તેવા હાલના ગ્રહો છે. તમારી સાથે કામ કરનાર તમારી સાથે ચીટીંગ કરશે. તમારો સ્વભાવ ચીડીયો થઈ જશે. નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. કોઈને ઉધાર પૈસા આપતા નહીં દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
Rahu’s ongoing rule suggests that you avoid taking any risks at work. Family members might not agree with your point of view. Your efforts to help another could land you in trouble. Your colleagues could betray you. You could become irritable over small matters. Avoid lending money to others. Pray the ‘Mah Bokhtar’ Nyaish daily.
Lucky Dates: 25, 26, 27, 28.
LEO | સિંહ: મ.ટ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી આવક ઓછી થઈ જશે અને તેમાંથી મુશ્કેલીઓ ઉભી થશે. માથાનો બોજો વધી જશે. ખાવાપીવા પર ધ્યાન આપજો. તબિયતને બગડતા વાર નહીં લાગે. ગામ-પરગામ જવાનો વિચાર કરતા નહીં. મનગમતી વ્યક્તિનો સાથ છૂટી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 29, 30 છે.
Rahu’s rule will cause your income to decrease and this could lead to problems. Your tensions could increase. Pay attention to your diet as your health could take a beating. Avoid any travel plans. A favourite person will alienate you. Pray the ‘Mah Bokhtar Nyaish’ daily.
Lucky Dates: 24, 25, 29, 30.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ચેરીટી જેવા કામ કરવામાં સફળતા મળશે. ધનની કમી નહીં આવે. કામ ધંધામાં સફળતા મળશે. ગુરૂની કૃપાથી તમારી પસંદગીની વ્યક્તિ મળવાથી વધુ આનંદમાં આવશો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. જાણતા અજાણતા તમારાથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 26, 27, 28 છે.
Jupiter’s rule will nudge you towards doing works of charity. There will be no financial shortfall. Your will be successful at work. Meeting with your favourite person will much you much happiness. You will be able to make new purchases for the house. Advertently or otherwise, you will end up doing good for another. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 24, 26, 27, 28.
LIBRA | તુલા: ર.ત.
આજથી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા શરૂ થયેલી છે. આવતા 58 દિવસમાં તમારા અટકેલા કામ ફરી ચાલુ કરવામાં સફળ થશો. બીજાના મદદગાર થઈ તેમની ભલી દુવા મેળવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ગુરૂની કૃપાથી મનગમતો જીવનસાથી મળવાના ચાન્સ છે. ચેરીટીના કામો કરવામાં સફળ થશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 29, 30 છે.
Jupiter’s rule starting today, will, over the next 58 days, enable you to restart all your stalled work projects. You will be helpful to others and receive their gratitude and blessings. Financially, things will continue to get better. You will succeed in doing charitable works. You could meet your ideal life partner, with the blessings of Jupiter. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 25, 26, 29, 30.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી મે સુધી શનિની દિનદશા ચાલશે. તમારા ચાલુ કામ અટકી જવાના ચાન્સ છે. તબિયતમાં સારા સારી નહીં રહે. નાની માંદગીમાં વધુ પરેશાન થશો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવતા નહીં. વાહન કે ઈલેકટ્રીક વસ્તુ વસાવતા નહીં. કોઈને ઉધાર પૈસા આપતા નહીં. આજથી મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 26, 27, 28 છે.
Saturn’s rule till 24th May could end up stalling your ongoing projects. Health could be of concern. A small illness could cause much trouble. Avoid making any purchases for the house – especially not electrical items or vehicles. Avoid lending money to others. Starting today, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 24, 26, 27, 28.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધની દિનદશા ચાલશે તમે બુધ્ધિ વાપરી કામ કરી શકશો. તમારા કામો વીજળીવેગે પૂરા કરી શકશો. તમારી સાથે કામ કરનારની મદદ કરી તેમનું દીલ જીતી લેશો. બુધની કૃપાથી જે પણ કમાશો તેમાંથી કરકસર કરીને ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરમાં જરૂરિયાતની ચીજ વસ્તુ વસાવી લેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 27, 29, 30 છે.
Mercury’s rule till 18th May predicts that you will use your intelligence in your work. You will be able to complete your tasks at lightning speed. You will win over your colleagues by helping them out at work. Ensure to save money from your income and invest the same. You could install items of utility at home. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 25, 27, 29, 30.
CAPRICORN | મકર: ખ.જ.
તમને બુધની દિનદશા શરૂ થયેલી છે. કામકાજમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. બીજાના સાચા સલાહકાર બની તેનું દિલ જીતી લેશો નવા કામ મળવાના ચાન્સ છે. મિત્રમંડળમાં વધારો થવાના ચાન્સ છે. જ્યાંથી નણાકીય ફાયદો થવાનો હશે ત્યાં તમારૂં ધ્યાન પહેલા જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
The start of Mercury’s rule predicts a promotion at work. You will win over the hearts of others with your sincere advice. You could get new projects. You will make more friends. You will be able to prioritize and focus on areas of profit. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 26, 27, 28, 29.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે નાની વાતમાં ખુબ ગરમ થઈ જશો. મંગળ તમને ખોટા વિચારોથી પરેશાન કરી નાખશે. કોઈ પણ બાબતમાં સ્થિર નહીં થઈ શકો. એકસિડન્ટ થવાના ચાન્સ છે. ભાઈ-બહેનો સારી રીતે વાત નહીં કરે તેનું દુ:ખ થશે.દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 28, 30 છે.
Mars’ ongoing rule could make you angry over small matters. Your mind could get filled with negative thoughts, under Mars’ influence. You will not be stable about matters. You could meet with an accident. You could get hurt with siblings being rude to you. Pray the Tir Yasht daily.
Lucky Dates: 24, 25, 28, 30.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારૂં મન ખુબ આનંદમાં રહેશે. તમારા ફાયદાની વાત જાણવા મળશે. ઘરવાળા સાથે સારા સારી રહેશે. ગામ પરગામ જવાના ચાન્સ છે. તમે જે કામ કરશો તેમાં નફા નુકસાનને નહીં જુઓ. બીજાની મદદ કરવા માટે તમે પહેલા હાથ લંબાવશો. વડીલવર્ગની સેવા કરવાનો ચાન્સ મળશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
The Moon’s ongoing rule keeps you in a happy state of mind. You will get to know information that is beneficial to you. There will be cordial relations with family members. Travel is on the cards. You will not focus on profit or loss when it comes to your work. You will be first in extending a helping hand to others. You will get the opportunity to serve the elderly. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 26, 27, 28, 29.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024