20મી ફેબ્રુઆરી, 2022, મહારાષ્ટ્રના થાણેમાં શેઠ કાવસજી પટેલ અગિયારીના પવિત્ર આતશ પાદશાહ સાહેબની 242મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. અગિયારી બિલ્ડીંગના મુખ્ય પ્રવેશદ્વાર અને અગિયારીની અંદરની દરેક ફ્રેમ પર ફુલોની તોરણોને સુંદર રીતે શણગારવામાં આવી હતી. થાણેના જરથોસ્તી પરિવારો દ્વારા દરેક ગેહ દરમિયાન માચી અર્પણ કરવામાં આવી હતી. સાંજે 4:15 કલાકે માચીની ક્રિયા અને સાંજે 5:00 કલાકે સાલગ્રેહના જશનના સમયે મોટા પ્રમાણમાં જરથોસ્તીઓએ હાજરી આપી હતી. થાણા અગિયારી ફંડ વતી આતશ પાદશાહને ખાસ 1 કિલો માચી અર્પણ કરવામાં આવી હતી. સાલગ્રેહ દિવસના જશન પછી જરથોસ્તીઓ દ્વારા ‘જશનનો આતશ’ ને લોબાન અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ચાસની અને મલીદો હાજર તમામ ભક્તોમાં વહેંચવામાં આવ્યા હતા. એકંદરે, તે થાણે જરથોસ્તીઓ માટે આશીર્વાદરૂપ અને યાદગાર સાંજ હતી જેઓ અગિયારી ખાતે લાંબા સમય પછી મોટી સંખ્યામાં ભેગા થયા હતા.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024