મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લા 6 દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને માંદગી આપી જાય તેવા હાલના દિવસો છે. ખાવા પીવામાં જરાબી બેદરકાર રહેતા નહીં. બાકી 27મીથી ગુરૂની દિનદશા આવતા 58 દિવસમાં ભરપુર સુખ આપશે. અટકેલા કામો ફરી ચાલુ થશે. આખું અઠવાડિયું મોટી નહપ્તન યશ્તથ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 27, 28 છે.
Saturn rules you for the next 6 days. Saturn’s descending rule could leave you with an illness. Be very careful about your diet. Jupiter’s rule, starting 27th October, for the next 58 days, will bring you great happiness and contentment. You will be able to restart your stalled works. Pray the Moti Haptan Yasht this week, daily.
Lucky Dates: 22, 23, 27, 28
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
આજથી શનિની દિનદશા શરૂ થયેલી હોવાથી 26મી નવેમ્બર સુધી તમારા અગત્યના કામો પુરા કરવામાં સફળ નહીં થાવ. જે પણ કામ કરતા હશો તે કામ પુરા કરવામાં ખુબ કંટાળો આવશે. શનિ તમને આળસુ બનાવી દેશે. આવક કરતા ખર્ચ વધી જશે. અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે. દવામાં ખર્ચ વધી જશે. આજથી મોટી નહપ્તન યશ્તથ ભણજો.
શુકનવંતી તા.23, 24, 25, 26 છે.
Saturn’s rule starting today, till 26th November, will make it difficult for you to get any important works done. You will feel a lot of irritation in completing any work that you have taken on. You will feel lethargic. Your expenses will be more than your income. Sudden health issues could crop up. Medical expenses could increase. Starting today, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 23, 24, 25, 26
GEMINI | મિથુન: ક.છ.ઘ.
20મી નવેમ્બર સુધી તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલશે. તમે તમારી બુધ્ધિ વાપરીને તમારા દુશ્મનને પણ પોતાના બનાવી લેશો. જે પણ કમાશો તેમાંથી થોડી રકમ બચાવી શકશો. ધનલાભ મળતા રહેશે. ચાલુ કામથી ફાયદો થશે. દરરોજ નમહેર નીઆએશથ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 24, 25 છે.
Mercury’s rule till 20th November will enable you to win over even your enemies by using your intelligence. You will be able to save a little money from your earnings. Prosperity is on the cards. You will benefit from ongoing tasks. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 22, 24, 25
CANCER | કર્ક: ડ.હ.
પહેલા ત્રણ દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. કોઈના પર ગુસ્સો થઈ જતા વાર નહીં લાગે. પહેલા ત્રણ દિવસ પાક પરવરદેગારનું નામ લેવાથી થોડી શાંતિ મળશે. 25મી ઓકટોબરથી બુધની દિનદશા 56 દિવસ તમારા કામકાજની અંદર તમને સફળતા અપાવશે. હાલમાં નતીર યશ્તથ સાથે નમહેર નીઆએશથ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 28 છે.
You have 3 last days under the rule of Mars. You will get angry at others at the drop of a hat. Chanting God’s name will bring you some relief in these 3 days. Mercury’s rule, starting 25th October, for the next 56 days, will bring you great professional success. Pray the Meher Nyaish along with the Tir Yasht daily.
Lucky Dates: 22, 23, 25, 28
LEO | સિંહ: મ.ટ.
ચાર દિવસમાં તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. બાકી 26મીથી મંગળની દિનદશા તમારી શાંતિ અશાંતિમાં ફેરવી નાખશે. તમારા ગુસ્સાનો પારો ઉપર રહ્યા કરશે. મંગળને શાંત કરવા આજથી નતીર યશ્તથ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 28 છે.
Speak out your thoughts to those you wish, within the next 4 days. Mars’ rule, starting from 26th October, takes away your peace and leaves you with chaos. Your anger will be on the rise. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 22, 23, 25, 28
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ ડીસીઝન લેશો તે ડીસીઝન તમને ભવિષ્યમાં ફાયદો આપી જશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. રોજબરોજના કામ કરવામાં આનંદ આવશે. અટકેલા કામ ફરી ચાલુ કરવા માટે સમય સારો છે તે વાત જાણી લેજો. હાલમાં 34મુ નામ નયા બેસ્તરનાથ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 26, 27 છે.
The ongoing Moon’s rule ensures that any decisions made during this phase will prove beneficial to you in the future. Financial prosperity is indicated. You will find satisfaction in doing your daily chores. Keep in mind that this is a good time for you to restart your stalled works. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 23, 24, 26, 27
LIBRA | તુલા: ર.ત.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી જો તમે સરકારી કામ કરતા હશો તો તેમાં સફળતા નહીં મળે. તમારા વિચારો સ્થિર નહીં રહે. 7મી નવેમ્બર સુધીમાં તમને આખોમાં બળતરા અથવા આંખના રોગથી સંભાળવું પડશે. રોજબરોજના કામમાં કોઈ પણ જાતના ચેન્જીસ કરતા નહીં. સુર્યના તાપને ઓછો કરવા 96મુ નામ નયા રયોમંદથ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 23, 25, 28 છે.
The ongoing Sun’s rule makes it difficult for you to succeed in any government related works. Your thoughts will be unstable. You could suffer from illnesses related to your eyes till 7th November. Do not make any changes in your daily tasks. To reduce the Sun’s heat, continue to pray the 96th Name, ‘Ya Rayomand’, daily.
Lucky Dates: 22, 23, 25, 28
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તમે તમારા અગત્યના કામ પુરા કરવા માટે વધુ ધ્યાન આપશો. ખર્ચ વધુ થવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. મોજશોખ પાછળ ખર્ચ કરવા માટે કોઈ કમી નહીં કરો. મિત્રોનો સાથ સહકાર મળતો રહેશે. ઘરવાળા આનંદમાં રહે તે માટે દરરોજ નબહેરામ યઝદથ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.
Venus’ rule till 16th November will help you focus well on completing your important tasks. Despite an increase in expenses, you will not fall short financially. You will go all out to spend on fun and entertainment. Friends will be supportive. To ensure family members stay happy, pray to Behram Yazad daily.
Lucky Dates: 24, 25, 26, 27
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તન, મન અને ધન ત્રણેને સુખ આપે તેવા મોજીલા શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારી સાથે રહેનારનું દિલ જીતી લેતા વાર નહીં લાગે. જ્યાંબી જશો ત્યાં માન ઈજ્જત વધુ મળશે. અપોજીટ સેકસની સાથે થોડો વધુ સમય પસાર કરી શકશો. મોજશોખ પુરા કરવા માટે મુસાફરી કરી શકશો. દરરોજ નબહેરામ યઝદથની આરાધના કરજો.
શુકનવંતી તા. 22, 23, 26, 28 છે.
Venus’ ongoing rule – which brings you all kinds of mental, spiritual and material pleasures – will make it easy for you to win over those close to you. You will receive great respect and appreciation everywhere you go. You will be able to spend greater time with members off the opposite gender. You will go on fun trips. Pray to Behram Yazad daily.
Lucky Dates: 22, 23, 26, 28
CAPRICORN | મકર: ખ.જ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી નાના કામ પણ સીધી રીતે પુરા નહીં કરી શકો. 6ઠ્ઠી નવેમ્બર સુધીનો સમય જરાપણ સારો નથી. હાલમાં મગજ ઠેકાણા પર નહીં રહે. રાહુ તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ઉતરતી રાહુની દિનદશા અપોઝીટ સેકસ સાથે ઝગડો કરાવી દેશે. તમારા વાંક ગુના વગર તમારે નીચે જોવાનું થશે. દરરોજ નમહાબોખ્તાર નીઆએશથ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.
Rahu’s ongoing rule makes it difficult to complete even your small tasks effectively. 6th November is a day to watch out for – it could be very mentally upsetting. Rahu will steal your sleep and appetite. Rahu’s descending rule could have you quarrel with a member of the opposite gender. Despite being faultless, you will feel humiliated. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 24, 25, 26, 27
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
પહેલા ત્રણ દિવસમાં ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરી નાખજો. બાકી 25મીથી રાહુની દિનદશા તમારા કરેલા પ્લાન ઉપર પાણી ફેરવી નાખશે. ચાલુ કામમાં મુશ્કેલી આવતી રહેશે. ઉતરતી ગુરૂની દિનદશા કોઈની ભલાઈનું કામ કરાવશે. દરરોજ નસરોશ યશ્તથ સાથે નમહાબોખ્તાર નીઆએશથ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 28 છે.
You are advised to cater to the wants of family members in these 3 days. Rahu’s rule, starting 25th October will not allow any of your plans to take shape. You will encounter challenges in your ongoing works. Jupiter’s descending rule will have you do a noble deed for another. Pray the Mah Bokhtar Nyaish along with the Sarosh Yasht, daily.
Lucky Dates: 22, 23, 24, 28
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી નવેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. ગુરૂ તમારા હાથથી સારા કામ કરાવીને રહેશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. થોડા ઘણા પૈસા બચત કરવામાં સફળ થશો. ઘરવાળાને રાજી રાખવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. દરરોજ નસરોશ યશ્તથ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 22, 25, 26, 27 છે.
Jupiter’s rule till 24th November will have you doing noble tasks. Financial condition will be good. You will be able to save some money. You might need to put in some extra effort to keep your family members happy. For mental peace, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 22, 25, 26, 27