સામગ્રી: 1 કપ સુકા કોપરાનું છીણ, 1 ચમચી ખસખસ, 1 ચમચી સફેદ તલ, 8 ચમચી ઘી, અડધો કપ ગુંદર, અડધો કપ કાજુ અને બદામ દાણાદાર પીસેલા, 1 ચમચી કીસમીસ, અડધી ચમચી એલચીનો પાવડર, 50 ગ્રામ ખારેકનો પાવડર, પોણો કપ ઓર્ગેનીક ગોળ.
રીત: કોપરાના છીણને કડાઈમાં થોડું લાલાશ પડતું શેકી લેવું, ત્યાર બાદ કડાઈમાં તલ અને ખસખસ પણ શેકી લેવા. ત્યારબાદ ચાર ચમચા ઘી લઈ તેમાં ગુંદરને ફુલાવી લેવો. ત્યાર બાદ તે ઘીમાં ખારેકના પાવડરને હલકા ગોલ્ડન કલર સુધી શેકી લેવો તેજ રીતે કાજુ અને બદામના દાણાદાર પાવડરને પણ હલકા ગોલ્ડન રંગનો શેકી લેવો. તેમાં એક ચમચી કીસમીસ નાખવી. ત્યારબાદ તળેલા ગુંદરને મીકસરમાં જાડુસર પીસી લેવું તેમાંજ શેકેલુ કોપરૂ, તલ અને ખસખસ મીકસ કરી જાડુ વાટી લેવું. એક કડાઈમાં 4 ચમચી ઘી લેવું અને તેમાં પોણો કપ ગોળ નાખી પીગળાવી લેવો. ત્યારબાદ તેમાં મીકસરમાં પીસેલો ગુંદર, કોપરૂં, ખસખસ અને તલનો પાવડર તથા ખારેક, કાજુ બદામ, પીસ્તા અને કીસમસ આ મીશ્રણમાં ઉમેરી દેવું ત્યારબાદ બધુ સરખું મીકસ કરવું અને તેના ગરમ ગરમ લાડુ વાળી લેવા તમારા ગુંદરના લાડું તૈયાર છે.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025