પરંપરાગત મધ્ય-શિયાળામાં પ્રકાશ, આતશ અને ઊર્જાના મહત્વની ઉજવણી કરતો એક તહેવાર જશ્ન-એ-સાદેહ જે હજારો વર્ષોથી પેઢી દર પેઢી ઈરાની જરથોસ્તીઓ દ્વારા ઉજવવામાં આવે છે અને આ વર્ષે પણ 30મી જાન્યુઆરી, 2023ના રોજ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ઈરાની જરથોસ્તીઓએ હાજરી આપી હતી. તેહરાન, યઝદ, શિરાઝ અને કેરમાનના જરથોસ્તીઓ વચ્ચે જશ્ન-એ-સાહેદ તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ ઘટના તે બળવા સાથે જોડાયેલી હતી જે ગયા વર્ષે સપ્ટેમ્બરના મધ્યથી ચાલુ છે, જ્યારે 22 વર્ષીય માહસા અમીની હિજાબ પોલીસની કસ્ટડીમાં માર્યા ગયા હતા.
આ પ્રસંગ, જેનું નામ 100 (ફારસીમાં સેડ) નંબર પરથી રાખવામાં આવ્યું છે, તે ઈરાની કેલેન્ડર વર્ષની શરૂઆત, 21 માર્ચના રોજ નવરૂઝના 50 દિવસ અને 50 રાત પહેલા થાય છે. જ્યારે ક્રિયા તેની ટોચ પર પહોંચે છે, ત્યારે લાકડાના મોટા ઢગલામાં આગ પ્રગટાવવામાં આવે છે. આદરણીય તહેવારને જાળવી રાખવા માટે, જશ્ન-એ-સાદેહને મે, 2020માં ઈરાનની રાષ્ટ્રીય અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ઉમેરવામાં આવ્યો હતો.
કેટલાક જરથોસ્તી ધર્મગુરૂઓ (મોબેદો) પ્રચંડ ખુલ્લી આગ શરૂ કરતા પહેલા અવેસ્તાના શ્ર્લોકોનું પઠણ કરે છે. સ્વચ્છતા અને સુવ્યવસ્થિતતાના ચિહ્ન તરીકે, ધર્મગુરૂઓ હંમેશા સફેદ સુતરાઉ ઝભ્ભા, ટ્રાઉઝર અને ટોપીઓ પહેરે છે. વધુમાં, મોબેદો અને જરથોસ્તી છોકરીઓ અને છોકરાઓ, બધા સફેદ પોશાક પહેરેલા હોય છે અને તેઓ પ્રદક્ષિણા કરે છે, જ્યારે આતશ પ્રગટાવે છે ત્યારે ભીડનો ઉત્સાહ વધુ તીવ્ર બને છે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024