મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. ગુરૂની કૃપાથી તમે જે પણ ડીસીઝન લેશો તેના પહેલા તેના રીઝલ્ટ કેવા આવશે તે વિચાર કરશો. નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં નહીં આવો. જરૂરતના સમયમાં કોઈ મદદગાર મળી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 5, 7, 8 છે.
The onset of Jupiter’s rule will have you doing a good deed for someone. Under Jupiter’s influence, you will tend to weight the consequences before making any decisions. Financially there will be no challenges. You will find someone to help you in your time of need. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 2, 5, 7, 8
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી નવેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. મિત્રો ઉપર આંધળો વિશ્ર્વાસ કરતા નહીં. ખોટી જગ્યાએ નાણાનો ખર્ચ થઈ જશે. રોજના કામો કરવામાં કંટાળો આવશે. વડીલ વર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડશે. કોઈ પાસે ઉધાર પૈસા લેતા પણ નહીં અને કોઈને આપતા પણ નહીં. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
Saturn’s rule till 26th November suggests that you do not trust your friends blindly. You could end up spending money wrongly. You will feel a lot of lethargy in doing your daily chores. You could end up squabbling with the elderly over petty issues. Avoid taking or lending any loans. For peace, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 3, 4, 5, 6
GEMINI | મિથુન: ક.છ.ઘ.
હાલમાં તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલુ હોવાથી તમે નાના કામો પણ ખુબ ધ્યાન આપી કરશો. બુધ્ધિ વાપરી થોડુ વધુ ધન કમાઈ લેશો. રોજના કામ સમય પર પુરા કરવામાં સફળ થશો. ગામ પરગામથી સારા સમાચાર આવશે. જયાંથી ફાયદો થાય તેવા કામ પહેલા કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 4, 7, 8 છે.
Mercury’s ongoing rule makes you focus greatly on the smallest details in all tasks that you undertake. You will be able to earn extra income using your intelligence. You will be able to complete your daily chores in time. You will get good news from overseas. You are advised to prioritize profit-making tasks above others. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 2, 4, 7, 8
CANCER | કર્ક: ડ.હ.
હવે તમને બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી જૂના અધુરા કામ પુરા કરવામાં સફળ થશો. થોડી કરકસર કરી નાણાને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. જયાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન કે નાણાકીય ફાયદો મેળવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 5, 6 છે.
The onset of Mercury’s rule helps you complete any unfinished tasks. A little bit of extra effort will help you invest your money profitably. A promotion or monetary benefit is predicted at your place of work. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 2, 3, 5, 6
LEO | સિંહ: મ.ટ.
24મી નવેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે. તમારૂં મગજ ખુબ ગરમ રહેશે. નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. ભાઈ-બહેનોનો સાથ નહીં મળે. વાહન ખુબ સંભાળીને ચલાવજો. અંગત વ્યક્તિ તમને માનસીક ત્રાસ આપશે. નાણાકીય મુશ્કેલીમાં વધારો થશે. નકામા વિચારોથી પરેશાન થશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 7, 8 છે.
Mars’ rule till 24th November will make you very hot-headed. You will get angry over small matters. Siblings will not be supportive. Be very careful while riding/driving your vehicle. Someone close to you will cause you mental distress. Financial strains could increase. Negative thoughts will trouble you. Pray the Tir Yasht daily.
Lucky Dates: 3, 4, 7, 8
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનને મજબૂત બનાવી જે કામ કરશો તેમાં ફાયદો થશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. નવા કામ શોધવા કરતા ચાલુ કામ પર વધુ ધ્યાન આપજો. પ્રમોશન મલવાના ચાન્સ છે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 2, 3, 4, 6 છે.
The onset of Venus’ rule encourages you to approach your work with a strong and made-up mind in order yield profits. You are advised to focus on your ongoing endeavours instead of chasing new ones. A promotion is on the cards. You will be able to make purchases for the home. Pray to Behram Yazad daily.
Lucky Dates: 2, 3, 4, 6
LIBRA | તુલા: ર.ત.
છેલ્લુ અઠવાડિયું સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. આ અઠવાડિયામાં કોઈપણ સહી સિક્કાના કામ કરતા નહીં. કોર્ટ કે સરકારી કામમાં સફળતા નહીં મળે. લેતી દેતી કે બેન્કના કામમાં બેદરકાર રહેતા નહીં. સુર્યને કારણે વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 7 છે.
This is your last week under the rule of the Sun. You are advised against signing or formalizing any important documents this week. You will not be successful in legal-related works. Be very cautious about any financial or banking transactions in this week. The health of the elderly could suddenly go down. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates:3, 4, 5, 7
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. દરેક બાબતમાં ભરપુર સુખ મેળવશો. લીધેલા ડીસીઝનમાં ચેન્જીસ કરતા નહીં. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. થોડી રકમ બચાવીને ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનુ ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 5, 6 છે.
Venus’ rule till 16th November, bringing you immense joy in all areas of your life. You are advised against making any changes in decisions taken earlier. Financial prosperity is indicated. You are advised to save and invest some money. Pray to Behram Yazad daily.
Lucky Dates: 2, 3, 5, 6
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખમાં વધારો થશે. તમે જેટલો ખર્ચ કરશો તેટલા નાણા કમાઈ લેશો. રોજ બરોજના કામો કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. મનગમતી વ્યક્તિ તમને સામેથી મલવા આવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 6, 7 છે.
The ongoing rule of Venus’ increases your inclinations towards fun and entertainment. You will be able to earn back all the amount that you spend. You will be able to do your daily works smoothly. A favourite person will approach you. Pray to Behram Yazad daily.
Lucky Dates: 3, 4, 6, 7
CAPRICORN | મકર: ખ.જ.
6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. કોઈને કોઈપણ જાતનું પ્રોમીશ આપતા નહીં. ઉતરતી રાહુની દિનદશાને લીધે તમારી નાની ભુલ આખુ અઠવાડિયુ બગાડી નાખશે. ઓછું બોલવાનું રાખજો. આ અઠવાડિયામાં ઓછું કામ કરવાનું રાખજો. શુક્રવારથી દરેક બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 8 છે.
Rahu’s rule till 6th November suggests that you do not make the mistake of making promises to anyone. A small mistake could end up ruining your entire week, hence try to speak as minimal as possible. Try to minimize work in this week. Friday onwards, all good things will happen in your life. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 2, 3, 4, 8
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
હાલમાં રાહુની દિનદશા એ તમને સોનાની જાળમાં ફસાવી દીધા છે. તમારા કામમાં તમારી જીત થશે તેવું વિચારતા નહીં. રાહુને કારણે ખોટા ખર્ચાઓથી પરેશાન થશો. ખાવા પીવા પર ધ્યાન આપજો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. પેટના દુખાવાથી પરેશાન થશો. રાહુને શાંત કરવા દરરોજ દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 2, 3, 5, 6 છે.
Rahu’s ongoing rule has you imprisoned in a golden cage. Do not expect to be successful in any of your endeavours. Rahu could cause unnecessary expenses. If you do not pay attention to your diet, your health could take a beating. You could suffer from stomach aches. To pacify Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 2, 3, 5, 6
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા કરેલા કામની કદર બીજાઓ કરશે. થોડી મહેનત કરવાથી ધનલાભ મેળવશો. અટકેલા કામો ફરી ચાલુ કરવામાં સફળ થશો. ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. રોજના કામ ખુબ સારી રીતે કરી શકશો. કોઈના મદદગાર બની શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાથી વધુ સારા સારી થશે.
શુકનવંતી તા. 3, 4, 7, 8 છે.
The onset of Jupiter’s rule will have others appreciating your work. Extra effort will yield extra money. You will be successful in restarting your stalled projects. You will find an easy way to retrieve your stuck funds. You will be able to do your daily works effectively. You will be helpful to another. For continued wellbeing, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 3, 4, 7, 8
- Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024 - Your Moonsign Janam Rashi This Week –
30 November 2024 – 06 December 2024 - 30 November2024 - Your Moonsign Janam Rashi This Week –
23 November 2024 – 29 November 2024 - 23 November2024