મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ પૂરા કરી શકશો. ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. ઘરમાં નવી ચીજ વસ્તુ ૨૩મી એપ્રિલ સુધી વસાવી શકશો. નવા કામ મળવાના ચાન્સ છે. ચાલુ કામમાં નાણાકીય ફાયદો મળતો રહેશે. જીવનમાં કોઈ નવી વ્યક્તિ મળવાથી મનને શાંતિ મળશે. મનગમતી વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે. દરરોજ ભૂલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૧૮, ૨૧, ૨૨, ૨૩ છે.
With Venus ruling you, fun and travel is on the cards. You will be able to purchase household things till 23rd of April. There are chances of getting a new job. Profits at work indicated. Meeting new people will give you contentment. A favourite person will bring you good news. Pray ‘Behram Yazad’ daily.
Lucky Dates: 18, 21, 22, 23.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી આ અઠવાડિયામાં દુ:ખ થાય તેવી બાબત બનવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં ખેંચતાણ રહેશે. ખોટી જગ્યાએ ડબલ ખર્ચ કરવો પડશે. તમાં બજેટ અસ્તવ્યસ્ત થઈ જશે. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. કોઈબી કારણ વગર તમે પરેશાન થતા રહેશો. રોજના ભણતરની સાથે ભૂલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૧૮, ૨૧, ૨૨ ને ૨૪ છે.
Since Rahu is ruling you, expect bad news, and potentially a financial crisis as you may tend to spend on insignificant things. Your favourite person will be upset with you over small things. You will feel mentally disturbed. Pray ‘Mahabokhtar Niyaish’ everyday.
Lucky Dates: 18, 21, 22, 24.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
પહેલા ત્રણ દિવસ જ ગુની દિનદશા ચાલશે તેથી ફેમિલી મેમ્બરના કામો ખૂબ જ સારી રીતે કરી શકશો. ૨૧મીથી શનિની દિનદશા આવતા ૩૬ દિવસ માટે તમારા બધા કામોમાં બ્રેક લાગશે. શનિની દિનદશામાં તમે નાણાકીય મુશ્કેલીમાં ફસાઈ જશો. શનિ તમને ચારે બાજુથી પરેશાન કરી મુકશે. જે કામ કરતા હો તેમાં વધુ ધ્યાન આપવું પડશે. આજથી ‘સરોશ યશ્ત’ની સાથે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૧૮, ૧૯, ૨૦ ને ૨૩ છે.
With Jupiter ruling over you for three more days, you will successfully complete all pending family responsibilities. From Feb 21st, Saturn rules you for 36 days, hindering progress at work. A financial crisis may arise. Focus more on your work. Pray ‘Sarosh Yasht’ and ‘Moti Haptan Yasht’ everyday.
Lucky Dates: 18, 19, 20, 23.
CANCER | કર્ક: ડ.હ.
૨૩મી માર્ચ સુધી ગુની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં સફળતા મળતી રહેશે. તમારા હાથથી બીજાની ભલાઈનું કામ કરી શકશો. તમારી આવકમાંથી થોડીઘણી બચત કરીને નાણાકીય સ્થિતિને બરાબર કરી શકશો. ગુની કૃપાથી તમે વડીલવર્ગના આશીર્વાદ મેળવી શકશો. મિત્ર વર્ગ તરફથી મદદ મેળવવામાં મુશ્કેલી નહીં આવે. હાલમાં દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૧૯, ૨૧, ૨૨ ને ૨૪ છે.
Jupiter rules over you till March 23, brining you success at work. You will be helpful to others. There will be no financial crisis. Jupiter brings you blessings from the elderly. Your friends will help you. Pray ‘Sarosh Yasht’ everyday.
Lucky Dates: 19, 21, 22, 24.
LEO | સિંહ: મ.ટ.
૨૩મી ફેબ્રુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી કોઈને પ્રોમિસ આપવાની ભૂલ કરતા નહીં. હાલમાં તમારી નાની ભૂલ બીજાને પહાડ જેવી દેખાશે. વાહન સંભાળીને ચલાવજો. શનિની ઉતરતી દિનદશા તમને સાંધાનો દુખાવો આપશે. તમારા નાના કામમાં કાવટ આવતી રહેશે. બાકી આવતા અડવાડિયાથી ગુની દિનદશા તમને આવતા ૫૮ દિવસમાં સુખશાંતિ આપી રહેશે. ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૧૮, ૨૦, ૨૨ ને ૨૩ છે.
Avoid making any promises as Saturn rules over you till 23rd February. People may misconstrue small mistakes as big faults. Drive safe. Joint pains may trouble you. Your work might face temporary strain. From next week, Jupiter will be rule over you for 58 days. Pray ‘Moti Haptan Yasht’ everyday.
Lucky Dates: 18, 20, 22, 23.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને શનિની દિનદશા ચાલુ હોવાથી નાના કામમાં મુશ્કેલી આવશે. તમારા બચાવેલા નાણાને ખર્ચ કરવા પડશે. તેમ જ અચાનક ખર્ચ કરવાથી નાણાની ભીડમાં આવી જશો. ગામ-પરગામ જવાનો પ્લાન બનાવતા નહીં. મજબૂરીથી બહારગામ જવું પડે તો ત્યાં પણ પરેશાન થશોે. ફેમિલી મેમ્બરની તબિયત અચાનક બગડી શકે છે. શનિના નિવારણ માટે ભૂલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૧૯, ૨૦, ૨૧ ને ૨૪ છે.
Saturn ruling you brings in small challenges in your daily life. Avoid travel. A financial crisis may occur. Take care of family members as they may be fall ill. Pray ‘Moti Haptan Yasht’ everyday.
Lucky Dates: 19, 20, 21, 24.
LIBRA | તુલા: ર.ત.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામમાં કચાશ નહીં રાખો. હિસાબી કામ કે સેલ્સના કામમાં તમને કોઈ પહોંચી નહીં શકે. નાનું પ્રમોશન મળવાના ચાન્સ છે. ચાલુ કમાઈ સાથેે એકસ્ટ્રા ઈન્કમ મેળવી શકશો. અચાનક ફાયદો મળવાના ચાન્સ છે. નવા કામની શોધમાં સફળ થશો. બુધની કૃપાથી મિત્રોના મદદગાર થવાથી તમને તેઓની ભલી દુવા મળશે. હાલમાં ભૂલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૧૮, ૨૧, ૨૨ ને ૨૪ છે.
Mercury ruling you will help flawless work output, with commercial projects working out perfectly. Expect a promotion, as also a secondary source of income, or even profits. You will get a new job. You will receive blessings from your friends by helping them. Pray ‘Meher Niyaish’ everyday.
Lucky Dates: 18, 21, 22, 24.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
પહેલા ત્રણ દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ૨૧મી સુધી તમારી જાતને સંભાળી આગળ વધજો પડવા આખડવાના બનાવ બની જશે. ઉતરતી મંગળની દિનદશા નાનું એક્સિડન્ટ કરાવી ન દે તેનું ધ્યાન રાખજો.૨૧મીથી બુધની દિનદશા તમારા બધા જ ટેન્શનને દૂર કરી નાખશે.નાણાકીય બાબતમાં ફાયદો મળી જશે. આ અઠવાડિયામાં ‘તીર યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. ૧૯, ૨૧, ૨૨ ને ૨૩ છે.
Mars will rule you for three more days, so take care of yourself, especially while traveling. From February 21st, Mercury will rule over you and you will be stress-free. You will earn profit. Pray ‘Tir Yasht’ daily.
Lucky Dates: 19, 21, 22, 23.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લા ૩ દિવસ જ ચંદ્રની દિનદશાના બાકી છેે તેથી તમાં મન જે કહે તે કામ પહેલા પૂરા કરજો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. બાકી ૨૧મીથી ૨૮ દિવસ માટે મંગળની દિનદશા તમારા મગજને ખૂબ જ ઉગ્ર બનાવી દેશે. તમારા સુધરેલા કામને બગાડી નાખશે. તબિયત બગડવાના ચાન્સ છે. ચંદ્ર તમને શાંત રાખીને તમારા કામને પૂરા કરાવી નાખશે. તેમ જ હાલમાં પતિ-પત્ની વચ્ચે મનમેળ સારો રહેશે. રોજ ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ભણજો.
શુકનવંતી તા. ૧૮, ૧૯, ૨૦ ને ૨૪ છે.
As the Moon rules over you for three more days, do your preferred work first. You will be able to fulfil the demands of family. From Feb 21st, Mars rules over you for 28 days, making you very irritable. Approach your challenges peacefully and overcome the hurdles. Health may pose an issue. Relations with your spouses will be fine. Pray the 34th name ‘Ya Beshtarna’.
Lucky Dates: 18, 19, 20, 24.
CAPRICORN | મકર: ખ.જ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનને શાંત રાખી કામ કરી શકશો. મનની નેક મુરાદ પૂરી થઈ જશે. ચંદ્રની કૃપાથી ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. કોઈ સારા સમાચાર મળી જશે. રોજબરોજના કામમાં સફળતા મળી રહેશે. નવા મિત્રોની મુલાકાતથી આગળ જતા ફાયદાની વાત જાણવા મળશે. દરરોજ ૧૦૧નામ ભણી લીધા પછી ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૨૦ થી ૨૩ છે.
You will be at peace with the Moon ruling over you, with your wishes being granted. Travel and good news is indicated. You will be successful in your routine work. New friends prove to be beneficial. After praying 101 names, pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 20, 21, 22, 23.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
૪થી માર્ચ સુધી સૂર્યની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારે તબિયતની કાળજી લેવી. શારિરીક બાબતમાં ફેરફાર લાગે તો ડોકટરની સલાહ લેવામાં વાર નહીં કરતા. આંખની બળતરા તથા એસિડીટી જેવી તકલીફોથી પરેશાન થશો. તમે જો સરકારી કામ કરતા હશો તો તેમાં મુસીબતમાં આવી જશો. તમારા સ્વભાવમાં ખૂબ ચેન્જીસ આવી જશે. ચિડિયા સ્વભાવના થઈ જશો. સૂર્યના તાપને ઓછો કરવા માટે ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૧૮, ૧૯, ૨૨ ને ૨૪ છે.
The Sun rules you till March 4th which may bring in minor health issues related to the eyes, or acidity. Consult a doctor if need be. Legalities may pose a problem. You might feel irritable at most times. To pacify the Sun, pray 96th name ‘Ya Rayomond’ 101 times.
Lucky Dates: 18, 19, 22, 24.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
૧૪મી માર્ચ સુધી શુક્રની દિનદશા તમને દરેક બાબતમાં મદદગાર થઈને રહેશો. ઓપોઝિટ સેકસ તરફથી ભરપુર સાથ સહકાર મળતો રહેશે. તમે તમારી પસંદગીની વ્યક્તિ મળવાથી વધુ આનંદ મેલવશો. નાણાકીય બાબતમાં તમે ખર્ચ કરવામાં કોઈ કસર નહીં રાખો. પાકપરવરદેગારની મહેરબાનીથી તમે જેટલો ખર્ચ કરશો તેનાથી વધુ કમાઈ લેશો. ચાલુ કામ કાજમાં એનજોય કરી શકશો. શુક્રની કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદ’ આરાધના કરજો.
શુકનવંતી તા. ૨૦, ૨૧, ૨૩ ને ૨૪ છે.
Venus ruling over you till 14th of March will make you helpful to people. People of the opposite gender will support you. You will be happy meeting your favourite person. You will earn more than you spend. You will enjoy your work. To get the blessings of Venus, pray ‘Behram Yazad’.
Lucky Dates: 20, 21, 23, 24.
.
- Your Moonsign Janam Rashi This Week –
30 November 2024 – 06 December 2024 - 30 November2024 - Your Moonsign Janam Rashi This Week –
23 November 2024 – 29 November 2024 - 23 November2024 - Your Moonsign Janam Rashi This Week –
16 November 2024 – 22 November 2024 - 16 November2024