‘યુ’ એ ઉજવેલા ડબલ સાલ મુબારક

તા. 11મી સપ્ટેમ્બરની રળિયામણી સાંજે 6.30 કલાકે સર જે. જે. સ્કુલ, ફોર્ટના હોલમાં જાણીતી સંસ્થા યુએ પારસી નવાં વરસની તેમજ યુની 74મી સાલગ્રેહ ઉજવી હતી. જાણીતા સંગીતકાર વિરાફ દારૂવાલા અને એમના સાથી કલાકારોએ એક સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો. પ્રેક્ષકગણમાં કોમ-પરકોમની ઘણી જાણીતી વ્યકિતઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભાઈ વિરાફે પુરાની ફિલ્મોના જાણીતા પરંતુ […]

આપ જાણો છો ગણેશ પ્રતિમાનું વિસર્જન કેમ કરવામાં આવે છે ?

ભગવાન શ્રી ગણેશને બધા દેવી-દેવતાઓમાં અગ્ર પૂજ્ય માનવામાં આવે છે. ભગવાન ગણેશને બુદ્ધિના દેવતા માનવામાં આવ્યા છે. દરેક મંગલ કાર્યમાં તેમને સૌથી પહેલા મનાવવામાં આવે છે. ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે. એ જ કારણ છે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની પૂજા-અર્ચના કરી ગણપતિ પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો મુજબ મહર્ષિ વેદવ્યાસજીએ […]

સુખી જીવન જીવવા પંખીઓ જેવા બનો!

એક ચિંતક પોતાના શિષ્યો સાથે સાંજના પ્રવચન બાદ વાતો કરી રહ્યા હતા. વાતમાંથી વાત નીકળતા ચિંતકે એક પ્રશ્ર્ન પૂછયો કે તમને કોના જેવું બનવું ગમે? સવાલ સાધારણ રીતે પૂછાયો હતો. બધા શિષ્યોએ પણ વધુ વિચાર્યા વિના ધડાધડ જવાબ આપ્યા કોઈકે કહ્યું, રાજા જેવા, કોઈ બોલ્યું શક્તિશાળી, કોઈએ કહ્યું સૌથી સુંદર, કોઈએ કહ્યું જ્ઞાની, કોઈએ કહ્યું […]

હસો મારી સાથે

બંટી: હું લગ્ન કરવા મેહગુ છું, રસોઈ, ઝાડું, પોતાં ન કપડાં ધોવાથી હું કંટાળી ગયો છું. પીંટુ: હું એ જ કારણસર છૂટાછેડા લઉં છું. *** બંટી અને બબલી વચ્ચે જોરદાર ઝઘડો થઈ ગયો અંતે બબલી તેના રૂમમાં ચાલી ગઈ અને બે સુટકેસ લઈને ઘરની બહાર જવા લાગી. એને જતાં જોઈ બંટી ખુશ થઈ ગયો એટલે  […]

સખાવત વીશે ટૂંક ખુલાસો

સખાવતનાં કામો જેવા કે દુ:ખ દરદથી જે ગરીબ લાચારો પીડાતાં હોય તેઓને વાસ્તે હોસ્પિટલ યા આશ્રમો સેનેટોરિયમો માંથી ડોકટર તથા દવાદારૂની મદદ કરી આશરો આપવો. ગરીબ લાચારોને રહેવાને વાસ્તે સસ્તા ભાડાના સુખવાસી મકાનો બંધાવી આપવા. વિધવા લાચાર બાનુઓ જેઓ પોતાનું ગુજરાન કરવા તદ્દન અશકત હોય તેની હાલત તપાસી તેઓને ઘટતી મદદ કરવી. કોમના ટૂંક કમાઈવાલા […]

માલપુઆ

માલપુઆ બે રીતે બનાવાય છે. એક ચાશનીવાળા અને બીજા વગર ચાશનીના બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બંગાળમાં ચાશની સાથે માલપુઆ કરવામાં આવે છે જ્યારે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં, તે ચાસણીમાં ડૂબાડીને પીરસવામાં આવે છે. અહીં આપણે ચાશણી વાળા માલપુઆની વાનગી જણાવી રહ્યા છે. સામગ્રી: મેંદો 1 કપ, માવો 1 કપ, દૂધ 2 કપ, દેશી ઘી 8 ચમચી, […]

પરદેશી ધરતી

પૂર્વ આફ્રિકાની ધરતી ઉપર બુકોબા નામનું એક નાનકડું શહેર. ‘ટાઉન’ જ કહો ને! આપણાં ભારતીયો અને એશિયનોની વસ્તી પણ ત્યાં ઠીક ઠીક. રમા અને ચન્દ્રકાન્ત પણ ત્યાં આવી વસેલાં. ચન્દ્રકાન્ત શાહ વ્યવસાયે વકીલ અને અંગ્રેજો સાથે પેઢીમાં ભાગીદાર, ધીકતી પ્રેકટિસ, સુખી જીવન! એમાં વધુ સુખનો પ્રસંગ આવ્યો. રમાને પહેલી પ્રસૂતિ આવવાની હતી. ગામમાં ડોકટરો ખરા, […]

ઈરાન! પુરાતન ઈરાન!!

ઈરાન! પુરાતન ઈરાન!! જેનો દોરદમામ એકવાર એટલો તો હતો કે ગોયા આખી દુનિયા તેને નમન કરતી હતી. જ્યાં ત્યાં ઈરાનની બુલંદ ધજાને બીજા નાના મોટાં સર્વે રાજ્યો તરફથી માન આપવામાં આવતું હતું. ઈરાનના નામદાર શાહોએ પોતાના ફળવંત અને બાગેબહેસ્ત જેવાં બહોળાં મુલકો ઉપરાંત પોતાનું રાજય દુનિયામાં ચોતરફ ફેલાવી મુકયું હતું. તેમાં તેઓએ હિન્દુસ્તાન જેવા દ્રવ્યવાન […]