સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

‘દરૂજી-એ-સએની’ યાને એક ગામ યા દેશના લોકોના ખરાબ બુરા આચાર વિચારો તથા અપ્રામાણિક અને અનીતીવાન રહેણી કરણીઓના ગુબારો યાને હવામાં બંધાયેલા અણદીઠ પડોને લીધે ઉત્પન્ન થતી નુકસાનકારક અસરો, કે જે ‘દરૂજી-એ-સએની’ને લીધે જ મુરકી, દુકાળ, આફતો, તથા જાતજાતની બીમારીઓ વગેરે તે દેશ કે શહેરમાં આવી પડે છે, તે સામે સરોશ યઝદ પોતાની પાસબાની(પનાહ)માં રહેતાં ઉરવાનોને […]

લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

માન્યતા: જરથોસ્તી ધર્મમાં અંતિમવિધિના સમયે એક શ્ર્વાનને મૃતદેહની નજીક લાવવામાં આવે છે તે નક્કી કરવા માટે કે શરીરમાં હજુ પણ પ્રાણ બાકી છે કે નહીં. આજે વિજ્ઞાન એકદમ એડવાન્સ થઈ ગયું છે પરંતુ પ્રાચીન કાળની પધ્ધતિઓ અલગ હતી, અને તે વખતે એવું પણ માનવામાં આવતુંં કે કૂતરો આત્માને આધ્યાત્મિક માર્ગ બતાવે છે. હકીકત: ધાર્મિક ગ્રંથો […]

નબી જરથોસ્તે દાખવેલા ચમત્કાર

ઈરાનવેજમાં રએ શહેરના હાકેમ દોરાંસરૂ જરથોસ્ત સાહેબના કટ્ટર વિરોધી હતા ને બાળ-જરથોસ્તનો નાશ કરવા તૈયાર રહેતા તેમને મારી નાખવા પોતાની તલવાર ઉગામી ત્યારે તેનો હાથ હવામાં અધ્ધર જ રહી ગયો. ત્યાર પછી તેનો હાથ તદ્દન સુકાઈ ગયો. આવા અલૌકિક ચમત્કારથી ગભરાઈ હાકેમે તેમને જંગલમાં લઈ જઈ ચેહ સળગાવીને તેમને ચેહમાં નાખી બાળકને ભસ્મ કરવાનો અખતરો […]

શાહજાદા હુસેનની નવાઈ જેવી ખરીદી!

શાહજાદો હુસેન જેમ જેમ વીસનગરની બજાર તરફ આવવા માંડયો તેમ તેમ, તે ત્યાંની ગીરદી અને જુદી જુદી વેચવાની ચીજો જોઈ, ઘણો તાજુબ થયો. ત્યાં તરેહવાર તમાશાની મજાહ પણ જોવાની મળી. તેણે બધે ફરી વળી જોયું તો, દુનિયાના તમામ મુલકોમાંથી ત્યાં જુદી જુદી વસ્તુઓ વેચાવા આવી હતી. તે પોતે શાહજાદો હોવાથી, કદી પણ બજારમાં કશું ખરીદવા […]

કાસની રાણી સોદાબે

તુસે અને ગેવે તેણીની વાત સાંભળી અને બહુ જણ તેણીની ખુબસુરતી ઉપર મોહી પડયા. તેણીના હાથ માટે બેઉ વચ્ચે બોલાચાલી થઈ. એક જણ કહે, કે ‘હું અહીં પહેલો આવ્યો અને મારે હાથે એ પહેલી આવી.’ અને બીજો કહે કે ‘મારો એણીની ઉપર હક છે.’ જો તેણી બેમાંથી એકના હાથમાં જાય તો બીજો તેણીને મારી નાખવા […]