હોળીમાં રંગાઈ વિવિધ રંગે, સહેલીઓની ટોળી સાથે સામે સામે રંગ ઉડાડતા, ઉંચકીને નીચે પટકતા હોળીના રંગમાં રંગાવાની, ખૂબ મઝા આવી પણ મારી મમ્મી બરાડી ઉઠયા અને ના કહેવાનું કહ્યું છતાં મને જરાય અફસોસ નહીં કારણ મારી ઉપર તો હોળીના રંગોનો નશો ચઢેલો હતો.
Tag: 24 February 2018 Issue
શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!
પેલા કરામતી ઘોડાની કિમ્મતના બદલામાં રાજકુંવરીના હાથની થયેલી વિચિત્ર માંગણી સાંભળી સૌ દરબારીઓ તેની મૂર્ખતા પર ખડખડ હસી પડયા! પણ બાદશાહનો શાહજાદો ફિરોઝશાહ તો, પોતાની બહેનના હાથની માગણી આવી નફફટાઈથી ભર દરબારમાં થયેલી જોઈ, ગુસ્સાથી લાલપીળો થઈ ગયો! તેને એમ લાગ્યું કે આ પરદેશીએ તો તેનાં રાજકુટુંબનું હડહડતું અપમાન કર્યુ હતું! અને આ કાંઈ હસી […]
જમશેતજી ટાટાના 3જી માર્ચના જન્મદિન પ્રસંગે તેમની પ્રેરણાદાયી જીવની
જાણીતા સ્કોટ્ટીશ લેખક કાર્લેલે તેમના પ્રવચનમાં કહ્યું હતું કે, ‘જે દેશમાં લોખંડનું નિયંત્રણ તરત જ સોના પર અંકુશ મેળવે છે.’ મોન્ચેસ્ટર (લંડન) ખાતેના આ ભાષણથી એક યુવાન ખૂબ પ્રભાવિત થયો. તેમણે પોતાના વ્યવસાયને એક નવી દિશા આપી દીધી અને બાદ તે ભારતના ઔદ્યોગિક વિકાસ માટે એક મહત્વની લિંક બની. આ યુવાનનું નામ જમશેતજી નસરવાનજી ટાટા […]
25મી ફેબ્રુઆરી, 2018ના રોજ મેહર બાબાની 124મી જન્મજયંતિ
અવતાર મેહર બાબા, પુણેમાં 25મી ફેબ્રુઆરી 1894માં મેરવાન શેરિયાર ઇરાની તરીકે જન્મ્યા હતા. 1921માં તેમના આધ્યાત્મિક ધ્યેયની શરૂઆત કરી, એમના પાંચ અધ્યક્ષ હઝરત બાજન, ઉપાસણી મહારાજ, સીર્ડીના સાંઈ બાબા, નારાયણ મહારાજ અને તાજુદ્દીન બાબાની સંગતમાં રહી તેમની આગેવાની હેઠળ આધ્યાત્મિકપણાને પરિપૂર્ણતા મળી હતી. મેહર બાબાએ જ્યાં સુધી પોતાનું ભૌતિક શરીર છોડયું નહીં ત્યાં સુધી એટલે […]
રંગોની ઉજવણી એટલે હોળી
દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં હોય છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની […]