ક્રિકેટ અને મીડિયા પર્સનાલિટી દારા પોચખાનાવાલાનું નિધન

દારા પોચખાનાવાલા, ક્રિકેટ અને મીડિયા સમુદાયમાં ખૂબ જ આદરણીય વ્યક્તિત્વ ધરાવનાર પીઢ સીએ અમ્પાયર, ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર અને સ્પોટર્સ જર્નાલિસ્ટ હતા જેઓનું 74 વર્ષની વયે, 16મી ઓગસ્ટ, 2024ના રોજ મુંબઈમાં લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. 1970ના દાયકામાં એમસીએ અમ્પાયરની પરીક્ષામાં સુવર્ણ ચંદ્રક વિજેતા, દારાએ ફ્રી પ્રેસ જર્નલ માટે ફ્રીલાન્સીંગની તેમની પ્રસિદ્ધ કારકિર્દીની શરૂઆત કરી અને […]

સોડાવોટરવાલા અગિયારીએ ભવ્યરીતે 150મી સાલગ્રેહની ઉજવણી કરી

1874માં સ્થપાયેલી, મુંબઈમાં મરીન લાઈન્સ ખાતે આવેલી જે.ડી. આમરિયા સોડાવોટરવાલા અગિયારીએ 2જી સપ્ટેમ્બર, 2024ના દિને (રોજ ફરવરદીન – માહ ફરવરદીન) 150 વર્ષ પૂર્ણ કર્યા. બે જશન સમારંભો – સવારે અને સાંજે – પંથકી એરવદ પરવેઝ કરંજીયા દ્વારા કરવામાં આવ્યા હતા. આ શુભ પ્રસંગે સમાજના સભ્યોએ મોટી સંખ્યામાં અગિયારીની મુલાકાત લીધી હતી.

સિંગાપોરના પારસીઓએ ધામધૂમથી નવા વર્ષની ઉજવણી કરી!

17મી ઓગસ્ટ, 2024ના રોજ ધ પારસી ઝોરાસ્ટ્રિયન્સ એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયા (પીઝેડએએસ), દ્વારા આયોજિત નવા વર્ષની ઉજવણી કરવા સિંગાપોરમાં રહેતા 180 થી વધુ સમુદાયના સભ્યો, ડગલી અને ગારામાં તૈયાર થઈ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પર્વની શરૂઆતમાં એક શુભ હમબંદગી અને ઉપસ્થિત બાળકો દ્વારા છૈએ હમે જરથોસ્તીની પ્રસ્તુતી કરવામાં આવી કરી હતી. એમસી બુરઝીન […]

Your Moonsign Janam Rashi This Week –
7 September 2024 – 13 September 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. હાલમાં ખર્ચને ઓછો કરવામાં સફળ થશો. થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. બુધની કૃપાથી કામો સમય ઉપર પૂરા કરી શકશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ફેમીલીમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો. શુકનવંતી […]