હું આ શહેરમાં રહું છું પણ આજ શિવાય આ ઘરમાં હું કદી આવ્યો નથી અને જેમ તમે મને અત્રે જોઈને અજબ થયા છો તેમ તમારી મંડળીમાં હું આવી પડયો છું તેથી હું પણ થોડો અચરત થતો નથી પણ સર્વેથી વધારે અચરતી મને જે લાગે છે તે એ કે આ ઘરમાં એક મરદ પણ દિસ્તો નથી. […]
Tag: Arabian Nights
ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
ઝોબીદા કેટલોક વખત સુધી તે દિવાનખાનાની વચોવચ થોભી રહી કારણ કે પેલા બે કુતરાને માર મારતા તે થાકી ગઈ હતી તેથી તેણીને વિસામો આપવા માટે સુંદર રૂપની સફીયએ તેણીને કહ્યું કે ‘મારી પ્યારી બહેન! તમો તમારી જગ્યા પર આવો કે મારૂં કામ જે કરવું છે તે હું કરૂં.’ ઝોબીદા તેજ વેળા સોફા પર જઈ બેઠી. […]
ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
ઝોબીદા જે ખલીફ તથા ફકીરોની વચ્ચે બેઠેલી હતી તે ત્યાંથી ઉઠી અને હેલકરી આગળ ગઈ અને ઘણીજ ગંભીરાઈથી હાય મારી બોલી કે ‘અમને અમારી ફરજ છે તેમ કરવું જોઈએ છે.’ તે પછી તેણીએ પોતાના હાથની કોણી સુધી પોતાની બાંહે ઉંચે કીધી અને સફીયએ તેણીને જે ચાબુક આપ્યો હતો તે ઉઠાવ્યો અને હેલકરીને કહ્યું કે ‘એક […]
ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
તે વખતથી વાતચીત તરેહવાર બાબતો તથા ગમતોને લગતી તથા જીંદગી ભોગવવાની રીતો વિશેની હતી. તે ફકીરો ઉઠી ઉભા થઈ પોતાની રીત પ્રમાણે નાચવા લાગ્યા અને તેઓએ નાચવાના હુન્નરની ચાલાકી બતાવ્યા ઉપરથી તે બાનુઓએ તેઓ માટે બાંધેલા સારા વિચારોમાં વધારો થશે તેવુંજ નહીં પણ ખલીફ તથા તેના સોબતીઓ તેઓની ઘણીજ તારીફ અને વાખવાખી કરવા લાગ્યા તે […]
ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
તેણી એ કહ્યું કે ‘હું કાઈ આ ઘરની એકલી માલેક નથી પણ તમો જો થોડો વાર થોભશો તો તમારી અરજનો જવાબ લઈ પાછી આવું છુ.’ પછી જઈને તેણીએ જાફરની સઘળી હકીકત પોતાની બહેનોને કહી. તેઓ શું કરવું તે વિચારમાં પડયા પણ તેઓ જાતે માયાળું દિલના હતા અને એજ રીતનો ઉપકાર તેઓએ તે ત્રણ ફકીરોની ઉપર […]
ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
તે છતાં ખલીફે કહ્યું કે ‘હું તને ફરમાવું છું કે તું બારણું ઠોક!’ ખલીફના આ લગાર સખત હુકમથી આખરે વડા વજીર જાફરે બારણું ઠોકયું. ત્રણે બાનુએ નાચવાનું થોભાવી સફીયએ બારણું ઉઘાડયું અને તેણીના હાથમાં બત્તી હતી તેની રોશનીથી વજીરે જોયું કે તે એક સુંદર બાનુ હતી. આ જગ્યાએ તે વજીરે પોતાની ચતુરાઈ અચ્છી રીતે વાપરી. […]
ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
જ્યારે તે ફકીરો બેઠા ત્યારે તે બહેનોએ તેઓને માટે જેટલું જોઈએ એટલું ખાણુંપીણું પુરૂં પાડયું અને ખુશાલીમાં આવેલી સફીયએ તેઓને અગત્ય કરી શરાબ આપ્યો. જેટલું તેઓને ભાવે એટલું ખાણું તેઓએ ખાધું તથા શરાબ પીધો. ત્યારે તેઓએ તે બાનુએ કહ્યું કે ‘તમારી પાસે જો સુંદર વાજીંત્ર તથા સાજ હોય તો અમને આપો! અમે તમારી આગળ ગાયન […]
ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
ઝોબીદાએ કહ્યું કે ‘જાવો અને તેમને અત્રે બોલાવી લાવો. પણ તેમને ચેતવણી આપજો કે જે બાબતમાં તેમને લાગે વળગે નહીં તેમાં માથું ઘાલે નહીં અને આપણા બારણા પર જે લેખ કોતરેલા છે તે તેઓને વંચાવજો.’ આ હુકમથી સફીય સંતોષ પામી અને બારણું ઉઘાડવા દોડી ગઈ અને જલદીથી તે ત્રણ ફકીરોને પોતાની સાથે લઈ અંદર આવી. […]
ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
સર્વે ત્યાંથી તાબરતોબ ઉઠયા અને દરવાજો ઉઘાડવા ગયા પણ એ કામ અગત્ય કરીને સફીયનું હતું તે પહેલી દોડી ગઈ. બીજી બહેનોએ જ્યારે જોયું કે સફીય રાબેતા મુજબ પહેલી ગઈ ત્યારે તેઓ થોભ્યા અને તેણીના પાછી ફરવાની રાહ જોવા લાગ્યા કે તે આવીને કહે કે એવો તે કોણ શકસ છે કે જે મધરાત્રને સમે તેઓના મકાનનું […]
ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
સફીય બોલી કે ‘એની માગણી વાજબી છે એમ મારી પતીજ થઈ છે. એણે પુરતી રીતે આપણને ગમત આપી છે તેથી તમો જો મને ચાહતા હોવો તો એને આજની રાત આપણી સાથે રાખો!’ ઝોબીદાએ જવાબ દીધો કે, ‘પ્યારી બહેન! તમારી કાંઈપણ વાત કબુલ રાખ્યા વગર અમો જવા દેનાર નથી.’ તેણીએ પછી તે હેલકરી તરફ જોઈને કહ્યું […]
ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
તે લખનાર કહે છે કે ‘જે લોકો નાદાન હોય તેઓથી તમારા ભેદની વાત તદ્દન છુપી રાખજો, કારણ કે તેવા લોકો તમારા ભેદની વાત મને કહો તો એમજ જાણજો કે તે ભેદની વાત એક તિજોરીમાં બંધ કીદી છે પણ તેની કુંચી ખોવાઈ ગઈ છે અથવા તો તેના બારણા ઉપર મોહર કીધી છે.’ ઝોબીદાએ જોયું કે તે […]