સંજાણમાં દસમી સદીમાં પવિત્ર ઈરાનશાહ આતશ બહેરામ સાહેબને પથરાવવામાં આવ્યા બાદ 800 વર્ષના સમયગાળા પછી નવસારીનું પવિત્ર આતશ બહેરામ સ્થાપવામાં આવ્યું હતું. જ્યારે આ આતશબહેરામ સ્થાપવામાં આવ્યું હતું તે સમયે આતશ બહેરામ સ્થાપવા અંગેના કોઈ દસ્તાવેજો ઉપલ્બ્ધ ન હતા, પરંતુ તે વખતના નવસારીના પ્રબુધ્ધ દસ્તુરજીઓએ શાસ્ત્રોકત લખાણો પરથી અમુક યોજનાઓ ઘડી કાઢી હતી અને ભારતનું […]